Book Title: Kathasar
Author(s): Jain Yuth Foram
Publisher: Jain Yuth Foram

View full book text
Previous | Next

Page 270
________________ કથાસાર jain 269 સંક્રમણ ગતિ નિર્ણય – એક મંડલથી બીજા મંડલનું અંતર બે યોજનાનું છે અને તે બે પ્રકારે પાર કરી શકાય છે. (૧) આખું મંડલ ચાલીને એક નિશ્ચિત સ્થાન પર આવીને બે યોજન સીધા ચાલે અને પછી બીજા મંડલનું ભ્રમણ શરૂ કરે. ભ્રમણ કરીને ફરીથી નિશ્ચિત સ્થાનની સીધમાં આવીને આગલા મંડલમાં સંક્રમણ કરે. આ “ભેદ ઘાત-સંક્રમણ” ગતિ છે. (૨) કર્ણ કલા ગતિનો અર્થ છે જલેબીની જેમ. મંડલ પાર કરવાની સાથે જ એ બે યોજના અંતરને સમાવિષ્ટ કરતાં કરતાં એક નિશ્ચિત સ્થાનની જગ્યાએ સ્વતઃ આગલા મંડલને પ્રાપ્ત થઈ જાય; આ ગતિને કર્ણકલા ગતિ કહે છે. કર્ણકલા ગતિ નિર્દોષ - આ બન્ને ગતિઓમાં બીજી કર્ણકલા ગતિ સૂર્યના મંડલ ભ્રમણની ઉચિતગતિ છે. અર્થાત્ કર્ણકલા ગતિથી સૂર્યનું ભ્રમણ થાય, તે સાચી માન્યતા છે. ત્રીજો પ્રતિ પ્રાભૃત સૂર્યની મુહૂર્ત ગતિ - ૧૮૪ મંડલોમાંથી સૌથી પ્રથમ મંડલની ગતિ સહુથી ઓછી હોય છે અને છેલ્લા મંડલમાં સૌથી વધારે ગતિ હોય છે. આ પ્રકારે સૂર્યની ગતિ એક નથી. ૧૮૪ પ્રકારની ગતિ હોય છે. કેમ કે પ્રત્યેક અર્ધ મંડલને ૩૦ મુહૂર્તમાં જ પાર કરવાનું હોય છે અને મંડલોની પરિધિ આગળથી આગળ વધારે હોય છે. એટલે પ્રત્યેક મંડલની મુહૂર્તગતી અલગ હોય છે તે આ પ્રકારે છે. મુહૂર્ત ગતિ એવં ચક્ષુસ્પર્શ – + સાધિક મંડલ મહુર્ત ગતિ યો. દષ્ટિ ક્ષેત્ર(યો.) . પ્રથમ મંડલ પ૨૫૧ + ૪૭૨૬૩+ બીજ મંડલ પ૨૫૧ + | ૪૭૧૭૯ + ત્રીજ મંડલ પ૨પર + | ૪૭૦૯૬ + છેલ્લું મંડલ ૫૩૦૫ + | | ૩૧૮૩૧ + | છેલ્લેથી બીજ મંડલ ૫૩૦૪ + | ૩૧૯૧૬ + | છેલ્લેથી ત્રીજ મંડલ પ૩૦૪ + | ૩૨૦૦૧ + મુહૂર્ત ગતિને ૩૦ મુહૂર્તથી ગુણાકાર કરવાથી અર્ધ મંડલની પરિધિ મળી જાય છે. અર્ધ મંડલ એક સૂર્ય ૩૦ મુહૂર્તમાં પાર કરે છે. અર્ધ મંડલ બીજો સૂર્ય ૩૦ મુહૂર્તમાં પાર કરે છે. દષ્ટિક્ષેત્ર – ચક્ષસ્પર્શ – આટલે દૂરથી મનુષ્યને સૂર્ય સૂર્યોદય અને સૂર્યાસ્તના સમયે દેખાય છે. " પ્રત્યેક મંડલમાં “ યોજન મુહૂર્ત ગતિ વધે છે. પ્રતિ મંડલમાં દષ્ટિક્ષેત્ર ૮૪ યોજનની આસપાસ ઘટે છે. આ સ્કૂલ દષ્ટિથી સમજવું. સૂક્ષ્મ દૃષ્ટિથી 10 યોજનમાં પણ થોડું ઓછું હોય છે અને દષ્ટિક્ષેત્ર પહેલાથી બીજા મંડલમાં ૮૩ ૨ યોજન ઘટે છે અને અંતિમ મંડલથી બીજા મંડલમાં ૮૫°0 યોજન વધે છે. આને જ મૂળ પાઠમાં ૮૪ યોજનથી ઓછી અને ૮૫ યોજનથી વધારે આ પ્રકારે પુરુષ છાયાની હાનિ વૃદ્ધિ કહેલ છે. ત્રીજો પ્રાભૃત પ્રકાશિત ક્ષેત્ર :- બને સૂર્ય મળીને પહેલા મંડલમાં રહીને જંબુદ્વીપના ૩/પ ત્રણ પંચમાંશ ભાગને પ્રકાશિત કરે છે અને છેલ્લા મંડલમાં ૨/૫ બે પંચમાંશ ભાગને પ્રકાશિત કરે છે. જો દશાંશમાં કહીએ તો પ્રથમ મંડલમાં ૬ દશાંશ અને છેલ્લા મંડલમાં ૪ દશાંશ જંબુદ્વીપના ક્ષેત્રને બને સૂર્ય પ્રકાશિત કરે છે. એટલે એક સૂર્ય પહેલા મંડલમાં ૩/૧૦ ત્રણ દશાંશ ભાગ ઉત્તર જંબુદ્વીપક્ષેત્રનો પ્રકાશિત કરે છે. જ્યારે બીજો સૂર્ય ૩/૧૦ ત્રણ દશાંશ ભાગ દક્ષિણ જંબુદ્વીપક્ષેત્રમાં પ્રકાશિત કરે છે. આ સમયે પૂર્વમાં ૨/૧૦ બે દશાંશ ભાગ અને પશ્ચિમમાં ૨/૧૦ બે દશાંશ ભાગ અપ્રકાશિત રહે છે. આ રીતે પ્રથમ મંડલમાં ૬૦ મુહૂર્તના ર/૧૦ ઊ ૧૨ મુહૂર્તની રાત્રિ હોય છે અને ૬૦ મુહૂર્તના ૩/૧૦ ઊ ૧૮ મુહૂર્ત નો દિવસ હોય છે. અંતિમ મંડલમાં પ્રત્યેક સૂર્ય ર/૧૦ ભાગને પ્રકાશિત કરે છે તેથી ૧૨ મુહૂર્તનો દિવસ અને ૧૮ મુહૂર્તની રાત હોય છે. ચોથો પ્રાભૃત મંડલ સંસ્થાન - બે સૂર્યને બે ચંદ્રની સમચોરસ સંસ્થિતિ છે. એટલે કે યુગના પ્રારંભમાં એક સૂર્ય દક્ષિણ પૂર્વમાં હોય છે. જ્યારે બીજો પશ્ચિમ ઉત્તરમાં હોય છે. આ સમયે એક ચંદ્ર “દક્ષિણ પશ્ચિમમાં હોય છે. જ્યારે બીજો “ઉત્તર પૂર્વમાં હોય છે. આ રીતે ચારે વિદિશાઓમાં સમકોણ થાય છે. તેથી આ સંસ્થિતિ સમચોરસ કહેલ છે. અથવા સૂર્ય ચંદ્રના વિમાન પણ લંબાઈ, પહોળાઈમાં સમાન છે. આ કારણે વિમાનની અપેક્ષાએ પણ સમચોરસ સંસ્થાન સૂર્ય અને ચંદ્ર મંડલના કહેવાય છે. તાપક્ષેત્ર સંસ્થાન:- કદમ્બ વૃક્ષના ફૂલ જેવો અથવા ગાડાની ધૂંસરી જેવો (સગડુદ્ધિ સંસ્થાન)સૂર્યના તાપક્ષેત્રનો આકાર હોય છે. આ તાપક્ષેત્ર મેરુની પાસે સંકુચિત પુષ્પ, મૂલ ભાગના સમાન હોય છે અને લવણ સમુદ્રની તરફ વિસ્તૃત પુષ્પમુખના ભાગ સમાન હોય છે. પ્રથમ મંડલમાં સૂર્યનો પ્રકાશ મેરુની પાસે મેરુની પરિધિના ૩/૧૦ ભાગમાં હોય છે અને લવણ સમુદ્રની તરફ અંતિમ પ્રકાશિત થવાવાળા ક્ષેત્રની પરિધિનો પણ ૩/૧૦ ભાગ પ્રકાશક્ષેત્ર હોય છે. આ સંપૂર્ણ પ્રકાશ ક્ષેત્ર કદમ્બ વૃક્ષના પુષ્પના આકારનું હોય છે.

Loading...

Page Navigation
1 ... 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305