Book Title: Kathasar
Author(s): Jain Yuth Foram
Publisher: Jain Yuth Foram

View full book text
Previous | Next

Page 262
________________ jain 261 કથાસાર એમની માતાના પ્રતિ અશુભ અહિતકર મન આદિ કરશે તો એના મસ્તકના ૧૦૦ ટુકડા કરવામાં આવશે. પછી બધા દેવો નંદીશ્વર દ્વીપમાં મહોત્સવ મનાવે છે અને પોતપોતાના દેવલોકમાં પહોંચે છે. વિશેષ : ૫૬ દિશાકુમારીઓ :– ૮ અધો લોકમાં, ૮ મેરુના નંદનવનમાં, ૮ × ૪ – ૩૨ રુચક પર્વતની ચાર દિશાઓમાં, ૪ વિદિશાઓમાં અને ચાર મધ્ય ભાગમાં આ પ્રકારે ૮+૮+૩૨+૪+૪ ૫૬ દિશાકુમારીઓ ભવનપતિના દિશાકુમાર જાતિની ઋદ્ધિવાન દેવીઓ છે. ૬૪ ઇન્દ્ર :- ૧૦ ભવનપતિના ઉત્તર દક્ષિણની અપેક્ષા ૨૦ ઇન્દ્ર છે. ભૂત પિશાચ આદિ આઠ અને આણપત્ની આદિ આઠ એમ ૧૬ જાતિના વ્યંતરોના ઉત્તર દક્ષિણની અપેક્ષા ૩૨ ઇન્દ્ર છે. જયોતિષીના બે ઇન્દ્ર છે અને વૈમાનિકના આઠ દેવલોકોના આઠ ઇન્દ્ર છે. નવમા દસમાના એક અને અગિયારમા બારમાના એક એમ કુલ ૧૦ વૈમાનિકના ઇન્દ્ર છે. આ પ્રકારે ૨૦+૩૨+૨+૧૦-૬૪. ઇન્દ્રોના ઘંટા વૈમાનિકના પહેલા, ત્રીજા, પાંચમા, સાતમા, નવમા ઇન્દ્રના સુઘોષા ઘંટા, હરિણેગમેષી સેનાધિપતિ, ઉત્તરમાં નિર્માણ માર્ગ અને દક્ષિણ પૂર્વમાં રતિકર ઉત્પાત પર્વત છે. = બીજા, ચોથા, છઠ્ઠા, આઠમા અને દસમા ઇન્દ્રની મહાઘોષા ઘંટા, લઘુ પરાક્રમ નામક સેનાધિપતિ, નિર્માણ માર્ગ(દેવલોકથી નીકળવાનો રસ્તો), દક્ષિણમાં એવં ઉત્તર પૂર્વમાં રતિકર ઉત્પાત પર્વત છે. છઠ્ઠો વક્ષસ્કાર પૂર્વ વક્ષસ્કારોમાં જે જંબુદ્વીપ સંબંધી વિસ્તૃત વર્ણન કર્યું છે. એજ વિષયોને અહીં સંકલન પદ્ધતિથી કહેલ છે. તે સંકલનના વિષય ૧૦ છે. (૧) ખંડ :– એક લાખ યોજન લાંબા પહોળા જંબૂદ્વીપના ભરતક્ષેત્ર પ્રમાણ પહોળાઈ વાળા ૧૯૦ ખંડ થઈ શકે છે. અર્થાત્ પર૬.૩૨ × ૧૯૦ ઊ એક લાખ થાય છે. (૨) યોજન :– જો જંબુદ્રીપ ક્ષેત્રના એક યોજનના લાંબા, પહોળા ખંડ કલ્પિત કરીએ તો ૭,૯૦,૫૬,૯૪,૧૫૦ સાત અરબ, નેવું કરોડ, છપ્પન લાખ, ચોરાણું હજાર, એક સો પચાસ ખંડ થાય છે. (૩) વર્ષ ક્ષેત્ર ! :– સાત છે– ભરત, ઐરવત, હેમવત, હૈરણ્યવત, હરિવર્ષ, ૨મ્યવર્ષ, અને મહાવિદેહ. (૪) પર્વતઃ– ૨૬૯ છે. જુઓ— ચોથા વક્ષસ્કારમાં. (૫) કૂટ :- ૪૬૭+૫૮ ઊ પ૨૫ છે. જુઓ– ચોથા વક્ષસ્કારમાં. (૬) તીર્થ :– માગધ, વરદામ, પ્રભાસ, આ ત્રણે તીર્થ ૩૨ વિજયમાં અને ભરત ઐરાવતમાં છે. અતઃ ૩૪ × ૩ ઊ ૧૦૨ છે. (૭) શ્રેણિઓ :– ૩૪ વિજયોમાં બે વિદ્યાધરોની અને બે આભિયોગીકોની શ્રેણિઓ છે. અતઃ ૩૪ × ૨ × ૨ ઊ ૧૩૬ શ્રેણિઓ છે. (૮) વિજય, ગુફા, રાજધાની આદિ :– ૩૪ વિજય છે, ૩૪ રાજધાનીઓ છે, ૩૪ ઋષભ ફૂટ છે, ૩૪ × ૨ ઊ ૬૮ ગુફાઓ છે અને એમના ૬૮ કૃતમાલક અને નૃતમાલક નામક કુલ દેવ છે. (૯) દ્રહ :– ૧૬ મહાદ્રહ છે. ૫ દેવ કુરુમાં ૫ ઉત્તર કુરુમાં ૬ વર્ષધર પર્વતો પર છે. એમ કુલ ૫+૫+૬ ઊ ૧૬ છે. (૧૦) નદી :– ૬ વર્ષધર પર્વતોમાંથી ૧૪ મહાનદીઓ નીકળી છે. ૩૨ વિજયોમાં ૬૪ નદીઓ કુંડોમાંથી નીકળી છે અને ૧૨ અંતર નદીઓ પણ કુંડોમાંથી નીકળી છે. તે કુલ ૧૪+૬૪+૧૨ ઊ ૯૦ મહાનદીઓ છે. ચૌદ મહાનદીઓના નામ આ પ્રકારે છે ઃ– (૧) ગંગા (૨) સિંધુ (૩) ૨કતા, (૪) ૨કતવતી (૫) રોહિતા (૬) રોહિતાંશા (૭) સુવર્ણ કૂલા (૮) રુપ્પકૂલા (૯) હિરસિલલા (૧૦) હિરકાંતા (૧૧) નરકાંતા (૧૨) નારીકંતા (૧૩) સીતા (૧૪) સીતોદા એમ ક્રમશઃ ભરત ઐરવત, હેમવંત, હૈરણ્યવંત, હરિવાસ, રમ્યાસ અને મહાવિદેહની નદીઓ છે. ૬૪ નદીઓ ગંગા, સિંધુ, ૨ક્તા, રક્તવતી એમ ચારે ૧૬–૧૬ની સંખ્યામાં મહાવિદેહમાં છે. ૧૨ અંતર નદીઓના નામ પહેલી વિજયથી ૩૨ વિજય સુધી ક્રમશઃ આ પ્રકારે છે. (૧) ગ્રાહાવતી (૨) દ્રહાવતી (૩) પંકાવતી (૪) તપ્તજલા (૫) મત્તજલા (૬) ઉન્મત્તજલા (૭) ક્ષીરોદા (૮) શીતશ્રોતા (૯) અંતરવાહિની (૧૦) ઉર્મિમાલિની (૧૧) ફેણમાલિની (૧૨) ગંભીરમાલિની. આ બધી નદીઓનો કુલ પરીવાર ૧૪,૫૬,૦૦૦ ચૌદ લાખ છપ્પન હજાર છે. એમાં ૭,૨૮,૦૦૦ નદીઓ પૂર્વી સમુદ્રમાં મળે છે અને ૭,૨૮,૦૦૦ નદીઓ પશ્ચિમી લવણ સમુદ્રમાં મળે છે. પરિવારની અલગ અલગ નદીઓ ચોથા વક્ષસ્કારમાં જુઓ. સાતમો વક્ષસ્કાર (૧) જંબૂદ્વીપમાં ૧૮૦ યોજન ક્ષેત્રમાં ૬૫ સૂર્ય મંડળ છે. લવણ સમુદ્રમાં ૩૩૦ યોજન ક્ષેત્રમાં ૧૧૯ સૂર્ય મંડળ છે. કુલ ૫૧૦ યોજનમાં ૧૮૪ મંડળ છે. (૨) મેરુ પર્વતથી પહેલું મંડળ ૪૪૮૨૦ યોજન અને અંતિમ મંડલ ૪૫૩૩૦ યોજન દૂર છે. (૩) પાંચ ચંદ્ર મંડળ જંબુદ્રીપમાં છે. એવં દસ ચંદ્ર મંડલ લવણ સમુદ્રમાં છે. ચંદુનાં મંડળને માટે અયન અને સૂર્યનાં મંડળને માટે માંડલા શબ્દ વપરાયો છે. ચંદુની ચાંદની(ચંદ્રીકા) અને સૂર્યનો તડકો(આતાપ) છે. દેવ દ્વારા અનવસ્થીત પ્રકાશ તથા આતાપ આપે છે. પૃથ્વી તથા જીવોને સ્પર્શ કરે છે. ધ્વજા ઉપાડી હોય એમ હર્ષપૂર્વક કલકલ અવાજ કરતાં ગતિ કરે છે. ચારે દિશામાં વિવિધ રૂપોની વિકર્વણા કરે છે. ચંદ્ર મંડલોનો આયામ વિખુંભ, મુહૂર્ત ગતિ, ચક્ષુસ્પર્શઃ મંડલ મુહૂર્તગતિ ચક્ષુસ્પર્શ આયામ વિખંભ યો. પરિધિ યો.

Loading...

Page Navigation
1 ... 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305