________________
આગમ-કથાઓ
204
ખરડાયેલા હાથ કે ચમચા, વાસણ વગેરેથી ભિક્ષા લેવી, તે મૃક્ષિત દોષ છે. (૩૫) અચિત્ત કલ્પનીય વસ્તુ, સચિત્ત વસ્તુ પર રાખેલી હોય કે તેને સ્પર્શેલી હોય, તેને લેવી તે નિક્ષિપ્ત દોષ છે. (૩૬) સચિત્ત વસ્તુથી ઢાંકેલી અચિત્ત કલ્પનીય વસ્તુ લેવી, તે પિહિત દોષ છે. (૩૭) સચિત્ત વસ્તુના પાત્રને ખાલી કરી, દાતા તે પાત્ર દ્વારા ભિક્ષા દે, તે સાહરિય દોષ છે. (૩૮) બાળક, અન્ય વ્યક્તિ, પૂરા મહીનાવાળી ગર્ભવતી સ્ત્રી અને વિરાધના કરતાં-કરતાં વહોરાવનાર વ્યક્તિ પાસેથી ભિક્ષા લેવી, તે દાયક દોષ છે. (૩૯) અચિત્ત પદાર્થમાં સચિત્ત પદાર્થ, જેમ કે– મીઠું, આખું જીરું, ચારોળી, ખસખસના દાણા વગેરે નાંખ્યા હોય અને તે અચિત્ત ન થયા હોય તેવા પદાર્થ લેવા, તે મિશ્ર દોષ છે. (૪૦) અથાણા, કચૂમર, ઓળા અને અર્ધપક્વ ખાધ પદાર્થ તેમજ ધોવણ પાણી અથવા ગરમ પાણી કે જે પૂર્ણ રૂપે શસ્ત્ર પરિણત ન થયા હોય, તેવા પદાર્થો ગ્રહણ કરવા, તે અપરિણત દોષ કહેવાય છે. (૪૧) સચિત્ત મીઠું, પૃથ્વી ખાર, માટી વગેરે પૃથ્વી- કાયના ચૂર્ણથી તેમજ વનસ્પતિના પિષ્ટ–ચૂર્ણ અને છોતરા આદિથી હાથ વગેરે ખરડાયેલા હોય તેના દ્વારા ભિક્ષા લેવી, તે લિપ્ત દોષ છે. (૪૨) દાતા પાણી કે આહાર કોઈ પણ વસ્તુને વેરાતાં કે ઢોળતાં વહોરાવે, તે છર્દિત દોષ કહેવાય છે. આવશ્યક સૂત્રના શ્રમણ સૂત્રમાં આવતા ગોચરી સંબંધી દોષો આ પ્રમાણે છે
(૪૩) આજ્ઞા લીધા વગર અર્ધા ખુલ્લા કે અંદરથી બંધ ન કરેલા દરવાજા ખોલીને ગોચરી માટે જવું, તે દોષ છે. (૪૪). ગોચરી માટે ભ્રમણ કરતા મુનિને કૂતરી કે બાલિકા અથવા સ્ત્રી વગેરેનો સ્પર્શ-સંઘટ્ટો થાય અને સાધ્વીને કૂતરા, બાળક કે પુરુષ વગેરેનો સંઘટ્ટો થાય, તે દોષ છે. (૪૫) નિર્દોષ ખાદ્ય સામગ્રી સાધુને વહોરાવવા માટે એક જગ્યાએ એકઠી કરીને રાખી હોય, અથવા જે આહાર કોઈને દેવા માટે નિશ્ચિત્ત કરેલો હોય, તેમાંથી ભિક્ષા લેતાં દોષ લાગે છે તેને (મંડીપાહડિયા) દોષ કહેવાય છે. (૪૬) શ્રાદ્ધ વગેરે પ્રસંગે સાધુને વહોરાવતાં પહેલાં પક્ષીઓ માટે ખાદ્ય પદાર્થને દિશાઓમાં ફેંકીને પછી વહોરાવે, તે (બલિ પાહડિયા) દોષ છે. (૪૭) ઠવણા પાહડિયાએ (ભિખારીને માટે રાખેલ)(૪૮)સંકિએ-સંકા જવા છતા લીધુ હોય (૪૯) આહારાદિ વહોરાવતા દાતા વચ્ચે કોઈ ચીજ ફેંકે, તેમજ આહાર વાપરતા સમયે કે આહાર કર્યા પછી મુનિ કોઈ પદાર્થને અમનોજ્ઞ કે વધારે માત્રામાં હોવાથી પરહે તો તે પરિસ્થાનિકા દોષ છે. (૫૦) માંગી-માંગીને ભિક્ષા પ્રાપ્ત કરવી, તે (અવભાસણ) દોષ છે.(આ ૪૨ દોષ માંહેનો વનમગ દોષ છે.) ઉત્તરાધ્યયન સૂત્ર અધ્ય. ૧૭ અને ૨માં એષણા શુદ્ધિ માટે નીચેના સૂચનો છે–
(૫૧) અન્ય ઘરોમાં ગોચરી ન જતાં સ્વજનોને ત્યાંથી જ ગોચરી કરે, તે દોષ છે. (પર) મુનિ છ કારણે આહાર કરે અને આહારની ગવેષણા કરે, જેમ કે– ૧. સુધાવેદનીયના ઉપશમ માટે, ૨. આચાર્યાદિની સેવા માટે, ૩. ઈર્ષા સમિતિના શોધન માટે
માટે. ૪. સંયમ નિર્વાહ માટે. ૫. દસ પ્રાણોને ધારણ કરવા માટે. ૬. ધર્મ ધ્યાનની વૃદ્ધિ માટે. (૫૩) મુનિ છ કારણે આહાર છોડી દે, જેમ કે– ૧. વિશિષ્ટ રોગાતક થાય ત્યારે વૈર્ય રાખી આહારનો ત્યાગ કરવો. ૨. ઉપસર્ગ આવે ત્યારે આહારના પ્રત્યાખ્યાન કરવા. ૩. બ્રહ્મચર્યનાં પાલન-સુરક્ષા માટે આહાર છોડી તપસ્યા કરવી. ૪. જીવ દયા માટે અર્થાત્ વરસાદ વરસતો હોય કે ત્રસ જીવોની વધારે ઉત્પતિ થઈ જાય તો ગોચરી ન જવું. ૫. તપશ્ચર્યા કરવા માટે . અનશન(સંથારો) કરવા માટે આહારનો ત્યાગ કરે. આચારાંગ સૂત્ર શ્ર.-૨, અ–૧માં એષણા અદ્ધિ સંબંધી અનેકાનેક સૂચનો છે તે માંહેના વિશેષ વિધાનો આ પ્રમાણે છે
(૫૪) યાત્રા, મેળો, મહોત્સવ વગેરેમાં ભિક્ષાચરો માટેની દાનશાળામાંથી સામાન્ય રીતે જૈન શ્રમણો આહાર લેતા નથી પરંતુ અન્યત્ર આહાર ન મળે તેવી પરિસ્થિતિમાં, દાન દેવાઈ જાય અને ઘરના લોકો કે કર્મચારી જમવા બેસે ત્યારે ત્યાંથી ગોચરી લઈ શકાય છે. (૫૫) નિત્યદાન પિંડ, નિત્ય નિમંત્રણ પિંડ, બનેલા ભોજનનો અર્ધો ભાગ, ચોથો ભાગ વગેરે જ્યાં દરરોજ દાન દેવાતું હોય તેવા પ્રસિદ્ધ દાન કુલો(ઘરો)માંથી ભિક્ષા ગ્રહણ ન કરવી. (૫૬) લગ્ન નિમિત્તના ભોજન પ્રસંગે જ્યાં જનાકીર્ણતા હોય
