Book Title: Kathasar
Author(s): Jain Yuth Foram
Publisher: Jain Yuth Foram

View full book text
Previous | Next

Page 244
________________ jain 243 કથાસાર ભાગનું વર્ણન અને પ્રથમ તીર્થકરનું વર્ણન યથાયોગ્ય નામ પરિવર્તન આદિની સાથે તે જ રીતે સમજી લેવું. આ ત્રીજો આરો બે ક્રોડા ક્રોડી સાગરોપમનો હોય છે. (૪) “દુઃખમ સુખમ” ચોથો આરો - પ્રથમ તીર્થકરના મોક્ષ જવાના ૩ વર્ષ, સાડા આઠ મહિના બાદ ચોથા આરાની શરૂઆત થાય છે. પૂર્વઅપેક્ષા પદાર્થોના ગુણ ધર્મમાં અનંતગણી હાનિ થાય છે. આ આરામાં મનુષ્યની અવગાહના અનેક ધનુષની અર્થાત્ ૨ થી ૫૦૦ ધનુષની હોય છે, આયુષ્ય આરાની શરૂઆતમાં જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ કરોડ પૂર્વનું હોય છે અને આરાના અંતમાં જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ સાધિક સો વર્ષ અર્થાત્ ૨૦૦ વર્ષથી કંઈક ઓછું હોય છે. ૬ સંહનન ૬ સંસ્થાન એવં આરાની શરૂઆતમાં ૩ર, અંતમાં ૧૬ પાંસળી મનુષ્યના શરીરમાં હોય છે. ૭ર કળા, ખેતી, વ્યાપાર, શિલ્પકર્મ, મોહભાવ, વૈર, વિરોધ, યુદ્ધ, સંગ્રામ, રોગ, ઉપદ્રવ આદિ અનેક કર્મભૂમિજન્ય અવસ્થા હોય છે. આ કાલમાં ૨૩ તીર્થકર ૧૧ ચક્રવર્તી થાય છે. એક તીર્થકર અને એક ચક્રવર્તી ત્રીજા આરામાં થઈ જાય છે. ૯ બલદેવ, ૯ વાસુદેવ ૯ પ્રતિવાસુદેવ આદિ વિશિષ્ટ પુરુષ થાય છે. આ કાળમાં જન્મેલા મનુષ્ય ચાર ગતિમાં અને મોક્ષ ગતિમાં જાય છે. આ સમયે યુગલકાળ નથી હોતો તેથી હિંસક જાનવર એવં ડાંસ મચ્છર આદિ ક્ષદ્ર જીવ જંત મનુષ્યોના માટે કષ્ટ પ્રદ હોય છે. રાજા, પ્રજા, શેઠ, માલિક, નોકર, દાસ આદિ ઉચ્ચ-નિગ્ન અવસ્થાઓ હોય છે. કાકા, મામા, નાના, દાદા, દાદી, પૌત્ર, પ્રપૌત્ર માસી, ફૈબા આદિ ઘણાં સંબંધ હોય છે અને જે જે ભાવોનો પ્રથમ આરામાં નિષેધ કર્યો છે તે બધા ભાવ આ આરામાં મળી રહે છે. આ આરાના ૭૫ વર્ષ સાડા આઠ મહિના અવશેષ રહે ત્યારે ૨૪માં તીર્થકરનો જન્મ થાય છે અને ૩ વર્ષ સાડા આઠ મહિના રહે ત્યારે ૨૪માં તીર્થકર નિર્વાણને પ્રાપ્ત થાય છે. આ આરો એક ક્રોડા ક્રોડી સાગરોપમમાં ૪૨૦૦૦ વર્ષ ઓછાનો હોય છે. (૫) “દુઃખમ” પાંચમો