Book Title: Kathasar
Author(s): Jain Yuth Foram
Publisher: Jain Yuth Foram

View full book text
Previous | Next

Page 226
________________ jain 225 કથાસાર કેટલાય પ્રાણી અસંખ્ય વર્ષો સુધી ભયંકર દુઃખ ભોગવી રહ્યા છે. મારું આ દુઃખ તો બહુ થોડું છે. એને તો ધૈર્ય અથવા જ્ઞાન દ્વારા પાર પામી જવું ઘણું સરળ છે. એમાં મુંઝાવાની શું જરૂર છે? ("પલિઓવમ ઝિજઝઈ સાગરોવમ, કિ પણ મજજ ઈમં મણો દુહ.")દશવૈo ચૂ૦–૧. આ રીતે જિનવાણી રૂપી પ્રબલ આલંબન દ્વારા પોતાના આત્માની દુઃખથી રક્ષા કરવી જોઈએ. હંમેશાં સમભાવ રૂપ આત્મ સમાધિમાં રમણ કરતા થકાં સુખનો જ અનુભવ કરવો જોઈએ. રાઈ માત્ર ઘટ વધ નહીં, દેખ્યા કેવલજ્ઞાન આવું વિચારીને આર્તધ્યાનથી દૂર રહેવું જોઈએ અને સ્વાધ્યાય, ધ્યાન આદિ ધર્મધ્યાનમાં જ લીન રહેવું જોઈએ. બીજાઓ દ્વારા અશુદ્ધ વ્યવહાર કરવા પર કે કરવાની સંભાવનામાં દુઃખી અથવા અશાંત ન થવું. બીજાઓની પ્રકૃતિ-વ્યવહાર કેવો હોય તો પણ જ્ઞાની તેમજ સાવધાન વ્યક્તિના આત્માનું કંઈ પણ બગાડી શકાતું નથી. જો પોતાને શુભ કર્મોના ઉદય હોય તો કંઈ જ નહી થાય. તેનો વ્યવહાર પણ સારો બની જશે. સુખી રહેવાનો સાચો ઉપાય આત્મદમન જ છે. શાંતિથી સહન કરવામાં નિર્જરા અને પરમ આનંદ પ્રાપ્ત થાય છે. પ્રતિકાર કરવામાં કર્મબંધ અને દુ:ખની પરંપરા વધે છે. કોઈપણ પ્રાણીને આપણી વાણી અથવા કાયાથી દુઃખ આપવું તે પાપ છે. પોતે શાંત, સહનશીલ, ક્ષમાવાન બનવું એ જ પર્યાપ્ત અથવા હિતકારી છે. “આપ ભલા તો જગ ભલા” તથા “એક હી સાધે સબ સાધે' અર્થાતુ પોતાના આત્માએ શાંતિ રાખવાની અને આત્મદમન કરવાની સાધના શીખી લીધી તો બધી ક્રિયાની સફળતા પોતાની મેળે જ થશે. જ્યારે કોઈક અશુદ્ધ વ્યવહારવાળા દુષ્ટ સ્વભાવના જ હોય, કંઈ પણ સાંભળવું કે સમજવાનું ન ઇચ્છે અથવા સમજવા માટે પૂરેપૂરો અયોગ્ય આત્મા હોય તો તેની ઉપર અપાર કરુણાનો શ્રોત વહાવીને તેની સાથે થોડો ય પણ અશુદ્ધ વ્યવહાર ન કરવો જોઈએ. જ્યારે ક્યારેક બિલકુલ અબોધ બાળક અથવા પાગલ વ્યક્તિ સામે આવીને ખોટો પ્રલાપ કરે કે આક્ષેપ કરે અથવા કાયાથી કષ્ટ આપે તો તે સમયે આપણને કંઈ અશાંતિ થતી નથી અને આપણે પોતે પોતાનો બચાવ અથવા ઉપેક્ષા કરીને નીકળી જઈએ છીએ. ઠીક એવી જ રીતે ખરાબ સ્વભાવના વ્યક્તિનો પ્રસંગ આવી જવા પર પણ સાંભળ્યું ન સાંભળ્યું કરવું, ઉપેક્ષા કરવી, ગમ ખાવો, શાંત રહેવું, પ્રતિકારની ભાવના ન રાખવી, ક્ષમા કરી તેનાથી નિવૃત્ત થઈ જવું. માધ્યસ્થ અથવા કરુણા ભાવ રાખીને બધુ ભૂલી જવું. તેના પ્રત્યે પણ શુભ વિચાર જ કરવો કે બિચારો અશુભ ઉદયના જોરમાં તણાઈ રહ્યો છે; અજ્ઞાનને કારણે દુઃખી થઈ રહ્યો છે, તેને શુભકર્મનો ઉદય થાય, સબુદ્ધિ પ્રાપ્ત થાય, પોતાનું હિત વિચારીને શાંત અને સુખી બને; એવા સદ્ભાવો જ પોતાના હૃદયમાં આવવા દેવા. મારે તો અશુભ કર્મનો ઉદય છે જેનાથી હું તેને સમજાવીને સાચા માર્ગ પર લાવી શકતો નથી, આ મારી મજબૂરી છે, લાચારી છે. તોપણ જ્ઞાન દ્વારા મારી રક્ષા તો હું કરી શકું છું. મારે અશાતા વેદનીયનો ઉદય જોરદાર છે અથવા અપયશ નામ કર્મનો ઉદય થવાથી આવો સંયોગ મળ્યો છે. આ પ્રકારે સમભાવ પૂર્વક સિંહ જેવા બનીને સહન કરી લેવું જોઈએ, ક્યારેય પણ શ્વાનવૃત્તિ ન કરવી જોઈએ- કે આણે મારું આવું કર્યું, તેણે એમ કેમ કહી દીધું? એણે મારી નિંદા કરી, ખોટો આક્ષેપ કર્યો, અપમાન કરી દીધું, હું આવું કરી દઉ, હું એમ કરી શકું છું, તેનો ઇલાજ કરી દઉ, ઇત્યાદિ ન વિચારવું, પોતાના જ કર્મોદય મૂળ છે, આવું વિચારવું. તે જ વિતરાગ વાણી મળ્યાનો સાર છે. હંમેશાં પરદષ્ટિ છોડીને સ્વદષ્ટિ રાખવી અને આત્મગુણોનો વિકાસ કરતાં આત્મશાંતિ પ્રાપ્ત કરવી જોઈએ. પરિશિષ્ટઃ ઉત્સર્ગ અને અપવાદનું હાર્દ ઉત્સર્ગ અને અપવાદ બંનેનું લક્ષ્ય છે- જીવનની શુદ્ધિ, આધ્યાત્મિક વિકાસ, સંયમની સુરક્ષા, જ્ઞાનાદિ સગુણોની વૃદ્ધિ. - રાજપથ પર ચાલનારો પથિક કોઈ વિશેષ અડચણ ઉપસ્થિત થતાં રાજમાર્ગનો ત્યાગ કરી પાસેની કેડી પકડી લ્ય છે અને થોડે દૂર ગયા પછી કોઈપણ પ્રકારની મુશ્કેલી ન દેખાય તો ફરીથી રાજમાર્ગ પર પાછો આવી જાય છે. આ જ વાત ઉત્સર્ગથી અપવાદમાં જવાની અને અપવાદથી ઉત્સર્ગમાં આવવાના સંબંધમાં સમજી લેવી જોઈએ. બંનેનું લક્ષ્ય પ્રગતિ છે, તેથી બંને માર્ગ છે, અમાર્ગ કે ઉન્માર્ગ નથી. બંનેના સમન્વયથી સાધકની સાધના સિદ્ધ અને સમૃદ્ધ થાય છે. ઉત્સર્ગ અને અપવાદ કયારે અને કયાં સુધી? - પ્રશ્ન મહત્ત્વનો છે. ઉત્સર્ગ એ સાધનાની સામાન્ય વિધિ છે, તેથી તેના પર સાધકને સતત ચાલવું પડે છે. ઉત્સર્ગ છોડી શકાય છે પરંતુ અકારણ નહીં. કોઈ વિશેષ પરિસ્થિતિમાં જ ઉત્સર્ગનો ત્યાગ કરી અપવાદ માર્ગ અપનાવી શકાય છે પરંત હંમેશ માટે નહીં. જે સાધક અકારણ ઉત્સર્ગ માર્ગનો પરિત્યાગ કરી દે છે અથવા સામાન્ય કારણ ઉપસ્થિત થવા પર તેને છોડી દે છે, તે સાધક સાચા નથી, તે જિનાજ્ઞાના આરાધક નથી પરંતુ વિરાધક છે. જે વ્યક્તિ અકારણ ઔષધ સેવન કરે છે અથવા રોગ ન હોવા છતાં રોગી હોવાનો અભિનય કરે છે તે ધૂર્ત છે, કર્તવ્ય વિમુખ છે. એવો વ્યક્તિ સ્વયં પથભ્રષ્ટ થઈને સમાજને પણ કલંકિત કરે છે. આ જ દશા તે સાધકોની છે જે સાધારણ કારણથી ઉત્સર્ગ માર્ગનો ત્યાગ કરી દે છે અને અકારણ જ અપવાદ માર્ગનું સેવન કરતા રહે છે. કારણ વશ એક વાર અપવાદ માર્ગના સેવન પછી કારણ સમાપ્ત થવા પર અપવાદનું સતત સેવન કરતા રહે છે એવા સાધક સ્વયં પથભ્રષ્ટ થઈને સમાજમાં પણ એક અનુચિત ઉદાહરણ ઉપસ્થિત કરે છે. એવા સાધકોને કોઈ સિદ્ધાંત હોતા નથી અને તેઓને ઉત્સર્ગ અપવાદની કોઈ સીમા હોતી નથી. તેઓ પોતાની ઈચ્છા પૂર્તિ માટે કે દુર્બળતા છુપાવવા માટે વિહિત અપવાદ માર્ગને બદનામ કરે છે. અપવાદ માર્ગ પણ એક વિશેષ માર્ગ છે. તે પણ સાધકને મોક્ષની તરફ લઈ જાય છે, સંસારની તરફનહિ. જેવી રીતે ઉત્સર્ગ સંયમ માર્ગ છે તેવી રીતે અપવાદ પણ સંયમ માર્ગ છે, પરંતુ તે અપવાદ વસ્તુતઃ અપવાદ હોવો જોઈએ. અપવાદના પવિત્ર વેશમાં ક્યાંક ભોગાકાંક્ષા(કે કષાયવૃત્તિ) આવી ન જાય એટલા માટે સાધકે સતત સજાગ, જાગૃત અને સક્રિય રહેવાની જરૂરત છે. સાધકની સામે વસ્તુતઃ કોઈ વિકટ પરિસ્થિતિ હોય, બીજા કોઈ સરલ માર્ગની સૂઝ ન પડતી હોય, ફલતઃ અપરિહાર્ય સ્થિતિમાં અપવાદ ઉપસ્થિત થઈ ગયો હોય ત્યારે અપવાદનું સેવન ધર્મ બની જાય છે અને જ્યારે આવેલ તોફાની વાતાવરણ સાફ

Loading...

Page Navigation
1 ... 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305