ત્યાં ગોચરી ન જવું. (૫૭) મૃત્યુ પ્રસંગે કે જન્માદિ મહોત્સવ પ્રસંગે તેમજ અનેક ગામડાઓનો ઘણો મોટો જમણવાર હોય અથવા નાનો જમણવાર હોય તેમાં પણ લોકોનું આવાગમન બહુ હોય, ત્યાં ગોચરી જવું નહીં. (૫૮) ગરમ પદાર્થને ફૂંક મારીને વહોરાવે તે (કૂમેજજ) દોષ. (૫૯) સાધુ માટે પવન નાખીને ઠંડા કરેલા આહારાદિ વહોરાવે તે (વીએજજ) દોષ. ભગવતી સૂત્ર શતક-૭, ઉદ્દેશા-૧માં દર્શાવેલા શ્રમણના પરિભોગેષણા સંબંધી દોષો આ પ્રમાણે છે
(૬૦) મનોજ્ઞ, સ્વાદિષ્ટ આહાર કરતા મુનિ મનમાં ખુશ થાય. આહારની અને દાતાની પ્રશંસા કરે તો ઈગાલ દોષ(અંગાર દોષ) છે. તે પ્રમાણે પ્રશંસા કરવાથી સંયમ ગુણો અંગારા સમાન થઈ જાય છે. (૬૧) મુનિ અમનોજ્ઞ, પ્રતિકૂલ આહાર કરતાં મસ્તક હલાવતાં, આંખ, મુખ વગેરે બગાડતાં, મનમાં ખિન્ન બનીને આહાર કરે અને તે આહારની કે દાતાની નિંદા કરે છે, ધૂમ દોષ છે. તેમ કરતાં સાધકના સંયમગુણો ધૂમાડા સમાન થઈ જાય છે. (૨) મુનિ ખાદ્ય પદાર્થને સ્વાદિષ્ટ બનાવવા માટે તેમાં સંયોજ્ય પદાર્થ, જેવા કે– મીઠું, મરચું, ખાંડ, ગોળ વગેરેનો સંયોગ કરીને ખાય તે સંયોજના દોષ છે. (૩) મુનિ શરીરની આવશ્યકતા કરતાં વધારે આહાર કરે, ઠાંસી-ઠાંસીને આહાર કરે, તે પ્રમાણાતિક્રાંત દોષ છે. (૬૪) સૂર્યોદય પૂર્વ કે સૂર્યાસ્ત પછી આહાર કરે, તેને ક્ષેત્રાતિકાંત દોષ કહ્યું છે.(ખરેખર એ રાત્રિ ભોજન દોષ છે.) (૬૫) પ્રથમ પ્રહરમાં ગ્રહણ કરેલા આહાર, પાણી ચોથા પ્રહરમાં રાખે અને તેનું સેવન કરે, તે કાલાતિક્રાંત દોષ છે. (૬૬) વિહાર વગેરેના પ્રસંગે બે ગાઉથી વધારે દૂર આહાર-પાણી લઈ જાય અને વાપરે તે માર્ગીતિકાંત દોષ છે. (૭) દુષ્કાળ માટે લોકોને આપવા બનાવેલો આહાર(દષ્કાળ ભક્ત) ન લેવો. (૬૮) દીન દાખીઓ માટે બનાવેલો(કિવિણ ભક્ત) આહાર ન લેવો. (૬૯) બીમારો માટે બનાવેલો કે અપાતો(ગિલાણ ભક્ત) આહાર ન લેવો. (૭૦) અનાથ લોકો માટે તૈયાર કરેલો(અનાથ પિંડ) આહાર ન લેવો. (૭૧) અતિવૃષ્ટિથી પીડિત લોકો માટે બનાવેલો(બદલિયા ભક્ત) આહાર ન લેવો. (૭૨) સાધુ માટે સુધારેલા ફળના ટુકડા કે રસ, અથવા ટુકડા કરીને મેવા વગેરે તેમજ વાટીને, મથીને તૈયાર કરેલો આહાર વહોરાવે તો તે રચિત દોષવાળા કહેવાય છે. દાતા ખાદ્ય પદાર્થોનું પરિવર્તન કે રૂપાંતર કરીને આપે તે પણ રચિત દોષ છે.