Book Title: Kathasar
Author(s): Jain Yuth Foram
Publisher: Jain Yuth Foram

View full book text
Previous | Next

Page 260
________________ કથાસાર jain 259 કુલ ઊ ૧,૦૦,૦૦૦ યોજન નોંધઃ મેરુના પંડક વનનો પાઠ જોવાથી જાણ થાય છે કે ભવનને જ કાલાંતરમાં સિદ્ધાયતન કહેવાની સર્વત્ર કોશીશ કરવામાં આવી છે. કારણ કે સિદ્ધાયતન કોનું હોઈ શકે છે? કોઈ પણ સિદ્ધ તો સાદિ અનંત છે અને આ સિદ્ધાયતન અનાદિનું છે તો એમાં પ્રતિમા કોની હોઈ શકે? પ્રતિમા તો કોઈ સાદિ વ્યક્તિની હોય છે. તેથી અનાદિ પ્રતિમાઓ અને સિદ્ધાયતનોના હોવાની કાંઈપણ સાર્થકતા એવં સંગતિ થઈ શકતી નથી. જો કોઈ વ્યક્તિની કે મનુષ્યના આત્માની પ્રતિમા ત્યાં નથી તો તે વગર વ્યક્તિત્વની પ્રતિમા કેવી છે? અને કોની છે ? અર્થાત તે વગર અસ્તિત્વની આકાશ કસમવત હોય છે. આ પ્રકારે વગર વ્યક્તિત્વની પ્રતિમા અને જિનાલયનું હોવું નિરર્થક છે. તેથી એવું પ્રતીત થાય છે કે આ શાશ્વત સ્થાનોના ઉક્ત જિનાલયો સિદ્ધાયતનો અને પ્રતિમાઓથી કોઈ પણ પ્રયોજન નથી. જેથી આ સ્પષ્ટ થાય છે કે મધ્ય કાલમાં કોઈના દ્વારા એવા પાઠ કલ્પિત કરી યત્ર તત્ર આગમમાં જોડી દીધા છે. ૬૮ ૨૬ પુષ્કરણીઓ: બે વૃક્ષોના વનોમાં ૧૬ x ૨ ઊ ૩૨ મેરુના ચાર વનોમાં ૧૬ ૪૪ ઊ ૬૪ કુલ ૯૬ ભવન પ્રાસાદ :દ દ્રહોમાં | ઊ ૭,૦૧,૬૮૦ ૧૦ દ્રહોમાં ઊ ૫,૦૧,૨૦૦ ૩૪૪૩ ઊ ૧૦૨ તીર્થોમાં ઊ ૧૦૨ ૩૪ ૪૨ ઊ ૬૮ નદીઓના કુંડોની મધ્યમાં ૧૪+ ૧૨ ઊ ૨૬ નદીઓના કુંડોમાં ઊ ૪૬૭ પર્વતીય કૂટો પર ૪૬૭–૨૦ ઊ બે વૃક્ષોની શાખાઓ પર ૪ x ૨ ઊ બે વૃક્ષોના વનોમાં ભવન ૪ ૪૨ ઊ બે વૃક્ષોના વનોમાં પુષ્કરણિઓમાં ૪ ૪૨ મેરુના ચાર વનોમાં પુષ્કરણિઓમાં ૪ ૪૪ મેરુના બે વનોમાં ૧૭ કૂટો પર ઊ બે વૃક્ષોના આઠ આઠ કૂટો પર ઊ ૧૬ ૩૪ ઋષભ કૂટો પર કુલ ૧૨,૦૩,૫૯૦ નોટ - સિદ્ધાયતનોના પાઠોને પ્રક્ષિપ્ત માનવાથી કૂટોની સંખ્યામાં અને ભવનોની સંખ્યામાં પણ હીનાધિકતા થાય કારણ કે સિદ્ધાયતન નામક કૂટનું અસ્તિત્વ જ નહીં રહે એવું કેટલાક સિદ્ધાયતન તો ભવનની ગણતરીમાં આવી જાય. ૧૬ ૧૭ उ४ પાંચમો વક્ષસ્કાર જે કોઈ પણ ક્ષેત્રોમાં તીર્થકરોની માતા તીર્થકરને જન્મ દે છે