________________
197
jain
કથાસાર (૫) વિજયસેનસૂરિ પોતાની ‘હિત શિક્ષા' પૃ.૩૮માં લખે છે કે– મુહપત્તિ મોઢા પર બાંધવી જોઈએ, બાકી તો બધા વિવિધ દૂષિત પ્રકારો છે, જેમાં કોઈ પુણ્ય અર્થાત્ ધર્મ નથી. (૬) આચાર્ય શ્રી લબ્ધિવિજયજી હરીબલ મચ્છી કે રાસ' પૃ. ૭૩ માં લખે છે કે- સાધુ જન મુખ મુહપત્તિ, બાંધી કહે જિન ધર્મ – અહીં પણ મોઢા પર મુહપત્તિ બાંધીને જિન ધર્મ-જિનોપદેશ કરવાનું કથન છે. (૭) “સાધવિધિ પ્રકાશમાં કહ્યું છે–સાધ પ્રતિલેખના કરતી સમયે મહપત્તિ બાંધી લે. (૮) પ્રભસૂરિકૃત યતિદિનચર્યા સટીક'માં કહ્યું છે કે સાધુ શૌચાદિ જાય ત્યારે પણ મુહપત્તિ બાંધી લે. (૯) હેમચંદ્રાચાર્ય કૃત યોગ શાસ્ત્રની કૃતિમાં કહ્યું છે કે ભણતી વખતે અને પ્રશ્ન વગેરે પૂછતી વખતે મુહપત્તિ બાંધીને પ્રશ્ન પૂછે અથવા ભણાવે. (૧૦) શતપદી' ગ્રંથમાં કહ્યું છે કે ઉપદેશ દેતી વખતે પણ સાધુઓએ મુહપત્તિ બાંધવી. (૧૧) “આચાર દિનકર' ગ્રંથમાં લખેલું છે કે મકાનનું પ્રમાર્જન કરતી વખતે અને વાંચન આદિ કાર્યોમાં પણ મોં પર મુહપત્તિ બાંધે. (૧૨) બૃહત્કલ્પ ભાષ્યમાં કહ્યું છે કે ગણધર મહારાજ પણ વ્યાખ્યાન વાંચતી વખતે મુહપત્તિ બાંધતા હતા. (૧૩) નિશીથ ચૂર્ણિમાં લખ્યું છે કે કોઈની સાથે વાર્તાલાપ કરતી વખતે સાધુએ મુહપત્તિ બાંધી લેવી જોઈએ. (૧૪) પ્રતિક્રમણ કરતી વખતે મુહપત્તિ બાંધવાનું તો કેટલાય આચાર્યોએ પ્રતિક્રમણના વિવિધ ગ્રંથોના પ્રારંભમાં જ લખ્યું છે. (૧૫) પ્રવચન સારોદ્વાર' ગ્રંથમાં લખ્યું છે કે મુહપત્તિ સંપાતિમ જીવોની રક્ષાને માટે છે.
(સંપાતિમ જીવોની રક્ષા મુખ પર બાંધવાથી જ થાય.) (૧૬) બુદ્ધિ વિજયજીએ પોતાના વૃદ્ધ સંતોને પ્રશ્ન કર્યો કે ઘડીએ ઘડીએ આમ મુખ પર મુહપત્તિ કેમ બાંધો છો? ત્યારે વૃદ્ધ સંતોએ જવાબ આપ્યો કે શાસ્ત્રોમાં મુહપત્તિ બાંધવાનું કહ્યું છે અને પરંપરાથી બાંધતા આવ્યા છીએ, એમ આપણે પણ આમ વારંવાર બાંધી લઈએ છીએ. (૧૭) શિવપુરાણ અધ્યાય ૨૧માં જૈન સાધુનો પરિચય આ પ્રમાણે આપ્યો છે–
હસ્તે પાત્ર દધાનાશ્વ, તુડે(મુખે) વસ્ત્રસ્ય ધારકો .- મલિનાચેવ વાસાંસિ, ધારયંતિ અલ્પ ભાષિણઃ | અહીં મુખ પર વસ્ત્ર ધારણ કરવાવાળા અર્થાત્ બાંધવાવાળાને જૈન સાધુ કહેલ છે. અર્થાત્ શિવપુરાણ રચનારાને પોતાના સમયમાં આવા મુખવસ્ત્રિકા બાંધનારા સાધુઓ દષ્ટિગોચર થયા હશે. (૧૮) પિંડનિર્યકતિ ગાથા ૨૮ માં મુખવસ્ત્રિકાને તથા રજોહરણને એવા ઉપકરણ તરીકે વર્ણવ્યા છે કે જેમને જરા વાર પણ વિરામ અપાતો નથી, સાધુને વધારે સમય મૌન ધારણ કરવાની સલાહ આપનાર આગમોનો આમ કહેવા પાછળનો હેતુ સ્પષ્ટ છે કે તે હંમેશા મુખ પર હોવી જોઈએ. ધોવણ પાણીની પ્રાપ્તી માટે ક્ષેત્ર અને કાળ પ્રતિકુળ લાગતું હોય કદાચ પણ તેથી પણ સુક્ષ્મ વાયુકાયની દયા પાળવા માટે કોઈ અડચણ નથી . કેટલાક શ્રાવકોની પાસે તો મુખવસ્ત્રિકા હોતી પણ નથી . મુખવસ્ત્રિકાને સ્થાનકવાસીન ચિત સમજવાને બદલે જૈનોન ચિત સમજવું જોઈએ. અને જતનાં તત્વનાં પારખ બનવું જોઈએ. (૧) મુખવસ્ત્રિકા જૈનનું ચિહ્ન છે (૨) સૂત્ર પર, પુસ્તક પર, પાસેની વ્યકતિ પર ઘૂંક ઉડવાથી રક્ષા કરે છે. (૩) વાયુકાય તથા ત્રસ–સંપાતિમ જીવોની રક્ષા કરવાવાળી છે.
