Book Title: Kathasar
Author(s): Jain Yuth Foram
Publisher: Jain Yuth Foram

View full book text
Previous | Next

Page 261
________________ આગમ-કથાઓ 260 આ પ્રકારે રુચક પર્વતની દક્ષિણ, પશ્ચિમ અને ઉત્તર દિશામાં રહેવાવાળી ૮-૮ દિશાકુમારીઓ આવે છે અને વંદના નમસ્કાર કરીને ક્રમશઃ ઝારી, પંખા અને ચામર હાથમાં લઈને પોત પોતાની દિશામાં ઉભી રહે છે. ચાર વિદિશાની એક એક એમ કુલ ચાર દેવીઓ રૂચક પર્વતથી આવે છે. ઉક્ત વિધિ પૂર્વક ચારે વિદિશામાં દીપક લઈને ઉભી રહે છે. (૪) મધ્ય રુચક પર્વત વાસિની ચાર દિશાકુમારીઓ આવે છે અને ઉક્ત વિધિથી શિષ્ટાચાર કરીને પછી તીર્થકરના નાભિનાલને ચાર અંગલ છોડીને કાપે છે અને યથાસ્થાન પર ખાડો ખોદીને એમાં દાટી દે છે(અવશેષ ખાડાને રત્નોથી પરીને હરતાલના દ્વારા એના પર ચબૂતરો બનાવે છે). એની ત્રણ દિશાઓમાં કદલી ગ્રહની રચના કરીને એ ત્રણેમાં એક-એક ચોખંડું બનાવે છે. પ્રત્યેક ચોખંડામાં સિંહાસન બનાવે છે. પછી તીર્થકરની માતાની પાસે આવીને તીર્થકરને હથેળીઓમાં ગ્રહણ કરે છે અને તીર્થકર માતાને હાથથી પકડીને એ દક્ષિણી કદલી ગૃહના ચોખંડામાં લાવે છે. બંનેને સિંહાસન પર બેસાડીને તેલાદિથી અત્યંગ કરીને એના પછી ઉબટન કરીને પૂર્વી કદલી ગૃહના ચોખંડામાં લાવે છે. ત્યાં સ્નાન વિધિ કરાવીને પછી ઉત્તરી ગૃહના ચોખંડામાં લાવે છે અને ચલહિમવંત પર્વતથી મંગાવેલા ચંદનથી હવન કરે છે. પછી એ રાખની રક્ષા પોટલી બનાવીને તીર્થકર અને એની માતાને ડાકણ, શાકન, નજર આદિ દોષોથી બચાવવા માટે બાંધી દે છે. પછી બે મણિ- રત્નમય પત્થરોને ઘસીને અવાજ ભગવાનના કાનની પાસે કરીને એને પોતાની તરફ આકર્ષિત કરીને દીર્ધાય થવાના આર્શીવચન આપે છે. પછી યથા સ્થાન લાવીને માતાને સુવડાવી દે છે અને તેની બાજુમાં તીર્થકર ભગવાનને સુવડાવી દે છે. આ બધા કાર્યક્રમમાં એ બધા દેવ દેવીઓ ભાગ લે છે, ગાવાનું વગાડવાનું વગેરે કરે છે. સુવડાવ્યા પછી એ ૫૬ દિશાકુમારીઓ મળીને ત્યાંજ રહીને મંગળ ગીત ગાય છે. ચોસઠ ઇન્દ્રો દ્વારા જન્માભિષેક:- શક્રેન્દ્રનું આસન ચલાયમાન થતાં અને જ્ઞાનમાં ઉપયોગ લગાવવાથી તીર્થકર ભગવાનનો જન્મ થવાની જાણ થાય છે. સિંહાસનથી ઉતરીને મુખ સામે ઉત્તરાસંગ લગાવીને ડાબો પગ ઊંચો કરીને ત્રણ વાર મસ્તક નમાવીને વંદન કરે છે. પછી સિદ્ધોને નમોત્થણે દઈને તીર્થકર ભગવાનને નમોત્થણના પાઠથી સ્તુતિ કરીને નમસ્કાર કરે છે. પુનઃ સિંહાસનારુઢ થઈને પાયદળ સેનાના અધિપતિ હરિપ્લેગમેલી દેવના દ્વારા સુઘોષા ઘંટા વગડાવીને બધા દેવ દેવીઓને સાવધાન કરીને તીર્થકર જન્મ મહોત્સવ પર જવાની સૂચના દેવડાવે છે. અવિલંબ બધા દેવો ઉપસ્થિત થાય છે. પાલક વિમાનનો અધિપતિ આભિયોગિક દેવ શક્રેન્દ્રનો આદેશ પામીને વિમાનને સુસજ્જિત અને તૈયાર કરે છે. આ પ્રકારે અવિલંબ પ્રસ્થાન કરે છે. નંદીશ્વર દ્વીપમાં દક્ષિણ-પૂર્વમાં રતિકર પર્વત(ઉત્પાત પર્વત) પર આવીને વિમાનને સંકુચિત કરીને તીર્થકરની જન્મ- નગરીમાં આવે છે. અધોલોકની દિશાકુમારીની સમાન યાવત્ માતાને ભયભીત નહીં થવાને માટે નિવેદન કરે છે. શક્રેન્દ્રના પાંચ રૂપ :- તત્પશ્ચાત્ માતાને નિદ્રાધીન કરી દે છે અને તીર્થકર ભગવાનના જેવા શિશુરૂપની વિદુર્વણા કરીને માતાની પાસે રાખી દે છે. શક્રેન્દ્ર સ્વયંના પાંચ રૂ૫ વિકર્વિત કરે છે. એક રૂપથી તીર્થકરને પોતાની હથેળીમાં લે છે, એક રૂપથી છત્ર, બે રૂપોથી બંને બાજુમાં ચામર અને એક રૂપમાં વજ હાથમાં લઈને આગળ ચાલે છે. આ પ્રકારે બધા દેવ દે જ હાથમાં લઈને આગળ ચાલે છે. આ પ્રકારે બધા દેવ દેવીઓની સાથે તે શક્રેન્દ્ર મેરુ પર્વત પર પંડકવનમાં પહોંચીને દક્ષિણી અભિષેક શિલા પર સ્થિત સિંહાસન પર તીર્થકરને લઈને બેસી જાય છે. બધા ઈન્દ્ર મેરુ પર:– આ જ ક્રમથી બીજા દેવલોકથી ૧૨મા દેવલોક સુધીના ઈન્દ્ર અને ભવનપતિ વ્યંતર જયોતિષીના ઇન્દ્ર પણ જન્મ નગરીમાં ન જતાં સીધા મેરુ પર્વત પર જ પહોંચી જાય છે. તીર્થકર ભગવાનને વંદન નમસ્કાર કરીને પર્યાપાસના કરે છે. અચ્યતેન્દ્ર દ્વારા અભિષેક પ્રારમ – બારમા દેવલોકના અચ્યતેન્દ્ર પોતાના આભિયોગિક દેવોને અભિષેક સામગ્રી લાવવાનો આદેશ દે છે. તે દેવ કળશ, કડછી, છાબડી, રત્ન કરંડક આદિ હજારો વસ્તુઓ વિર્તિત કરતા જાય છે. ક્ષીર સમુદ્ર, માગધાદિ તીર્થ, પર્વત, ક્ષેત્રો, નદી, દ્રહ, આદિ ક્યાંકથી પાણી, કયાંકથી પાણી અને કૂલ, કયાંકથી પાણી માટી આદિ પવિત્ર અભિષેક સામગ્રી સંપૂર્ણ અઢી દ્વીપના ક્ષેત્ર, પર્વતો, નદીઓ તીર્થો આદિમાં જઈને ઉપયુક્ત સામગ્રી લઈને મેરુ પર અય્યતેન્દ્ર પાસે પહોંચે છે. પછી અચ્યતેન્દ્ર તે મંગલ પદાર્થોથી જળ માટી કૂલ આદિથી તીર્થકર ભગવાનનો જન્માભિષેક કરે છે. કોઈક દેવ વાજિંત્ર આદિનો ધ્વનિ ફેલાવે છે. અનેક કુતૂહલી દેવ અનેક પ્રકારે હર્ષાતિરેકથી કુતૂહલ કૃત્ય કરે છે. અય્યતેન્દ્ર જળ આદિથી અભિષેક કરી મસ્તક પર અંજલિ કરી, નમન કરી, જય જય કાર કરે છે. પછી મુલાયમ રૂંવાટીદાર વસ્ત્રથી ભગવાનના શરીરને લૂછીને ગોશીર્ષ ચંદન આદિ લગાવીને વસ્ત્ર યુગલ પહેરાવે છે, અલંકૃત વિભૂષિત કરે છે. પછી ચોખાથી ભગવાનની સમક્ષ અષ્ટ મંગલ ચિન્હ બનાવે છે. પુષ્પ એવં રત્ન આદિના ભટણા ચઢાવે છે. જેથી ગોઠણ પ્રમાણ ઢગલા થઈ જાય છે. પછી ૧૦૮ શ્લોકથી ભગવાનની સ્તુતિ કરતાં અનેક ગુણો, ઉપમાઓથી સત્કારિત સમ્માનિત કરી, વંદન નમસ્કાર કરી, યથાસ્થાન રહીને પર્યાપાસના કરે છે. શેષ ઇન્દ્રો દ્વારા અભિષેક:- આ પ્રકારે ૩ ઇન્દ્રો જન્માભિષેક કરે છે. અંતમાં ઈશાનેન્દ્ર પાંચ રૂપ બનાવીને ભગવાનને હાથમાં લઈને બેસે છે. ત્યારે શક્રેન્દ્ર ઉક્ત વિધિથી તીર્થકર ભગવાનનો જન્માભિષેક કરે છે. વિશેષતા એ છે કે ચાર સફેદ બળદ વિકર્વિત કરીને તેના આઠ શિંગડાંથી પાણીને ઉપર ફેલાવી એક સ્થાનમાં મેળવીને ભગવાનના મસ્તક પર અભિષેક કરે છે. સમારોહ સમાપન, શક્રેન્દ્ર જન્મ નગરીમાં - આ રીતે સંપૂર્ણ અભિષેક વિધિના સમાપન થવા પર શકેન્દ્ર પૂર્વ વિધિ અનુસાર ભગવાનને લઈને જન્મ નગરીમાં આવે છે. ભગવાનને માતા પાસે સુવડાવીને વિકર્વિત શિશુ રૂપને હટાવીને માતાની નિદ્રા સમાપ્ત કરે છે. વસ્ત્ર યુગલ અને કુંડલ યુગલ ભગવાનના ઓશીકા પાસે રાખી દે છે. એક સુંદર રત્નોનું ઝૂમખું ભગવાનના દષ્ટિ પથ ઉપર છત પર લટકાવી દે છે. વૈશ્રમણ દેવના દ્વારા ૩૨ ક્રોડ સોના મહોર આદિ ભંડારમાં રખાવી દે છે. અન્ય પણ અનેક વસ્તુઓ ૩૨–૩ર ની સંખ્યામાં રખાવી દે છે. પછી નગરીમાં ઘોષણા કરાવી દે છે કે કોઈ પણ દેવદાનવ(માનવ) તીર્થકર ભગવાન અને

Loading...

Page Navigation
1 ... 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305