Book Title: Kathasar
Author(s): Jain Yuth Foram
Publisher: Jain Yuth Foram

View full book text
Previous | Next

Page 240
________________ jain (239 કથાસાર જાણકારી પણ હોવી આવશ્યક છે. આગમોમાં આધ્યાત્મિક જ્ઞાનની સાથે અન્ય વિષય લોકસ્વરૂપ, જીવાદિ સ્વરૂપ આદિના જ્ઞાનને પણ મહત્ત્વપૂર્ણ સ્થાન આપવામાં આવેલ છે. તેને પણ અપેક્ષાથી અધ્યાત્મનું સહયોગી જ્ઞાન માનેલ છે. લોક અલોક ક્ષેત્ર તેમજ જગત પદાર્થોનું સત્ય સાત્વિક જ્ઞાન પણ આત્મા માટે પરમ સંતુષ્ટિ તેમજ આનંદદાયક છે. સમ્યક શ્રદ્ધાનને પુષ્ટ કરનાર પણ થાય સૂત્રનામ :- આ જ ઉપક્રમમાં આ જંબુદ્વીપ પ્રજ્ઞાપ્તિ આગમરૂપે ઉપલબ્ધ છે. તે અંગ બાહ્ય કાલિક સૂત્ર છે. નંદીસૂત્રની આગમ સૂચિમાં તેની પરિગણના કરેલ છે. જંબુદ્વીપના સંબંધમાં વિવિધ પ્રકારનું જ્ઞાન કરાવનાર હોવાથી આ સૂત્રનું નામ પણ જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ રાખવામાં આવેલ છે. આકાર સ્વરૂપ - તેના અધ્યાયોને વક્ષસ્કાર કહેલ છે. જેની સંખ્યા ૭ છે. તે સિવાય તેમાં કોઈ વિભાગ કે પ્રતિવિભાગ નથી. આ આખું સૂત્ર એક જ શ્રુતસ્કંધરૂપ છે અને આ સૂત્રનું પરિમાણ ૪૧૪૬ શ્લોક તુલ્ય માનવામાં આવે છે. સૂત્ર વિષય :- આ સૂત્રમાં જંબૂઢીપ સંબંધી વિસ્તૃત વર્ણન એક સાથે ઉપલબ્ધ છે. જેમાં ભરતક્ષેત્ર, કાળચક્રના છ-છ આરા, ચક્રવર્તી દ્વારા છ ખંડનું સાધવું તેમજ તેની ઋદ્ધિ, જેબૂદ્વીપમાં આવેલા બધા પર્વત, નદી, ક્ષેત્ર, દ્રહ, કૂટ, વાવડીઓ, ભવન, જંબૂ સૂદર્શન તેમજ કૂટ શાલ્મલિ નામના શાશ્વત વૃક્ષ તથા તે બધાનો ગણિતયોગ, તીર્થકરનો જન્માભિષેક આદિ વિષયોનું વિસ્તૃત સ્પષ્ટ વર્ણન છે. અંતમાં સૂર્ય, ચંદ્ર, ગ્રહ, નક્ષત્ર, તારા જ્યોતિષી સંબંધી જ્ઞાન પણ આપેલ છે, કે જે જ્યોતિષગણ રાજ પ્રજ્ઞપ્તિ(સૂર્ય પ્રજ્ઞપ્તિ)નો સંક્ષિપ્ત સાર માત્ર છે. આ રીતે આ સૂત્રમાં જેબૂદ્વીપના ક્ષેત્રીય, પ્રવૃત્તીય તેમજ જ્યોતિષી મંડલ સંબંધી વિષયોનું સુંદર સંકલન છે. આ એક જ સૂત્ર દ્વારા આત્મ સાધકને પોતાના ક્ષેત્ર સંબંધી વિવિધ પ્રકારના તત્ત્વોનો પરિબોધ થઈ શકે છે. જંબદ્વીપ પ્રજ્ઞપ્તિનો સારાંશ પ્રથમ વક્ષસ્કાર ના ત્રણ વિભાગ છે. ઉર્ધ્વલોક, અધોલોક અને તિરછાલોક તિરછાલોકમાં રત્નપ્રભા નરક પૃથ્વી પિંડની છતનો ઉપરી ભાગ જ તિરછાલોકનો સમભાગ છે. આની ઉપર અસંખ્ય દ્વીપ સમુદ્ર છે, જે એકની પછી બીજો એમ ક્રમશઃ ગોળાઈમાં ઘેરાએલા છે. જેમાં પહેલો મધ્યનો દ્વીપ પૂર્ણ ચંદ્રના આકારે, થાળીના આકાર જેવો ગોળ છે. શેષ સર્વે દ્વીપ સમુદ્ર એકબીજાને ઘેરાયેલા હોવાથી વલયાકારે, ચૂડીના આકારમાં રહેલા છે. વચમાં થાળીના આકારનો જે ગોળ દ્વીપ છે, તે જંબૂદ્વીપ છે. આ સંપૂર્ણ તિરછાલોકનું મધ્ય કેન્દ્ર બિન્દુ છે. ચારે દિશાઓનો પ્રારંભ પણ આ દ્વીપની વચ્ચોવચમાં સ્થિત મેરુ પર્વતથી થાય છે. આ જંબુદ્વીપનું વર્ણન આ પ્રમાણે છેજંબૂઢીપ - તિરછાલોકની વચ્ચોવચ્ચ સમભૂમિ પર સ્થિત આ જંબૂઢીપ એક લાખ યોજન લાંબો, એક લાખ યોજન પહોળો, પરિપૂર્ણ ગોળ ચક્રાકાર, થાળીના આકાર અથવા પૂર્ણ ચન્દ્રમાના આકાર જેવો છે. આમાં મુખ્ય ૬ લાંબા પર્વત છે, જે આ દ્વીપના પૂર્વી કિનારાથી પશ્ચિમી કિનારા સુધી લાંબા છે. જેનાથી આ દ્વીપના મુખ્ય સાત વિભાગ(ક્ષેત્ર) થાય છે. ૧ ભરતક્ષેત્ર, ૨ હેમવંતક્ષેત્ર, ૩ હરિવર્ષક્ષેત્ર, ૪ મહાવિદેહ ક્ષેત્ર, ૫ રમ્યવાસક્ષેત્ર, ૬ હરણ્યવંત ક્ષેત્ર ૭ ઐરાવત ક્ષેત્ર. એમાં પ્રથમ ભરતક્ષેત્ર દક્ષિણ દિશામાં છે. ત્યાર પછી બીજા ત્રીજા એમ ક્રમશઃ ઉત્તર દિશામાં છે. અંતમાં ઐરાવત ક્ષેત્ર આ દ્વીપના અંતિમ ઉત્તરભાગમાં સ્થિત છે. નારા પર ભરતક્ષેત્ર આવેલ છે. અર્થાત આપણે જે ક્ષેત્રમાં નિવાસ કરી રહ્યા છીએ તે આ ભરતક્ષેત્ર છે. તેના ઉત્તરી કિનારા પર ચુલ્લ હિમવંત પર્વત છે. શેષ ત્રણે દિશાઓના કિનારે ગોળાકાર લવણ સમુદ્ર છે. સમુદ્ર અને ભરતક્ષેત્રની વચમાં આઠ યોજનની ઊંચી જગતી છે. જગતીમાં રહેલા છિદ્રો દ્વારા સમુદ્રી જળ ભરતક્ષેત્રના કિનારાપર આવ્યા છે. આ સમુદ્રી જળમાં ત્રણે દિશાઓમાં એક એક કરીને ત્રણ તીર્થ આવેલા છે. એમના નામ પૂર્વમાં માગધ તીર્થ, દક્ષિણમાં વરદામ તીર્થ અને પશ્ચિમમાં પ્રભાસ તીર્થ છે. આ ત્રણે તીથમાં એમના અધિપતિ દેવ રહે છે. આ લવણ સમુદ્રી જળને વર્તમાન વ્યવહારમાં લવણની ખાડી, પ્રશાંત