આરો :- ૨૪માં તીર્થકરના મોક્ષ જવાના ૩ વર્ષ સાડા આઠ મહિના થયા પછી પાંચમા દુઃખમ આરાની શરૂઆત થાય છે. આ આરાઓના નામ સાથે સુખ દુઃખના સ્વભાવ પણ સ્પષ્ટ થાય છે. અર્થાત્ પહેલા બીજા આરા સુખમય હોય છે. દુઃખની કોઈ ગણના ત્યાં નથી હોતી. ત્રીજામાં અલ્પ દુઃખ છે અર્થાત્ અંતમાં મિશ્રણ કાળ અને કર્મભૂમિજ કાળમાં દુઃખ, કલેશ, કષાય, રોગ, ચિંતા આદિ હોય છે. ચોથા આરામાં સુખ અને દુઃખ બન્ને છે અર્થાત્ કેટલાક મનુષ્ય સંપૂર્ણ જીવનભર માનુષિક સુખ ભોગવે છે. પુણ્યથી પ્રાપ્ત અપાર ધન રાશિમાં સંતુષ્ટ રહે છે અને પછી દીક્ષા લઈને આત્મ કલ્યાણ કરે છે. અધિક માનવ સંસાર પ્રપંચ, જીવન વ્યવસ્થા, કષાય, કલેશમાં પડયા રહે. આના અનંતર પાંચમો આરો દુઃખમય છે અર્થાત્ આ કાળમાં સુખની કોઈ ગણતરી નથી માત્ર દ:ખ ચોતરફ ઘેરો કરે છે. સુખી દેખાવાવાળા માત્ર દેખાવ પૂરતા હોય છે. વાસ્તવમાં તે પણ ડગલે અને પગલે તન, મન, ધન, જનના દુ:ખોથી વ્યાપ્ત હોય છે. પૂર્વની અપેક્ષા આ આરામાં પુગલ સ્વભાવમાં અનંતગણી હાનિ હોય છે. મનુષ્યોની સંખ્યા અધિક હોય છે. ઉપભોગ, પરિભોગની સામગ્રી હીનાધિક થતી રહે છે. દુષ્કાળ દુર્ભિક્ષ થતાં રહે છે. રોગ, શોક, ઘડપણ, મહામારી, જન સંહાર, વૈર-વિરોધ, યુદ્ધ-સંગ્રામ થતા રહે છે. જન સ્વભાવ પણ ક્રમશઃ અનૈતિક, હિંસક, ક્રૂર બનતો જાય છે. રાજા, નેતા પણ પ્રાયઃ અનૈતિક અને કર્તવ્ય શ્રુત અધિક હોય છે. તેઓ પ્રજાના પાલનની અપેક્ષા શોષણ અધિક કરે છે. ચોર, ડાકુ, લૂંટારા, દુર્વ્યસની આદિ લોકો વધારે હોય છે. ધાર્મિક સ્વભાવના લોકો ઓછા હોય છે. દે ઘણા હોય છે. આ આરામાં જન્મનાર ચારે ગતિમાં જાય છે. મોક્ષ ગતિમાં જતા નથી. સંઘયણ, સંસ્થાનવાળા હોય છે એવં પ્રારંભમાં ૧૬ અને અંતમાં ૮ પાંસળી માનવ શરીરમાં હોય છે. અવગાહના અંતમાં ઉત્કૃષ્ટ બે હાથ અને પ્રારંભમાં તેમજ મધ્યમાં અનેક હાથ હોય છે. અનેક હાથથી ૭ કે ૧૦ હાથ પણ હોઈ શકે છે. એક હાથ લગભગ એક ફૂટનો માનવામાં આવે છે. ઉમર શરૂઆતમાં તેમજ મધ્યમાં ઉત્કૃષ્ટ ૨૦૦ વર્ષથી કાંઈ ઓછી હોઈ શકે છે. અંતમાં ઉત્કૃષ્ટ ૨૦ વર્ષ હોય છે. આ કાળમાં મનુષ્યોમાં