Book Title: Kathasar
Author(s): Jain Yuth Foram
Publisher: Jain Yuth Foram

View full book text
Previous | Next

Page 256
________________ કથાસાર jain 255 સ્વામી દેવ દેવીના નામ પણ કૂટના સદશ નથી, પ્રાયઃ ભિન્ન નામ છે. જ્યારે ભદ્રશાલ વનના હસ્તિ કૂટોના નામ અને સ્વામી દેવોના નામ પૂર્ણ સદશ છે અને બધા દેવ છે, દેવી નથી. (૩) સોમનસવન - નંદનવનની સમભૂમિથી ૬૨૫00 યોજન ઉપર ૫00 યોજનના વિસ્તારવાળું વલયાકાર આ વન છે. પદ્મવર વેદિકા અને વન ખંડથી ઘેરાએલ છે. અહીં કૂટ નથી. શેષ પ્રાસાદ આદિ નંદનવનની સમાન છે. આ વનમાં મેરુ પર્વતનો આત્યંતર | વિખંભ ૩૨૭ર યોજન અને બાહ્ય નિખંભ ૪ર૭ર યોજન છે. (૪) પંડગવન :- સોમનસ વનની સમભૂમિથી ૩૬000 યોજન ઉપર મંદર મેરુનું શિખર તલ છે. ત્યાં ૪૯૪ યોજનના વિસ્તારવાળું વલયાકાર આ વન છે. એની મધ્યમાં મંદર ચૂલિકા નામક મેરની ચૂલિકા છે. તે ૪૦ યોજન ઊંચી મૂલમાં ૧૨ મધ્યમાં ૮ અને ઉપર ૪ યોજન વિસ્તારવાળી છે. ગોપુચ્છ સંસ્થાન સંસ્થિત છે. વૈડૂર્યમય છે. પદ્મવર વેદિકા વનખંડથી ઘેરાયેલી છે. ચૂલિકાની ઉપર સિદ્ધાયતન છે.. આ વનમાં ભવનો, પુષ્કરણિઓ, પ્રાસાદોના વર્ણન ભદ્રશાલ વનની સમાન છે. અભિષેક શિલાઓ :- પંડગ વનમાં ચારે દિશાઓમાં કિનારા પર ચાર અભિષેક શિલાઓ છે. યથા– (૧) પાંડુશિલા (૨) પાંડુકમ્બલ શિલા (૩) રક્ત શિલા (૪) રક્તકમ્બલ શિલા. પહેલી પાંડુ શિલા પૂર્વમાં છે. ૫00 યોજન ઉત્તરદિક્ષણમાં લાંબી ૨૫૦ યોજના પૂર્વ પશ્ચિમમાં પહોળી અર્ધ ચંદ્રકાર છે. તે ૪ યોજન મોટી જાડી છે. સ્વર્ણમય છે. પદ્મવર વેદિકા વનખંડથી ઘેરાએલી છે. એની ચારે દિશાઓમાં સીડીઓ છે. એની રમણીય સમભૂમિની વચમાં ઉત્તર તથા દક્ષિણમાં બે સિંહાસન છે. ઉત્તરી સિંહાસન પર ૧ થી ૮ સુધીની વિજયના તીર્થકરોના જન્મ મહોત્સવ જન્માભિષેક થાય છે. જે દેવ દેવી અને ૬૪ ઇન્દ્ર મળીને કરે છે. દક્ષિણી સિંહાસન પર ૯ થી ૧૬ સુધીની વિજયોના તીર્થકરોના અભિષેક કરવામાં આવે છે. ત્રીજી રક્ત શિલા પંડગ વનનો પશ્ચિમ કિનારા પર છે. શેષ વર્ણન પ્રથમ શિલાની સમાન છે. અહીં ૧૭ થી ૨૪ અને ૨૫ થી ૩૨ વિજયોના તીર્થકરોનો જન્માભિષેક કરવામાં આવે છે. બીજી ચોથી અભિષેક શિલાઓ ક્રમશઃ દક્ષિણી ઉત્તરી કિનારા ઉપર છે. એમાં સિંહાસન એક એક જ છે બે નથી. બીજી પાંડુ કમ્બલ શિલાના સિંહાસન પર ભરતક્ષેત્રના તીર્થકરનો જન્માભિષેક કરવામાં આવે છે અને ચોથી રક્ત કંબલ શિલાના સિંહાસન પર ઐરવતના તીર્થંકરનો જન્માભિષેક કરવામાં આવે છે. ક્રમાંક | શિલાનામ દિશા | સિંહાસન તીર્થકર વિજય 0 | I | 3 ૧ | પાંડુશિલા | પૂર્વમાં | ૨ | ૧ થી ૮ અને ૯ થી ૧૬ | ૨ | પાંડકંબલ શિલા | દક્ષિણમાં | ૧ | ભરતક્ષેત્ર | રક્ત શિલા | પશ્ચિમમાં ૨ | ૧૭ થી ૨૪ અને ૨૫ થી ૩૨ ૪ | ૨ક્તકંબલ શિલા ઉત્તરમાં | ૧ ઐરવત ક્ષેત્ર બે શિલાઓ સફેદ સુવર્ણમય છે અને બે લાલ સુવર્ણમય છે. સિંહાસન ૫૦૦ ધનુષ લાંબા પહોળા અને ૨૫૦ ધનુષ ઊંચા છે. તે દેવદૂષ્ય વસ્ત્ર રહિત છે. મેરુપર્વતના કાંડ – બનાવટ વિશેષના વિભાગો અર્થાત્ પુદ્ગલ વિશેષના વિભાગોને કાંડ કહેવામાં આવે છે. મંદર મેરુ પર્વતના ત્રણ વિભાગ છે. (૧) નીચેનો (૨) મધ્યનો (૩) ઉપરનો. નીચેનો વિભાગ ચાર પ્રકારનો છે. (૧) પૃથ્વીમય-માટીમય (૨) પાષાણ– મય (૩) વજમય-હીરકમય. (૪) શર્કરા-કંકરમય. મધ્યમ વિભાગ ચાર પ્રકારનો છે– (૧) અંકરત્નમય (૨) સ્ફટિક રત્નમય (૩) સુવર્ણમય (૪) રજત (ચાંદી) મય. ઉપરનો વિભાગ એક પ્રકારનો સર્વજબૂનદ સુવર્ણમય છે. નીચેનો કાંડ ૧૦૦૦ યોજનાનો છે. મધ્યમકાંડ ૬૩૦૦૦ યોજનાનો છે અને ઉપરીકાંડ ૩૬૦૦૦ યોજનાનો છે. એમ કુલ એક લાખ યોજનનો મંદર મેરુ પર્વતનો સર્વાગ્ર છે. મંદર મેરુ પર્વતના નામ – મેરુ પર્વતના ૧૬ નામ છે– (૧) મંદિર (૨) મેરુ (૩) મનોરમ (૪) સુદર્શન (૫) સ્વયંપ્રભ (૬) ગિરિરાજ (૭) રત્નોચ્ચય (૮) શિલોચ્ચય (૯) લોકમધ્ય (૧૦) લોકનાભિ (૧૧) અચ્છ (૧૨) સૂર્યાવર્ત (૧૩) સૂર્યાવરણ (૧૪) ઉત્તમ (૧૫) દિશાદિ(દિશાઓના આદિ સ્થલ) (૧૬) અવતંસક. મંદર નામક સ્વામી દેવ આ પર્વત પર નિવાસ કરે છે. માટે મંદર મેરુ પર્વત એ એનું અનાદિ શાશ્વત નામ છે. (સ્વામી દેવનું રહેવાનું સ્થાન બતાવવામાં આવ્યું નથી, જયાં હોવુ જોઈએ ત્યાં સિદ્ધાયતન, જિનમંદિર છે.) આ પ્રકારે આ સંપૂર્ણ મહાવિદેહ ક્ષેત્રનું વર્ણન પૂર્ણ થયું. (૧૫) નીલવાન વર્ષધર પર્વતઃ– આ પર્વત દક્ષિણમાં મહાવિદેહ ક્ષેત્રની અને ઉત્તરમાં રમકુવાસ યુગલિક ક્ષેત્રની સીમા કરવાવાળો છે. મેરૂ પર્વતથી ઉત્તર દિશામાં છે. શેષ સંપૂર્ણ વર્ણન નિષધ પર્વતના જેવું છે. નામોમાં અંતર છે. યથા– કેશરીદ્રહ, સીતાનદી, નારી કંતા નદી, કૂટોના નામ- (૧) સિદ્ધ (૨) નીલ (૩) પૂર્વ વિદેહ (૪) સીતા (૫) કીર્તિ (૬) નારી (૭) અપરવિદેહ (૮) રમ્યકકૂટ (૯) ઉપદર્શન કૂટ. સીતાનદીનું સંપૂર્ણ વર્ણન સીતાદા નદીના જેવું છે. પરંતુ એ કેશરી દ્રહમાંથી નીકળી દક્ષિણમાં જાય છે. સીતા કુંડથી નીકળી દક્ષિણાભિમુખ જઈને મેરુની પાસે પૂર્વાભિમુખ થઈને પૂર્વ મહાવિદેહની વચમાંથી જઈને બંને બાજુ સ્થિત ૧ થી ૮ એવં ૯ થી ૧૬ વિજયોની હજારો નદિઓને પોતાનામાં ભેળવતી જંબૂઢીપની જગતીના પૂર્વ વિજયદ્વાર નીચેથી થઈને લવણ સમુદ્રમાં મળે છે.

Loading...

Page Navigation
1 ... 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305