________________
jain
211
(પહેલા છ બાહય તપ)—આ બધા તપો દુવ્યથી અને ભાવથી બે ભેદે ચિંતવવા.
(૧) અનશન :- નવકારશી, ઉપવાસ આદિ ૬ મહિનાના તપ સુધીની વિવિધ તપ સાધનાઓ ઈત્વરિક(અલ્પકાલીન) તપશ્ચર્યા છે અને મારણાંતીક રોગ કે વૃધઅવસ્થામાં આજીવન સંથારો ગ્રહણ કરવો તે આજીવન—યાવસ્જીવનનું તપ છે.(શ્રાવકનો ત્રીજો મનોરથ છે.) આજીવન અનશનના ભક્ત પ્રત્યાખ્યાન અને પાદોપગમન એ બે ભેદ છે.
ભક્ત પ્રત્યાખ્યાનમાં ત્રણ અથવા ચાર આહારનો ત્યાગ કરવામાં આવે છે. તેમાં શરીરાદિનું પરિકર્મ–સેવા સ્વયં કરી શકે તથા બીજા પાસે કરાવી શકે છે. (નિહારિમ)—મૃત્યુ બાદ આ સંથારાવાળા સાધકના શરીરનો અગ્નિ સંસ્કાર કરવો હોય તો કરી શકાય છે. આ અનશન સાગારી પણ હોઈ શકે છે. (દા.ત. ઉપદ્રવ આવવાથી અથવા રાત્રે).
કથાસાર
આચારાંગાદિ સૂત્રમાં આજીવન અનશનનો ત્રીજો પ્રકાર ઈંગિતમરણ કહેવામાં આવ્યો છે. જે મધ્યમ પ્રકારનો છે એટલે કે તેમાં પાદોપગમન અનશનની અપેક્ષાએ કંઈક છૂટછાટ છે. જેમ કે મર્યાદિત ક્ષેત્રમાં હાથ-પગનો સંકોચ—વિસ્તાર કરવો. કેટલોક સમય ઊભા રહેવું, બેસવું, સંક્રમણ કરવું ઇત્યાદિ.
પાદોપગમન અનશનમાં નિશ્ચેષ્ટ થઈ ધ્યાનમાં લીન બનવું, તેમાં હલન-ચલન પણ ન કરાય, પરંતુ લઘુનીત–વડીનીતનો પ્રસંગ આવે તો ઊઠીને યથાસ્થાને જઈ શકાય છે. સંઘારાના સ્થાને જ મળમૂત્રનું નિવારણ ન કરાય. નિહારિમ, અનિહારિમ બંને પ્રકારનું હોય છે. ઉપસર્ગ આવતાં પણ પાદોપગમન સંથારો કરી શકાય છે.
સંલેખનાનો કાલક્રમ :- - મુનિ અનેક વર્ષો સુધી સંયમનું પાલન કરી ક્રમિક તપથી સંલેખના કરે. આ સંલેખના, સંથારાની પહેલાં કરવામાં આવે છે. સંલેખના ઉત્કૃષ્ટ બાર વર્ષ, મધ્યમ એક વર્ષ તથા જઘન્ય છ માસની હોય છે.
બાર વર્ષની સંલેખના કરવાવાળા મુનિ પહેલાં ચાર વર્ષમાં વિગયોનો ત્યાગ કરે. બીજા ચાર વર્ષમાં વિવિધ તપાચરણ કરે. પછી બે વર્ષ સુધી એકાંતર તપ કરે અને પારણાના દિવસે આયંબિલ કરે. અગિયારમા વર્ષના પ્રથમ છ મહિનામાં કઠિન તપ ન કરે પાછળના છ મહિનામાં કઠિન તપ કરે. આ વર્ષમાં પારણાના દિવસે આયંબિલ કરે. બારમા વર્ષે મુનિ કોટિ સહિત(નિરંતર) આયંબિલ કરે પછી પક્ષ અથવા માસનું અનશન તપ કરે. – ઉત્ત. અ. ૩૬.
(૨) ઊણોદરી :– ઇચ્છા અને ભૂખથી ઓછું ખાવું, સિમીત ધ્રૂવ્ય વાપરવા, ઓછા ઉપકરણ રાખવા, ઓછી વસ્તુઓનો ઉપયોગ કરવો ઊણોદરી તપ છે. ઉપભોગ–પરિભોગનાં સાધનો ઓછા વસાવવા, ઓછા વાપરવા.
૧ પાત્ર, ૧ વસ્ત્ર રાખવું ઉપકરણ ઊણોદરી તપ છે. ગૃહસ્થે ઉપયોગ કર્યો હોય તેવા ઉપકરણ ગ્રહણ કરવા, એવો અભિગ્રહ કરવો પણ ઉપકરણ ઊણોદરી છે. કલહ, કષાય, વાયુદ્ધ આદિના પ્રસંગમાં ગમ ખાવી, શાંત રહેવું, સાંસારિક કાર્યો માટે મૌન રાખવું ભાવ ઊણોદરી કહેવાય છે. આવેશાત્મક ભાવ નહિ સેવવા. ગુસ્સો, ઘમંડ, કપટ, લોભ, લાલચથી અને કર્મબંધથી આત્માને સુરક્ષિત રાખવો તે ભાવ ઊણોદરી.
-
(૩) ભિક્ષાચરી :– સાધુ માટે—યાચનાથી પ્રાપ્ત,સામાન્ય કે તુચ્છ આહાર લેવો. ગોચરીમાં વિવિધ અભિગ્રહ કરવા, ૭ પિંડેષણા, ૭ પાણેષણાના સંકલ્પથી ગોચરીએ જવું. આઠ પ્રકારની પેટી, અર્ધપેટી ઇત્યાદિ આકારવાળી ભ્રમણ વિધિમાંથી કોઈપણ વિધિનો સંકલ્પ કરવો. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ સંબંધી કોઈપણ અભિગ્રહ કરવો. દ્રવ્યથી ખાધ પદાર્થોની સંખ્યા, દત્તી આદિનો નિર્ણય કરવો. ક્ષેત્રથી ભિક્ષાના ઘરોની સંખ્યા, ક્ષેત્ર, દિશા આદિ સીમિત કરવી, કાળથી સમયની મર્યાદા કરવી પછી તેટલા સમયમાં જ ભિક્ષા લેવી. ભાવથી દાતા સંબંધી, વસ્તુ સંબંધી(રંગ, વ્યવહારાદિથી) અભિગ્રહ કરવો. શુદ્ધ એષણા સમિતિથી આહારાદિ પ્રાપ્ત કરવાના દઢ સંકલ્પથી ગોચરી કરવી, તે પણ ભિક્ષાચરી તપ કહ્યું છે. આ સંકલ્પમાં નવો અભિગ્રહ તો નથી હોતો પણ એષણાના નિયમોમાં અપવાદનું સેવન થઈ શકતું નથી. મૌનપૂર્વક ગોચરી કરવી એ પણ ભિક્ષાચરી તપ કહ્યું છે. ભિક્ષાચરી તપને અભિગ્રહ તપ તથા વૃત્તિ સંક્ષેપ તપ કહી શકાય છે.શ્રાવકો માટે—પરિમીત આજીવિકા, ૧૫ કર્માદાનનો ત્યાગ.
(૪) રસ પરિત્યાગ :– વિગય, મહાવિગયનો ત્યાગ કરવો, સ્વાદિષ્ટ પદાર્થનો ત્યાગ કરવો, મીઠાઈ, મેવો, મુખવાસ, ફળ તેમજ અન્ય ઇચ્છિત વસ્તુઓનો ત્યાગ કરવો, તે રસપરિત્યાગ તપ છે. એમ તો સંયમ સાધક, ભિક્ષુ રસાસ્વાદને માટે કોઈ આહાર કરતા નથી પણ સંયમ મર્યાદા અને જીવન નિર્વાહના હેતુએ જ મર્યાદિત આહાર કરે છે. તો પણ વિશિષ્ટ ત્યાગની અપેક્ષાએ આ તપ કહેવાય છે.પરિત્યાગનો અર્થ છે દુવ્યથી તેમજ ભાવથી, તેથી એમ ન સમજવું કે ૨સ–આસ્વાદન વાળા ભોજન આસકિત રહિત થઈ ખાવાથી પણ પરિત્યાગ કહેવાય. પ્રાન્ત—ખાધા પછી વધેલું . રુક્ષ–જીભને અપ્રિય લાગે . અન્ત–હલકું ધાન્ય . (૫) કાયક્લેશ ઃ (સુકુમારતા છોડવી)– આસન કરવા, લાંબા સમય સુધી એક આસને સ્થિર રહેવું, શયનાસનનો ત્યાગ કરવો, વીરાસન આદિ કષ્ટદાયક આસન કરવા, આતાપના લેવી, ઠંડી સહન કરવી, અચેલ(અલ્પવસ્ત્રી) ધર્મનો સ્વીકાર કરવો ઇત્યાદિ કાયક્લેશ તપ છે. સંયમ જીવનના આવશ્યક નિયમ–પાદવિહાર, લોચ કરવો, સ્નાન ન કરવું, ઔષધ ઉપચાર ન કરવા, ભૂમિ શયન કરવું વગેરે પણ કાયક્લેશ તપ છે. આ તપના ચાર ભેદ– (૧) આસન, (૨) આતાપના, (૩) વિભૂષા ત્યાગ, (૪) પરિકર્મ–શરીર શુશ્રૂષાનો ત્યાગ.
ભિક્ષાચર્યાના ૩૦ પ્રકાર :
(૧) દ્રવ્ય– દ્રવ્ય સંબંધી અર્થાત્ ખાદ્ય પદાર્થ સંબંધી નિયમ અથવા અભિગ્રહ કરી આહાર લેવો.
(૨) ક્ષેત્ર– ગ્રામાદિ ક્ષેત્રોમાંથી કોઈપણ એક ક્ષેત્ર સંબંધી વાસ, પરો, ગલી, શેરી, આદિનો અભિગ્રહ કરી આહાર લેવો.
કાળ– દિવસના અમુક ભાગમાં આહાર લેવો. (૪) ભાવ– અમુક વય, વસ્ત્ર યા વર્ણવાળાથી આહાર લેવો.
(૫) ઉક્ખિત ચરએ– કોઈ વાસણમાંથી ભોજન કાઢનાર પાસેથી આહાર લેવો.
(૬) નિખ્ખિત ચરએ– કોઈ વાસણમાં ભોજન નાખતા હોય તે આહાર લેવો.
(૭) ઉક્ખિત નિખ્ખિત ચરએ– એક વાસણમાંથી લઈ બીજા વાસણમાં ભોજન નાખતા હોય તે આહાર લેવો.