આ સિવાય શ્રાવકાચારમાં મુનિ દર્શન કરવાના પાંચ નિયમ(અભિગમ) શાસ્ત્રમાં ઘણી જગ્યાએ બતાવ્યા છે, તેમાં પણ મુનિઓની સેવામાં ઉપસ્થિત રહેતી વખતે શ્રાવકે ઉઘાડા મુખે રહેવાની મનાઈ કરી છે. અર્થાત્ મોઢા પર કપડું લગાડીને જ મુનિની સીમામાં પ્રવેશ કરવાનું જણાવ્યું છે. ગુરુજનો ઉઘાડા મુખે બોલનારને ઉતર આપવાની મનાઈ ફરમાવે તોજ શ્રાવકો શીખશે.
મોટા-મોટા શેઠ, સેનાપતિ, રાજા વગેરે જે કોઈ પણ શ્રાવક હોય તેઓ શાસ્ત્રાજ્ઞાનું પાલન કરતા તથા વસ્ત્ર લગાડીને જ મુનિની સેવામાં પ્રવેશ કરતા હતા. - તેથી એક ગુણ તો સ્પષ્ટ થાય છે જ કે મુહપત્તિ બાંધવાથી, પાસે ઉભેલા શ્રમણોની સાથે વાતચીત કરતી વખતે પોતાનું ઘૂંક તેમના પર ઉડે નહીં. ઉઘાડા મોએ બોલવાથી જિનાજ્ઞાની મર્યાદાનો લોપ થાય છે અને મુખમાંથી ઘૂંક ઉછળીને કેટલીકવાર બીજા પર ઉડે છે ! જેથી આશાતના થાય છે. મંદિરમાર્ગી મૂર્તિની આશાતનાથી બચવા મોઢા પર વસ્ત્ર બાંધી મૌનપૂર્વક જ પૂજા કરે છે પરંતુ શાસ્ત્રાન્ના ભંગ કરીને પણ ગુરુઓની સામે આવે ત્યારે મોંએ વસ્ત્ર બાંધતા શરમનો અનુભવ કરે છે અને કેટલાક સ્થાનકવાસી લોકો પણ આળસને કારણે મુહપત્તિ બાંધતા નથી તે પણ ઠીક નથી. પોતાના નિયમો અને વિધિ વિધાનોનું દરેક ક્ષેત્રમાં ધ્યાન રાખવું જ જોઈએ.
પરિશિષ્ટ : અધ્યયન-૨:–બ્રહ્મચર્યની જાણો શુદ્ધિ, ઉપનિયમોમાં જેની બુદ્ધિ (૧) દૂધ, ઘી, મીઠાઈ, માવા-મલાઈ, માખણ આદિ પૌષ્ટિક પદાર્થોનું સેવન ન કરવું, બદામ-પિસ્તા આદિ મેવાના પદાર્થોનો પણ ત્યાગ કરવો. (૨) આ પદાર્થોની ક્યારેક જરૂર હોય તો અલ્પ માત્રાનું ધ્યાન રાખવું અને નિરંતર અનેક દિવસ સુધી સેવન ન કરવું. (૩) મહિનામાં ઓછામાં ઓછા ચાર દિવસ આયંબિલ અથવા ઉપવાસ આદિ તપસ્યા અવશ્ય કરવી. (૪) હંમેશાં ઊણોદરી કરવી અર્થાત્ કોઈપણ સમયે પૂર્ણ ભોજન ન કરવું.(પેટ ભરી જમવું નહિ). તેમજ સાંજના સમયે ભોજન ન કરવું અથવા અતિ અલ્પ માત્રામાં આહાર લેવો. (૫) સ્વાથ્ય અનુકૂળ હોય તો એકવારથી વધુ ભોજન ન કરવું અથવા યથા સંભવ ઓછી વખત ખાવું. તેમજ એકવારના ભોજનમાં પણ ખાદ્ય પદાર્થોની સંખ્યા બહુ ઓછી રાખવી. (૬) ભોજનમાં મરચાં-મસાલાની માત્રા અતિ અલ્પ રાખવી, અથાણા આદિનું સેવન ન કરવું. તેમજ તળેલા ખાદ્ય પદાર્થોનું સેવન ન કરવું. ચૂર્ણ અથવા ખાટા પદાર્થોનું સેવન ન કરવું.