ત્યાં ભવનપતિ દેવોની પ્રસિદ્ધ ઋદ્ધિ સંપન ૫૬ દિશા કુમારી દેવીઓ આવીને તીર્થકરના જન્મ સંબંધી કૃત્ય ઉત્સવ કરે છે. એના પછી ૬૪ ઇન્દ્ર ક્રમશઃ આવે છે અને બધા મળીને મેરુ પર્વત પર જન્માભિષેક કરે છે. એનું વિવરણ આ પ્રમાણે છે. દિશાકુમારીઓ દ્વારા જન્મ કૃત્ય – (૧)અધોલોક વાસિની આઠ દિશાકુમારીઓ આસન ચલાયમાન થવાના સંકેતથી મનુષ્ય લોકમાં તીર્થકરના જન્મ નગરમાં આવે છે. એમની સાથે ૪ મહરિકા, ચાર હજાર સામાનિક દેવ આદિ અનેક દેવ દેવીઓનો પરિવાર સેંકડો સ્તંભોવાળા વિકુર્વણાથી તૈયાર કરેલા વિશાલ વિમાનમાં આવે છે. આકાશમાં રહેલા વિમાન દ્વારા તીર્થકર જન્મ ભવનની ત્રણ વાર પ્રદક્ષિણા લગાવીને ઉત્તર પૂર્વ વિભાગમાં યથાસ્થાન વિમાનને ભૂમિ પર ઉતારે છે. તે વિમાન ભૂમિથી ચાર અંગુલ ઉપર રહે વિમાનથી ઉતરીને બધા દેવ-દેવી શોભાયાત્રારૂપે તીર્થકરના જન્મ ભવનની પાસે આવે છે. દિશાકુમારીઓ અંદર જઈને તીર્થકરની માતાને મસ્તક પર અંજલિ કરતા આવર્તન કરીને પ્રણામ કરે છે. “રત્ન કુક્ષ ધારિણી' આદિ સારા સંબોધન(વિશેષણો)થી એમને સંમાનિત કરી ધન્યવાદ, પુણ્યવાદ અને કૃતાર્થવાદ દેતાં, પોતાનો પરિચય અને આવવાનું કારણ કહે છે તથા ‘ભયભીત થશો નહીં' એવું નિવેદન કરે છે. પછી તે એ નગરીની તથા એની આસપાસ એક યોજન પ્રમાણના ક્ષેત્રની સફાઈ કરે છે. જે પણ નાનો મોટો કચરો ગંદકી આદિ હોય એને પૂર્ણતયા સાફ કરી, પુનઃ આવીને તીર્થકરની માતાથી યોગ્ય દૂર રહીને ગીત ગાતા સમય વ્યતીત કરે છે. (૨) ઉર્ધ્વ લોકમાં મેરુના નંદનવનમાં ૮ કૂટો પર રહેવાવાળી ઉર્ધ્વ લોકવાસિની આઠ દિશાકુમારીઓ પણ આવે છે. આના સંબંધી વર્ણન પૂર્વવત્ સમજવું. આ દિશાકુમારીઓ મંદ મંદ વૃષ્ટિ કરી એવં પુષ્પ વૃષ્ટિ કરી તે નગરીને દેવોને આવવાને યોગ્ય સુગંધિત બનાવીને, તીર્થકરની માતાની પાસે આવીને ગીત ગાતા ઊભી રહે છે. (૩) રુચક દીપના મધ્યવર્તી રુચક પર્વત પર પૂર્વદિશામાં રહેવાવાળી ૮ દિશા કુમારીઓ પૂર્વવતું આવે છે, તીર્થકરની માતાને આદિ કરીને હાથમાં દર્પણ લઈને પૂર્વદિશામાં ઉભી રહે છે.

Loading...

Page Navigation
1 ... 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305