Book Title: Kathasar
Author(s): Jain Yuth Foram
Publisher: Jain Yuth Foram

View full book text
Previous | Next

Page 228
________________ jain ૫. વ્યુત્સર્ગને યોગ્ય :– કોઈ સાધારણ ભૂલ થઈ જવા પર નિર્ધારિત શ્વાસોશ્વાસના કાયોત્સર્ગનું પ્રાયશ્ચિત્ત અપાય છે, તે વ્યુત્સર્ગ પ્રાયશ્ચિત્ત છે. ઉભય કાળ પ્રતિક્રમણમાં પાંચમો આવશ્યક પણ આ પ્રાયશ્ચિત્ત રૂપ છે. ૬. તપને યોગ્ય :– મુળગુણ યા ઉત્તરગુણમાં દોષ લગાડવા પર પુરિમઢ (દોઢ પોરસી)થી લઈને ૬ માસી તપ સુધીનું પ્રાયશ્ચિત્ત હોય છે. તે બે પ્રકારના છે– (૧) શુદ્ધ તપ (૨) પરિહાર તપ(આહાર–પાણી જુદા કરીને). ૭. છેદ પ્રાયશ્ચિત્ત યોગ્ય -- દોષોના વારંવાર સેવનથી, અકારણ અપવાદના સેવનથી કે અધિક લોકનિંદા થવા પર આલોચના કરનારાની એક દિવસથી લઈને છ માસ સુધીની દીક્ષા પર્યાયનો છેદ કરવો, તે છેદ પ્રાયશ્ચિત્ત છે. ૮. મૂલને યોગ્ય :– દોષોના સેવનમાં સંયમ પ્રતિ ઉપેક્ષા ભાવ કે સ્વચ્છંદતા કરવાથી આખી દીક્ષા પર્યાયનો છેદ કરીને ફરીથી નવી દીક્ષા દેવી, તે મૂલ પ્રાયશ્ચિત્ત છે. ૯-૧૦. અનવસ્થાપ્ય ,પારાંચિક પ્રાયશ્ચિત્ત :– વર્તમાનમાં આ બે પ્રાયશ્ચિત્તનું વિચ્છેદ થયું મનાય છે. આમા નવી દીક્ષા દીધા પહેલા કઠોર તપમય સાધના કરાવવી પડે છે. કેટલોક સમય સમૂહથી અલગ રખાય છે, પછી એક વાર ગૃહસ્થનો વેશ પહેરાવીને ફરી દીક્ષા અપાય છે. આ બંનેમાં વિશિષ્ટ તપ અને તેના કાલ આદિનું અંતર છે. તે સંબંધી વર્ણન બૃહત્ત્પ સૂત્ર ઉદ્દેશક-૪માં તથા વ્યવહાર સૂત્ર ઉદ્દેશક–૨માં છે. 227 કથાસાર નિશીથ સૂત્રમાં લઘુમાસિક આદિ તપ પ્રાયશ્ચિત્તનું કથન છે. ભાષ્ય ગાથા ૬૪૯૯માં કહ્યું છે કે ૧૯ ઉદ્દેશકમાં કહેવાયેલું પ્રાયશ્ચિત્ત જ્ઞાન, દર્શન ચારિત્રનું અતિક્રમ, વ્યતિક્રમ, અતિચાર અને અનાચારનું છે. એમાંથી સ્થવિરકલ્પીને કોઈ અનાચારનું આચરણ કરવાથી જ તે પ્રાયશ્ચિત્ત આવે છે અને જિનકલ્પીને અતિક્રમ આદિ ચારેયનું આ પ્રાયશ્ચિત્ત આવે છે. (૧) અતિક્રમ—દોષ સેવનનો સંકલ્પ (૨) વ્યતિક્રમ– દોષ સેવનના પૂર્વની તૈયારીનો પ્રારંભ (૩) અતિચાર– દોષ સેવનના પૂર્વની પ્રવૃત્તિ લગભગ પૂરી થઈ જવી. (૪) અનાચાર– દોષનું સેવન કરી લેવું. જેમ કે– (૧) આધાકર્મી આહાર ગ્રહણ કરવાનો સંકલ્પ (૨) તેના માટે જવું (૩) લાવીને રાખવું (૪) ખાઈ લેવું. પરિશિષ્ટ : નિદાન સંબંધી તર્ક–વિતર્ક [દશા–૧૦] આ દશામાં શ્રેણિક રાજા અને ચેલણારાણીના નિમિત્તથી નિદાન કરવાવાળા શ્રમણ-શ્રમણીઓના મનુષ્ય સંબંધી ભોગોના નિદાનોનું વર્ણન શરૂઆતમાં કર્યું છે. પછી ક્રમશઃ દિવ્ય ભોગ તથા શ્રાવક અને સાધુ અવસ્થાના નિદાનોનું કથન કર્યું છે. આના સિવાય બીજા અનેક પ્રકારના નિદાન પણ હોય છે, જેમ કે કોઈને દુઃખ દેનારો બનું કે તેનો બદલો લેનારો બનું ઇત્યાદિ. ઉદાહરણના રૂપમાં શ્રેણિકને માટે કોણિકનું દુ:ખદાયી બનવું, વાસુદેવનું પ્રતિવાસુદેવને