Book Title: Kathasar
Author(s): Jain Yuth Foram
Publisher: Jain Yuth Foram

View full book text
Previous | Next

Page 283
________________ આગમ-કથાઓ 282 સૂર્ય માસમાં ૧૪ + ૧૫ + અભિવદ્ધિ માસમાં | ૧૫ + | ૧૫ + એક અહોરાત્રમાં ૧/૨ માં ઓછું ૧/૨ | એક મંડલ ચાલવાનો સમય ૨+ દિન | ૨ દિવસ એક યુગમાં ८८४ | ૯૧૫ ૧૫ + ૧૬ + ૧/૨ થી વધુ ૨ દિવસમાં ઓછું ૯૧૭.૫ સોળમો પ્રાભૃત લક્ષણ :- (૧) ચંદ્રનું લક્ષણ પ્રકાશ કરવાનું છે. (૨) સૂર્યનું લક્ષણ પ્રકાશ અને તાપ કરવાનું છે. (૩) છાયા (ચંદ્રઆચ્છાદન-સૂર્યઆચ્છાદન)નું લક્ષણ અંધકાર કરવાનું છે. (સૂર્યગ્રહણ–ચંદ્રગ્રહણ) સત્તરમો પ્રાભૃત ચયાપચયઃ- ચંદ્ર સૂર્ય દેવ સાધિક એક પલ્યોપમ સ્થિતિ પૂર્ણ થતાં, એક ચવે છે, બીજા ઉત્પન્ન થઈ જાય છે. આ રીતે પરંપરાથી અનંતકાળ સુધી થતું રહે છે. ચંદ્ર સૂર્ય વિમાનમાં પણ પૃથ્વીકાયના પુગલ ચવતા રહે છે અને નવા આવતા રહે છે. અઢારમો પ્રાભૃત ઊંચાઈ - (૧) સમભૂમિથી સૂર્ય વિમાન ૮00 યોજન ઊંચાઈ પર છે. ૮૮૦ યોજન ઊંચાઈ પર ચંદ્ર વિમાન છે. ૭૧૦ યોજનથી ૯૦૦ યોજનની વચમાં ગ્રહ, નક્ષત્ર તારા વિમાન છે (૨) ચંદ્ર સૂર્યની નીચે પણ તારા વિમાન છે અને ઉપર પણ તારા વિમાન છે. આ ઉપર નીચેના તારા વિમાનમાં રહેનારા દેવ ચંદ્ર સૂર્ય વિમાનવાસી દેવોની અપેક્ષા કોઈ અલ્પ ઋદ્ધિવાળા પણ છે અને કોઈ તુલ્ય(સમાન) પણ છે. પૂર્વ ભવની તપ આદિ આરાધનાના કારણે એમ સંભવ છે, તે પણ ઇન્દ્ર સિવાયના દેવોની અપેક્ષાએ સમજવું. કારણ કે સામાન્ય સૂર્ય દેવોની ઉમર જઘન્ય ૧/૪ પલ્યોપમ હોઈ શકે છે અને તારા વિમાનવાસી દેવોની ઉત્કૃષ્ટ ઉમર ૧/૪ પલ્યોપમની હોય છે. તેથી સ્થિતિની અપેક્ષા જે સમાન છે તે સમાન ઋદ્ધિવાળા હોઈ શકે છે. પછી ભલે એ ઉપરના વિમાનમાં હોય કે નીચેના વિમાનમાં હોય. સૂર્ય ચંદ્રના ઇન્દ્રથી વિશેષ ઋદ્ધિવાળા તારા દેવ નથી હોતા કારણ કે એમની સ્થિતિ ઈન્દ્રથી વધારે કે સમાન હોતી નથી. દેવોની ઋદ્ધિની મહત્તા, ન્યૂનતામાં સ્થિતિનું પ્રમખ કારણ હોય છે. (૩) ચંદ્ર સૂર્ય બને બલદેવ વાસુદેવની જેમ હોય છે. તે બંનેની