________________
jain
253
કથાસાર મય અને અશ્વસ્કંધના આકાર(ઉપરી ભાગ) વાળા છે. બંને તરફ પઘવર વેદિકા અને વનખંડથી સુશોભિત છે. આ ત્રણે અંતર નદીઓ નીલવંત પર્વતના નિતંબથી સમાન નામવાળા કૂંડમાંથી નીકળે છે અને સીધી દક્ષિણમાં જતાં સીતા નદીમાં મળી જાય છે. આ ૧૨૫ યોજન પહોળી ૨.૫ યોજન ઊંડી સર્વત્ર સમાન છે. સીતા નદીમાં પ્રવેશ કરવાના સ્થાન પર આ બંને બાજુની ગંગા સિંધુની સાથે જ સીતા નદીમાં મળે છે. અર્થાત્ ત્યાં ત્રણે નદિઓનું સીતા નદીમાં પ્રવેશ સ્થાન સંલગ્ન છે. માટે આ અપેક્ષાથી અંતર નદિઓનો પરિવાર ગંગા નદીથી બેગણો કહેવાયેલ છે. વાસ્તવમાં આ સર્વત્ર સમાન પહોળાઈથી જ સંપૂર્ણ વિજયના કિનારે ચાલે
વચમાં વિજયોના એક કિનારે ઉક્ત અંતર નદી છે અને બીજે કિનારે ઉક્ત વક્ષસ્કાર પર્વત છે. અંતિમ આઠમી વિજયના એક કિનારે વક્ષસ્કાર પર્વત છે અને બીજા કિનારે ઉત્તરી સીતામુખવન છે. (૮) સીતામુખ વન :- આ વનની વચમાં સીતા નદી હોવાથી એના બે વિભાગ છે. (૧) ઉત્તરી સીતામુખવન (૨) દક્ષિણી સીતામુખવન. આ બંને વનો ઉત્તર-દક્ષિણ લાંબા(વિજય પ્રમાણ) છે. પૂર્વ પશ્ચિમ પહોળા ૨૯૨૨ યોજન છે. આ સીતા નદીની પાસે એટલા પહોળા છે અને નિષધ તથા નીલ વર્ષધર પર્વતની પાસે ૦.૦૫ યોજન માત્ર પહોળા છે. એની પૂર્વ દિશામાં જગતી છે અને પશ્ચિમમાં વિજય છે. એક દિશામાં સીતા નદી અને એક દિશામાં વર્ષધર પર્વત છે. બે તરફ પદ્મવર વેદિકા અને વનખંડ છે, ઉત્તર દક્ષિણમાં નથી.
ઉક્ત આઠેય વિજયના વૈતાઢય પર્વત પર જે ૧૬ આભિયોગિક શ્રેણીઓ છે, એના પર ઉત્તરી લોકાધિપતિ ઈશાનેન્દ્રના આભિયોગિક દેવ છે. કેમ કે એ આઠ વિજય જંબૂદ્વીપના ઉત્તર–દક્ષિણ બે વિભાગમાંથી ઉત્તરી વિભાગમાં સમાવિષ્ટ છે. ઉત્તરી સીતામુખવન નીલવંત પર્વતની પાસે ૦.૦૫ યોજન પહોળું છે અને દક્ષિણી સીતામુખ વન નિષધ પર્વતની પાસે ૦.૦૫ યોજના પહોળું છે. સીતા નદીની પાસે બંને ૨૯રર યોજન પહોળા છે માટે એનું શાશ્વત નામ દક્ષિણી અને ઉત્તરી સીતા મુખવન છે. (૯) નવમીથી સોળમી વિજય :- આ આઠ વિજય નિષધ પર્વતની ઉત્તરમાં સીતા નદીની દક્ષિણમાં છે. એ આઠની વચમાં ત્રણ નદીઓ અને ૪ વક્ષસ્કાર પર્વત છે. જેમનું વર્ણન ઉપરોક્ત આઠ વિજયોના વર્ણનની સમાન છે. પૂર્વોક્ત આઠ વિજય સીતા નદીની ઉત્તરમાં અને જંબુદ્વીપના ઉત્તરાર્ધ ભાગમાં છે અને આ આઠ વિજય ૪ પર્વત અને ૩ નદિઓ સીતા નદીની દક્ષિણમાં અને દક્ષિણી જંબદ્વીપ વિભાગમાં છે. માટે આ વિજયોના વૈતાઢય પર્વતની અભિયોગિક શ્રેણિના દેવ દક્ષિણ લોકના અધિપતિ શક્રેન્દ્રના આજ્ઞાધીન છે. આ વિભાગની વિજય, રાજધાની, પર્વત અને નદીના નામોમાં ભિન્નતા છે. યથા