મહાસાગર, હિન્દ મહાસાગર વગેરે કહે છે. વૈતાઢય પર્વતઃ– આ ભરતક્ષેત્રની મધ્યમાં વૈતાઢય પર્વત છે. જે પૂર્વ-પશ્ચિમ લાંબો છે. એના બન્ને કિનારા જગતને ભેદીને લવણ સમુદ્રને સ્પર્શ કરે છે. આ પર્વત ચાંદીમય પૃથ્વીનો ૫૦ યોજન જાડો અને ૨૫ યોજન ઊંચો છે. એ મધ્યમાં સ્થિત હોવાથી તેના દ્વારા પર યોજન પહોળુ ભરતક્ષેત્ર બે વિભાગોમાં વિભાજિત છે. તે પ્રત્યેક ભાગ ૨૩૬ યોજનના પહોળા છે અને લંબાઈમાં કિનારા | (જગતી) સુધી છે. વિદ્યાધર શ્રેણી :- દસ યોજન ઉપર જવાથી આ પર્વત બન્ને બાજુમાં જાડાઈમાં એક સાથે ૧૦-૧૦ યોજન ઘટી જાય છે. જેથી ૧૦–૧૦ યોજનની બન્ને બાજુમાં સમતલ ભૂમિ છે. ત્યાં વિદ્યાધર મનુષ્યોના નગર છે અને વિદ્યાધર મનુષ્ય ત્યાં નિવાસ કરે છે. અતઃ આ બન્ને ક્ષેત્રને વિધાધર શ્રેણી કહેલ છે, ઉત્તરની વિદ્યાધર શ્રેણીમાં ૬૦ નગર છે. દક્ષિણની શ્રેણીમાં ૫૦ નગર છે. અહીં મનુષ્ય વિદ્યા સમ્પન્ન હોય છે. આભિયોગિક શ્રેણી - એજ પ્રકારે વિદ્યાધર શ્રેણીથી દસ યોજન ઉપર જતાં ત્યાં પણ ૧૦–૧૦ યોજન પહોળી સમભૂમિ બન્ને બાજુ છે. આમાં વાણવ્યંતર જાતિના દેવોના ભવન છે અને તે દેવ શક્રેન્દ્રના લોકપાલોના આભિયોગિક દેવ છે. એટલે આ બન્ને શ્રેણિઓને આભિયોગિક શ્રેણી કહેવાય છે. વ્યંતરમાં પણ મુખ્યત્વે અહીં ૧૦ જાંભક દેવોના નિવાસ સ્થાન છે. શિખર તલ:આભિયોગિક શ્રેણીથી પાંચ યોજન ઉપર જતાં વૈતાઢય પર્વતના શિખર તલ આવે છે, જે દસ યોજન પહોળો છે. આ શિખર તલ પધવર વેદિકા એવં વન ખંડથી ઘેરાએલ છે અર્થાત્ શિખર તલના બન્ને કિનારા પર વેદિકા (પાલી–ભિતિ) છે અને આ બન્ને વેદિકાઓની પાસે એક એક વનખંડ છે. આ વનખંડોમાં વાવડીઓ,પુષ્કરણિઓ, આસન, શિલાપટ્ટ મંડપ, પર્વત ગૃહ આદિ છે. વેદિકા વન ખંડોની પહોળાઈ જમ્બુદ્વીપની જગતીના ઉપર કહેલ પઘવર વેદિકા એવં વનખંડની સમાન છે. એમની લંબાઈ એવું શિખર તલની લંબાઈ આ પર્વતની લંબાઈ જેટલી છે. બન્ને વિદ્યાધર શ્રેણીમાં, બન્ને અભિયોગિક શ્રેણીમાં અને સમભૂમિ પર બન્ને બાજુ આ પ્રકારે પાવર વેદિકા એવં વનખંડ છે.

Loading...

Page Navigation
1 ... 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305