રાજ્ય ઋદ્ધિ એક જ હોય છે. પછી ભલે એને બલદેવની ઋદ્ધિ કહો કે વાસુદેવની. એજ પ્રકારે ચંદ્ર અને સૂર્ય બન્નેનો સંયુક્ત પરિવાર છે. ૨૮ નક્ષત્ર ૮૮ ગ્રહ ૬૬૯૭૫ ક્રોડા ક્રોડી તારા આ એક સૂર્ય ચંદ્રનો પરિવાર છે. (૪) મેરુથી જ્યોતિષી દૂર રહે છે- ૧૧૨૧ યોજન અને લોકાંતથી જ્યોતિષી દૂર રહે છે-૧૧૧૧ યોજન. (૫) જ્યોતિષી ક્ષેત્રમાં (૧) અભિજિત નક્ષત્ર બધા નક્ષત્રોમાં મેરુથી અધિક નજીક છે અને આત્યંતર મંડલમાં છે. (૨) મૂળ નક્ષત્ર બધાથી વધારે બાહ્ય ક્ષેત્ર સુધી લવણ સમુદ્રમાં છે. (૩) સ્વાતિ નક્ષત્ર બધાથી ઉપર છે અને (૪) ભરણી નક્ષત્ર બધા નક્ષત્રોથી નીચે છે. (૬) ચંદ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર, તારા બધાના વિમાન અર્ધ કપીત્ય(કોઠા) ફળના આકારવાળા હોય છે. બધા નીચે સમતલ–ઉપરથી ગોળ ગુંબજના સમાન આકારવાળા હોય છે. સર્વ સ્ફટિક રત્નમય છે. તપનીય સુવર્ણની રેતી વિમાનમાં પથરાયેલી હોય છે. (૭) લંબાઈ પહોળાઈ આદિ આ પ્રમાણે છે– નામ | આયામ | બાહલ્ય | વાહકદેવ | સ્થિતિ | દેવીની વિખંભ જઘન્ય | ઉત્કૃષ્ટ ઉત્કૃષ્ટ સ્થિતિ ચંદ્ર ૦.૯૨ યો. ૦.૪ | ૧૬૦૦૦ ૧/૪ પલ. ૧ ૫. ૧ લા. વર્ષ ૧/૨ પલ. ૫૦ હ. સૂર્ય ૦.૭૯ યો. ૦.૩૯ | ૧૬૦૦૦] ૧/૪ પલ. ૧૫. ૧ હ. વર્ષ | ૧/૨ પલ. ૫૦૦.. | ગ્રહ | ૨ કોશ | ૧ કોશ | ૮૦૦૦ | ૧/૪ પલ. | ૧ પલ. | ૧/૨ પલ.. નક્ષત્ર ૧ કોશ | ૧/૨ કોશ ૪000 | ૧/૪ પલ. ૧/૨ પલ. | ૧/૪ પલ. સાધિક | તારા | ૧/૨ કોશ | ૫૦૦ ધ. | ૨000 | ૧/૮ પલ. ૧/૪ પલ. ૧/૮ પલ. સાધિક સૂચના:- ચાર્ટમાં યો. ઊ યોજન, ધ. ઊ ધનુષ, ૫. ઊ પલ્યોપમ, પલ. ઊ પલ્યોપમ, લા. ઊ લાખ, હ. ઊ હજાર. ચંદ્ર અને સૂર્યની દેવીની ઉત્કૃષ્ટ સ્થિતિમાં પ૦ હજાર. અને પ00 વર્ષ સમજવા. (૮) તારા, નક્ષત્ર, ગ્રહ, સૂર્ય, ચંદ્ર ક્રમશઃ એક બીજાથી મહદ્ધિક હોય છે, જાતિ વાચકની અપેક્ષાથી. વ્યક્તિગત અપેક્ષાથી સ્થિતિ અનુસાર યથાયોગ્ય હીનાધિક થઈ શકે છે. અર્થાત્ સમાન સ્થિતિ હોય તો આ ક્રમિક મહદ્ધિકતા સમજવી.

Loading...

Page Navigation
1 ... 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305