વિનય, શીલ, ક્ષમા, લજ્જા, દયા, દાન, ન્યાય, નૈતિકતા, સત્યતા આદિ ગુણોની અધિકતમ હાનિ હોય છે અને એનાથી વિપરીત અવગુણોની અધિકતમ વૃદ્ધિ હોય છે. ગુરુ અને શિષ્ય પણ અવિનીત, અયોગ્ય તેમજ અલ્પજ્ઞ હોય છે. ચારિત્રનિષ્ઠા ક્રમશઃ ઓછી થતી જાય છે, ચારિત્રહીન અધિક હોય છે. ધાર્મિક, સામાજિક અને રાજકીય મર્યાદા લોપક વધતા જાય છે અને મર્યાદા પાલક ઘટતા જાય છે. આ આરામાં દસ બોલોનો વિચ્છેદ થાય છે. ભગવાન મહાવીર સ્વામી અંતિમ તીર્થકરના મોક્ષ ગયા બાદ ગૌતમ સ્વામી, સુધર્મા સ્વામી, જંબુ સ્વામી, સુધી ૧૨+૮+૪૪ ઊ ૬૪ વર્ષ સુધી કેવલજ્ઞાન રહ્યું. ત્યાર પછી આ આરાના અંતિમ દિવસ સુધી સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા ધર્મની આરાધના કરનારા અને દેવલોકમાં જનારા હોય છે. વિચ્છેદના દસ બોલ:- (૧) પરમ અવધિજ્ઞાન, (૨) મન:પર્યવ જ્ઞાન (૩) કેવળ જ્ઞાન (૪-૬) છેલ્લા ત્રણ ચારિત્ર, (૭) જુલાક લબ્ધિ (૮) આહારક શરીર (૯) જિન કલ્પ (૧૦) બે શ્રેણી ઉપશમ અને પક. કેટલાક ભિક્ષુ પડિમા, એકલ વિહાર, સંહનન આદિનો વિચ્છેદ કહે છે. ભગવાન મહાવીરના શાસનમાં ૧૦૦૦ વર્ષ બાદ સંપૂર્ણ પૂર્વ જ્ઞાનનો મૌલિકરૂપમાં વિચ્છેદ થયો. આંશિક રૂપાંતરિત અવસ્થામાં અત્યારે પણ ઉપાંગ છેદ આદિમાં વિદ્યમાન છે. ૨૧ હજાર વર્ષ સુધી ભગવાન મહાવીરનું શાસન ઉતાર ચઢાવથી ઝોલા ખાતા ખાતા પણ ચાલશે. સર્વથા(આત્યંતિક વિચ્છેદ) ભગવાનના શાસનના મધ્ય અવધિમાં નહિ થાય. પરંતુ છઠ્ઠો આરો શરૂ થતાં પાંચમા આરાના અંતિમ દિવસે પ્રથમ પ્રહરમાં જૈન ધર્મ, બીજા પ્રહરમાં અન્ય ધર્મ, ત્રીજા પ્રહરમાં રાજ ધર્મ, ચોથા પ્રહરમાં અગ્નિનો વિચ્છેદ થશે. આ પ્રકારનું વર્ણન બધા અવસર્પિણીના પાંચમા આરાનું સમજવું. આ આરો ૨૧૦૦૦ વર્ષનો હોય છે.. (૬) છઠ્ઠો “દુઃખમ દુઃખમ આરો:- આ આરો પણ ૨૧૦૦૦ વર્ષનો હોય છે. આ કાળ મહાન દુઃખ પૂર્ણ હોય છે. આ સમયે જોવા પૂરતું પણ સુખ હોતું નથી. આ ઘોર દુઃખોનું વર્ણન નરકના દુઃખોની સ્મૃતિ કરાવનારું હોય છે. આ આરાનું વર્ણન ભગવતી સૂત્ર શ. ૭ ઉ.૬ માં જુઓ.

Loading...

Page Navigation
1 ... 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305