Book Title: Kathasar
Author(s): Jain Yuth Foram
Publisher: Jain Yuth Foram

View full book text
Previous | Next

Page 265
________________ 264 આગમ-કથાઓ તથા ભાષા પણ વિચિત્ર હોવાને કારણે લિપિકાલમાં પણ થોડી અલનાઓ થવી સ્વાભાવિક છે. આ કારણે વર્તમાન યુગના વિદ્વાન સંપાદક અને વ્યવસ્થિત પ્રકાશિત કરવાનો પ્રયત્ન કરવા છતાં આના પાઠોના સંબંધમાં પણ અનેક શંકાઓ ઉપસ્થિત કરવાની પ્રવૃત્તિ કરે છે. આટલું થવા છતાં પણ એ સમસ્ત અલનાઓ સુસાધ્ય છે અને એ સંદેહ પણ સમાધાન સંભાવિત છે. જેનો અનુભવ આ સારાંશ પુસ્તિકથી પણ કરી શકાય છે. વર્તમાને જે રૂપમાં આ જ્યોતિષ ગણરાજ પ્રજ્ઞપ્તિ સૂત્ર ઉપલબ્ધ છે એનું પરિમાણ ૨૨00 શ્લોક પ્રમાણ માનવામાં આવેલ છે. સૂત્રવિષય – આ સૂત્રનો વિષય સીમિત છે, તે છે જ્યોતિષ મંડલનો ગણિત વિષય અને એનો પરિચય. આચાર અને ધર્મકથા આમાં નથી. આ પ્રસંગથી આ સૂત્રમાં સૂર્ય, ચન્દ્ર, ગ્રહ, નક્ષત્ર, તારા આ પાંચ પ્રકારના જ્યોતિષ ગણનું વર્ણન છે. સૂર્યચન્દ્રની ગતિ, ભ્રમણ મંડલ, દિવસ રાત્રિ માન તથા એની વૃદ્ધિ, હાનિ, પ્રકાશક્ષેત્ર, નક્ષત્રોના યોગ, યોગકાલ, પાંચ પ્રકારના સંવત્સર સંબંધી | વિચારણાઓ, ચન્દ્રની કલાવૃદ્ધિ હાનિ, રાહુવિમાન, એ પાંચે ય જ્યોતિષ ગણની સંખ્યા અને સમભૂમિથી અંતર વગેરે વિષયોનું સાંગોપાંગ વર્ણન કરાયું છે. વધારે જાણકારી પ્રારંભિક વિષય સૂચિ અને સૂત્ર સારાંશના અધ્યયનથી જ થઈ શકશે. આ સૂત્રમાં દસમા પ્રાભૂતનો સત્તરમો પ્રતિપ્રાભૃત જૈન સમાજમાં ચર્ચાનો અને સંદિગ્ધતાનો વિષય બનેલ છે. જે આજથી નહીં સેંકડો વર્ષોથી એક પ્રશ્ન ચિહ્ન બનેલ છે. જ્યાં આવીને પ્રત્યેક સંપાદક વિવેચક કાંતો થોભી જાય છે, અથવા તો કલ્પનાઓમાં ઉતરી જાય છે. આ બાબતમાં પ્રસ્તુત સંસ્કરણમાં પણ નવો ચિંતન અનુભવ પ્રસ્તુત કરેલ છે જેને પાઠક સ્વયં સત્તરમાં પ્રતિ પ્રાભૃતમાં જોઈ શકે છે. એનું તાત્પર્ય એ છે કે માંસ વગેરે અખાદ્ય પદાર્થોના પ્રેરક વાકયવાળા પાઠોને સૂત્રકાર યા ગણધર કે બહુશ્રુત રચનાકાર રચે નહીં પરંતુ એ લિપિકાલમાં દૂષિતમતિ લોકોના દ્વારા પ્રક્ષિપ્ત અને વિકૃત તત્ત્વ છે. બીજા સૂત્રોમાં પણ એવા તત્ત્વો કોઈક અંશે જોઈ શકાય છે. જૈનશાસ્ત્રોના નિર્માણ કર્તા એવા ભ્રમકારક શબ્દોનો પ્રયોગ, પ્રેરણાત્મક વાક્યોના રૂપમાં, કોઈપણ અન્ય અર્થના લક્ષ્યથી પણ કરી શકતા નથી. કેમ કે એવું કરવું તેઓને માટે યોગ્ય પણ નથી અને સંયમોચિત પણ નથી. સૂત્ર સંસ્કરણ – આ સૂત્ર પર આચાર્ય મલયગિરિની ટીકા ઉપલબ્ધ છે, જે મુદ્રિત છે. નિર્યુક્તિકાર શ્રી દ્વિતીય ભદ્રબાહુ સ્વામીએ પણ આ સૂત્ર પર નિયુક્તિ વ્યાખ્યા કરેલ હતી, એવો સંકેત પ્રાપ્ત થાય છે. આચાર્ય ઘાસીલાલજી મ.સા. એ પોતાની સમસ્ત આગમોની ટીકા કરવાની પ્રતિજ્ઞા અનુસાર આ સૂત્રની પણ ટીકા લખી છે. જે મુદ્રિત હિન્દી, સંસ્કૃત, ગુજરાતી ત્રણેય ભાષાઓમાં ઉપલબ્ધ છે. આના પૂર્વે આચાર્યશ્રી અમોલક ઋષિજી મ.