ક્રમ | વિજય નામ | રાજધાની નામ | અંતરનદી અને પર્વત
૧૨
૧૩
વન્સ
સુસીમાં ૧૦. સુવન્સ કુંડલા
તdજલા ૧૧ મહાવસ અપરાજિતા વૈશ્રમણ કૂટ વત્સકાવતી પ્રભંકરા
મરજલા ૨ ) અંકાવતી
અંજનકૂટ ૧૪ ૨મ્યક
પદ્માવતી
ઉન્મત્તજલા ૧૫ ૨મણીય શુભાં
માતજનકૂટ ૧ મંગલાવતી રત્નસંચયા સૌમનસ ગજદંતા વક્ષસ્કાર નોટ:- અંતરનદી અને પર્વત જે જેની વિજયના સામે સૂચિત કરવામાં આવ્યા છે તે તેના વિજયની પછી પશ્ચિમમાં છે. આ ઉક્ત આખો ક્રમ પૂર્વથી પશ્ચિમ છે, સીતામુખ વનની પાસેથી સૌમનસ(ગજદંતા) વક્ષસ્કાર તરફ છે. સીતામુખ વનની પાસે નવમી વિજય છે. પછી ક્રમથી ૧૦મી આદિ વિજય છે. ૧૬મી વિજય ગજદન્તા સૌમનસની પાસે છે. (૧૦) દેવકુરુક્ષેત્ર – ઉત્તર કુરુની સમાન અને એની બરોબર સામે દક્ષિણમાં દેવકુરુક્ષેત્ર છે. ૧૬મી વિજયની પાસે સોમનસ વક્ષસ્કાર પર્વત છે. જેનું વર્ણન ગંધમાદન વક્ષસ્કારની સમાન છે. સાતકૂટ આ પ્રકારે છે (૧) સિદ્ધ (૨) સોમનસ (૩) મંગલાવતી (૪) દેવકુરુ (૫) વિમલ (૬) કંચન (૭) વશિષ્ટ, વિમલ અને કંચન કૂટ પર સુવત્સા અને વત્સમિત્રા દેવીનો નિવાસ છે. શેષ ૪ પર સદશ નામના દેવોનો નિવાસ છે. શેષ વર્ણન ગંધમાદન વક્ષસ્કારની સમાન છે.
ચિત્રકટ પર્વત :- નિષધ પર્વતથી ૮૩૪ યોજન દર. ઉત્તરમાં સીસોદા નદીની પાસે, બંને તરફ બંને યમક પર્વતોની સમાન ચિત્ર વિચિત્ર કૂટ નામક પર્વત છે. એનાથી ૮૩૪ યોજન દૂર ઉત્તરમાં સીસોદા નદીની વચમાં પહેલો નિષધ દ્રહ, એના પછી એટલા જ અંતર પર ક્રમશઃ (૧) નિષધ, (૨) દેવકુ, (૩) સુર (૪) સુલસ, (૫) વિદ્યુતપ્રભ આ પાંચ દ્રહ છે અને ૧૦૦ કંચનક પર્વત છે. તેનું વર્ણન ઉત્તર કુરુની સમાન છે. કૂટશાલ્મલી પીઠ – સીસોદા મહાનદીના દ્વારા દેવકુરુક્ષેત્ર બે વિભાગોમાં વિભાજિત છે. (૧) પૂર્વી દવ કુરુ (૨) પશ્ચિમી દેવ કુરુ, પશ્ચિમી દેવ કુરુક્ષેત્રની વચ્ચોવચ તૂટ શાલ્મલી પીઠ છે, એના પર ચબૂતરો છે અને એ ચબૂતરા પર કૂટ શાલ્મલી વૃક્ષ છે. સંપૂર્ણ વર્ણન જંબૂ સુદર્શન વૃક્ષની સમાન છે. એનો અધિપતિ ગરુડ દેવ છે. યુગલિકક્ષેત્ર સંબંધી અને અન્ય અવશેષ વર્ણન ઉત્તર કુરુની સમાન છે. વિધુ—ભ વક્ષસ્કાર પર્વત - આ ગજદંતાકાર પર્વત ૧૭મી વિજયના પૂર્વમાં અને દેવકુરુ ક્ષેત્રના પશ્ચિમી કિનારા પર છે. એનું સંપૂર્ણ વર્ણન માલ્યવંત વક્ષસ્કાર પર્વતની સમાન છે. એના પર ૯ ફૂટ છે. યથા (૧) સિદ્ધાયતન (૨) વિધુ—ભ (૩) દેવકુ (૪) પા (૫) કનક (દ) સ્વસ્તિક (૭) સીતોદા (૮) શતંજ્વલ (૯) હરિકૂટ, નવમા હરિકૂટનું વર્ણન હરિસ્સહ કૂટની સમાન છે, જે ૧૦00 યોજન ઊંચો છે. શેષ વર્ણન પૂર્વવત્ છે. આઠ કૂટોનું વર્ણન અન્ય કૂટોની સદશ છે.