મારવું, દ્વીપાયન ઋષિ દ્વારા દ્વારકાનો વિનાશ કરવો, દ્રૌપદીને પાંચ પતિ હોવા અને સંયમ ધારણ પણ કરવો, બ્રહ્મદતનું ચક્રવર્તી થવું અને સમ્યક્ત્વની પ્રાપ્તિ પણ થવી, ઇત્યાદિ. નિદાનના વિષયમાં આ સહજ પ્રશ્ન ઉત્પન્ન થાય છે કે કોઈ સંકલ્પ કરવા માત્રથી ૠધ્ધિની પ્રાપ્તિ કેવી રીતે થઈ જાય છે ? સમાધાન એ છે કે કોઈની પાસે રત્ન કે સોના ચાંદીનો ભંડાર છે, તેને રોટી કપડા આદિ સામાન્ય પદાર્થોના બદલામાં આપવામાં આવે તો તે સહજ પ્રાપ્ત થઈ શકે છે. એવી જ રીતે શાશ્વત મોક્ષ સુખ દેનારા તપ સંયમની વિશાળ સાધનાના ફલથી મનુષ્ય સંબંધી કે જૈવિક તુચ્છ ભોગો પ્રાપ્ત કરવા તે કોઈ મહત્ત્વની વાત નથી. તેને સમજવાને માટે એક દૃષ્ટાન્ત પણ આપ્યું છે– એક ખેડૂતના ખેતરની પાસે કોઈ ધનિક રાહગીરે દાલ–બાટીને ચૂરમ બનાવ્યું. ખેડુતનું મન ચૂરમો આદિ ખાવાને માટે લલચાયું. ખેડુતના માગવા પર ધનિકે કહ્યુ કે આ તારું ખેતર બદલામાં આપી દે તો ભોજન મળે. ખેડૂતે સ્વીકાર કર્યો અને ભોજન કરી તે ઘણો આનંદિત થયો. કે જેમ ખેતરના બદલામાં એકવાર મન ઇચ્છિત ભોજન મળવું તે કંઈ મહત્વનું નથી, તેમ તપ–સંયમની મોક્ષદાયક સાધનાથી એક ભવના ભોગ મેળવવા તે મહત્ત્વનું નથી. પરંતુ જેમ ખેતરના બદલે ભોજન ખાઈ લીધા પછી બીજા દિવસથી લઈ વર્ષ આખું ખેડૂત પશ્ચાતાપથી દુઃખી થાય છે, તેમ સંયમના ફળથી એક ભવનું સુખ પ્રાપ્ત થઈ જાય પરંતુ મોક્ષદાયક સાધના ખોઈને નરકાદિના દુઃખો પ્રાપ્ત થવા તે નિદાનનું ફળ છે. જેવી રીતે ખેતરને બદલે એક દિવસનું મિષ્ટ ભોજન પ્રાપ્ત કરનાર ખેડૂત મૂર્ખ ગણાય છે તેવી જ રીતે મોક્ષમાર્ગની સાધના કરનારો સાધક નિદાન કરે તો તે મહામૂર્ખ જ કહેવાય છે. તેથી(ભિક્ષુ) સાધુએ કોઈપણ પ્રકારનું નિદાન કરવું ન જોઈએ પરંતુ તેને તો સંયમ તપની નિષ્કામ સાધના કરવી, તે જ શ્રેયસ્કર છે. પરિશિષ્ટ : તાલ–પ્રલંબ સૂત્ર પર વિચારણા સૂત્ર પઠિત ‘તાલ પ્રલમ્બ' પદ બધા ફળોનું સૂચક છે. એકને ગ્રહણ કરવા પર બધા સજાતિય ગ્રહણ કરી લેવાય છે. એ ન્યાય અનુસાર ‘તાલપ્રલમ્બ' પદથી તાલ—ફલ સિવાય કેળા, કેરી,આદિ ફળ પણ ગ્રહણ કરવા અભીષ્ટ છે. એવી રીતે ‘પ્રલમ્બ’ પદને અંતઃદીપક(અન્નના ગ્રહણથી આદિ અને મધ્યનું ગ્રહણ) માનીને મૂળ, કન્દ, સ્કન્ધ આદિ પણ પહેલા, બીજા સૂત્રમાં ‘આમ’ પદનો અપકવ અર્થ અને ‘અભિન્ન’ પદનો શસ્ત્ર અપરણિત અર્થ અને ‘ભિન્ન’ પદનો શસ્ત્ર પરિણત અર્થ છે. ગ્રહણ કર્યા છે. ત્રીજા, ચોથા અને પાંચમાં સૂત્રમાં અભિન્ન પદનો અખંડ અર્થ અને પકવ પદનો શસ્ત્ર પરિણત અર્થ અભીષ્ટ છે. ભાષ્યમાં ‘તાલ પ્રલમ્બ’ પદથી વૃક્ષના દસ વિભાગોને ગ્રહણ કરેલ છે. યથા— (મૂલે કંદે ખંધે તયા ય સાલે પવાલ પત્તે ય . પુલ્ફે ફલે ય બીએ, પલંબ સુત્તમ્મિ દસ ભેયા )–બૃહપ ઉર્દૂ. ૧, ભાષ્ય ગા. ૮૫૪

Loading...

Page Navigation
1 ... 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305