સાહેબે ઉર આગમોનું હિન્દી અનુવાદ સાથે મુદ્રણ કરાવ્યું હતું. એમાં પણ અનુવાદ સહિત અને આવશ્યક ગણિત વિસ્તાર સાથે આ સૂત્ર મુદ્રિત છે. વર્તમાન યુગની આધુનિક આકર્ષક પદ્ધતિના સંસ્કરણ આગમ પ્રકાશન સમિતિ બાવરથી મુદ્રિત થયા છે. જે સૂત્રોના અર્થ, | વિવેચન, ટિપ્પણો વગેરેથી સુસજ્જત છે. ૩ર સૂત્રોનું એવું સર્વાગીણ મુદ્રણ પૂર્ણ થઈ ગયું છે. જે જૈન સમાજ માટે સંપ્રદાયનિરપેક્ષ રૂપની અનુપમ ઉપલબ્ધિ છે. એ શૃંખલામાં આ સૂત્રનું સંપાદન પૂજ્ય પં. રત્ન શ્રી કનૈયાલાલજી મ.સા. કમલ' એ અર્થ પરમાર્થ ટિપ્પણોની સાથે અનેક પ્રયત્નથી કર્યો, પરંતુ કોઈ કારણોસર બાવરની તે પ્રકાશન સમિતિએ આ સૂત્રને કેવળ મૂળ પાઠ રૂપમાંજ મુદ્રિત કરાવ્યું છે. તો પણ એમાં ટિપ્પણ અને પરિશિષ્ટો દ્વારા સૂત્રનો અલ્પાંશ સ્પષ્ટ કરેલ છે. ત્યાર પછી પૂજ્ય શ્રી કનહૈયાલાલજી મ.સા. ‘કમલ” દ્વારા સ્વતંત્રરૂપે આ સૂત્રના અનુવાદનું પ્રકાશન અનુયોગ ટ્રસ્ટ અમદાવાદથી કરવામાં આવ્યું છે. તે સંસ્કરણની ખાસ વિશેષતા એ છે કે તેમાં પ્રક્ષિપ્તતાના સંદેહવાળા અને જૈન સિદ્ધાંતના બાધક, સત્તરમાં પ્રતિપાહુડને યોગ્ય સૂચન સાથે રિક્ત કરી દીધેલ છે. તે તેઓના શાસન પ્રત્યેના પ્રેમ યક્ત નિડર વ્યક્તિત્વને પ્રગટ કરે છે. પ્રસ્તુત સંસ્કરણ – આ બધા સંસ્કરણો, વિચારો અને કલ્પનાઓને સમક્ષ રાખતા યથા પ્રસંગ આવશ્યક સમાધાનોથી સંયુક્ત કરીને આ પ્રસ્તુત સારાંશ તૈયાર કરવામાં આવ્યો છે. જેનું મૂલ્યાંકન વાચક ગણ, સામાન્ય સ્વાધ્યાયી અને વિદ્વાન મનીષી સ્વયં જ કરી શકશે. વિષય સૂચિ પ્રાભૃત પ્રતિપ્રાકૃત વિષય નક્ષત્રમાસના દિવસ, મુહૂર્તઃ–પરિક્રમા અને મંડલ પરિમાણ, નાના મોટા દિવસનું પરિમાણ, દિવસની ઘટ–વધ (હાનિ વદ્ધિ), હાનિ-વૃદ્ધિનાં કારણ. વર્ષ પ્રારંભ. નાના મોટા દિવસ રાત્રિ કયારે અને કેટલી વાર? અર્ધ મંડલ ગમન અને મંડલાંતર પ્રવેશ, કયા દિવસે, કયો સૂર્ય, કયુ અર્ધમંડલ ચાલે? બે સૂર્યોના નામ, ચલિત અચલિત માર્ગ ગમન, પુનઃચલિતમાં સ્વ–પર ચલિતનો અને અચલિતનોહિસાબ. બંને સૂર્યોનું અંતર અને એની હાનિ વૃદ્ધિ હિસાબ, મતાંતર પાંચ. સૂર્ય ભ્રમણના કુલ ક્ષેત્રનું પરિમાણ અને પાંચ માન્યતાઓ. વિકમ્પન પરિમાણ અને સાત માન્યતાઓ. સૂર્ય ચન્દ્ર વિમાનનું સંસ્થાન અને સાત મિથ્યા માન્યતાઓ. મંડલોનો વિખંભ અને પરિધિ, હાનિ વૃદ્ધિનો હિસાબ, ત્રણ માન્યતાઓ. બંને સૂર્યોનું ભ્રમણ સ્વરૂપ અને સૂર્યોદય. આઠ માન્યતાઓ. કર્ણ કલા અને ભેદઘાત ગતિથી સંક્રમણ. સૂર્યની મંડલોમાં મુહૂર્ત ગતિ અને ચક્ષુ સ્પર્શ, ચક્ષુ સ્પર્શના ઘટ–વધનું ગણિત, ચાર માન્યતાઓ. પ્રકાશ ક્ષેત્રાંશ અને અંધકાર ક્ષેત્રાંશ, ૧૨ માન્યતાઓ. 6 | ... | જ | દ | ૦ | ૦ | | ૦ ૦ ૦ | 0 |

Loading...

Page Navigation
1 ... 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305