________________
82
આગમ-કથાઓ
નવમું અધ્યયનઃ નમિ રાજર્ષિ પૂર્વકથા : મયણરેહા પર મોહિત થઈ, તેને મેળવવા કપટથી ભાઈ જુગબાહુની ગરદન પર તલવારનો વાર કરી મદનરથ વૈધને તેડવા જાય છે. જયાં સાપના કરડવાથી મૃત્યુ પામી નરકે જાય છે. મયણરેહા પતિનો અંત સમય જાણી તેને ધરમનાં શરણા આપે છે, ભાઈ પરનો રોષ કાઢી નાખી ધર્મ શરણુ લેતાં મરીને જુગબાહુ દેવ ગતિ પામે છે. ભયભીત મયણરેહા મદનરથથી બચવા જંગલમાં નાસી જાય છે. જયાં તેને પુત્રનો જન્મ થાય છે. અશુચી નિવારવા તળાવ કિનારે જતાં, ત્યાં હાથી તેને આકાશમાં ઉલાળે છે. ત્યાંથી પસાર થઈ રહેલા વિધાધરનું ધ્યાન જતા તેને જીલી લે છે. આ બાજુ રાજાનું મૃત્યુ થતાં મયણરેહાનો મોટો દિકરો ચંદધ્વજ રાજા બને છે.નાના દિકરાને જંગલમાં ઝાડની ડાળીએ ઝુલતો, નિરાધાર જાણી પાસેના રાજય મિથીલાનો રાજા (નમિનો પૂર્વભવનો ભાઈ) પોતાની સાથે લઈ જાય છે. રાજા નિસંતાન હોવાથી પુત્રને દેવનો દીધેલો જાણી આનંદીત થઈ જાય છે. નમિકુમાર નામ રાખે છે.
વિધાધર પિતામુનીને વાંદવા જઈ રહયો હોય છે, જયાં મયણરેહાનો પતિ જુગબાહુ દેવગતિથી આવે છે,મયણરેહાનો ઉપકાર માને છે. વિધાધર મયણરેહાને નમકુમાર પાસે લઈ જાય છે. પુત્રને ક્ષેમકુશળ જાણી ત્યાંથી તે ચાલી જાય છે અને દિક્ષા અંગીકાર કરે છે. મોટો થતાં નમિ રાજા બને છે. તે પ્રજા પાલક હોવાથી અત્યંત પ્રિય થઈ જાય છે. એકદા બે પાડોશી રાવ મહાસતી મયણરેહા વચ્ચે પડી બેઉ ભાઈની ઓળખ કરાવે છે. મોટો ભાઈ ચંદધ્વજ બેઉ રાજય નમિને સોંપી,પોતે દિક્ષા લે છે.
નમિને એકદા દાહ–જવર રોગ થતાં રાણીઓ ચંદન ઘસે છે.કંકણનો અવાજ સહન ન થતાં પ્રધાનને કહે છે.પ્રધાન એક કંકણ પહેરી ચંદન ઘસવાનું કહે છે, જેથી અવાજ બંદ થઈ જાય છે.નમિને એકત્વ ભાવના ભાવતાં જાતિસ્મરણ જ્ઞાન થાય છે અને તે દિક્ષા માટે તૈયાર થાય છે. તેના વૈરાગ્યની પરીક્ષા કરવા શકેન્દ્ર બ્રાહ્મણનું રૂપ લઈ આવે છે.
મહાસતી મદનરેખાના પુત્ર નિમિકુમાર જ્યારે સંયમ અંગીકાર કરવા ઉત્સુક બન્યા ત્યારે તેના વૈરાગ્યની પરીક્ષા બ્રાહ્મણ રૂપધારી સ્વયં શકેન્દ્રએ કરી. નમિ રાજર્ષિએ ઈન્દ્રને યથાર્થ ઉત્તર આપી સંતુષ્ટ કર્યા. ઈન્દ્રનાં પ્રશ્નો:
આજે મિથીલા નગરીનાં રાજમહેલમાં અને ઘરોમાં કોલાહલ અને વિલાપ,આક્રંદ કેમ સંભળાઈ રહ્યો છે? (૧) સુવિસ્તૃત વૃક્ષ પડી જવાથી પક્ષીઓ આક્રંદ કરે છે, તેવી રીતે નગરીના લોકો પોતાના સ્વાર્થને રડે છે.
વાયુથી પ્રજવલીત અગ્ની આપના ભવન અને અંતેપુરને બાળી રહી છે, તેને કેમ નથી જોતાં? (૨) જ્યાં મારું કંઈ જ નથી, તે નગરી કે ભવનોના બળવાથી મને કંઈ નુકશાન થતું નથી. પુત્ર, પત્ની અને પૈસાના ત્યાગીને માટે કશું જ પ્રિય હોતું નથી. તેમજ અપ્રિય પણ હોતું નથી. સંપૂર્ણ બંધનમક્ત તપસ્વી ભિક્ષને વિપલ સુખ મળે છે.
કિલો,ગઢ ખાઈ ખોદાવી, દરવાજાથી નગરને પહેલાં સુરક્ષિત કરાવો પછી દિક્ષા લો. (૩) શ્રદ્ધા, તપ, સંયમ, સમિતિ, ક્ષમાદિ ધર્મ, ગુપ્તિ, વૈર્ય આદિ આત્મ સુરક્ષાના સાચા સાધનો છે.
ધરો અને ભવનોનાં નિર્માણ કરાવી પછી દિક્ષા લો. (૪) સંસાર ભ્રમણના માર્ગમાં કયાંય પણ પોતાનું ઘર બનાવવાની આવશ્યકતા નથી. શાશ્વત મોક્ષ સ્થાનને પ્રાપ્ત કરી ત્યાંજ શાશ્વત નિવાસસ્થાન બનાવવું શ્રેયસ્કર છે.
ચોર અને લુટારાઓને દંડી નગરને સુરક્ષિત કરો. (૫) રાજનીતિ દૂષિત છે. તેમાં ન્યાયમાર્ગને જાણવા છતાં પણ અન્યાય થવાની સંભાવના રહે છે. જ્યાં સાચા દંડાઈ જાય અને જૂઠા આબાદ રહી જાય.
જે રાજાઓ તમને નથી નમતા, તેમને નમાવીને, પછી દિક્ષા લો. (૬) અન્ય રાજાઓનું દમન કરી તેને નમાવવામાં કોઈ લાભ નથી. લાખો સુભટોને જીતવા કરતાં સ્વયંનું આત્મદમન શ્રેષ્ઠ છે. તેથી અનાદિના દુર્ગણોની સાથે સંગ્રામ કરવો જોઈએ. બાહ્ય યુદ્ધથી કોઈ લાભ નથી, આત્મવિજય
યુદ્ધથી કોઈ લાભ નથી, આત્મવિજયથી જ સુખ થાય છે. યજ્ઞ કરાવી, બ્રામણોને ભોજન તથા દાન કરી, ભોગો ને ભોગવી પછી દિક્ષા લો . (૭) પ્રતિમાસ દસ લાખ ગાયોનું દાન કરવા કરતાં એક દિવસની સંયમ સાધના શ્રેષ્ઠતમ છે.
ગ્રહસ્થાશ્રમમાં રહિનેજ ધર્મ કરો. (૮) કેવલ ઘોર જીવન અને કઠિનાઈઓ યુક્ત જીવનથી મોક્ષ પ્રાપ્ત નથી થતો પરંતુ સમ્યગું જ્ઞાન અને વિવેકયુક્ત સંયમનું આચરણ કરવાથી મોક્ષ પ્રાપ્ત થાય છે. મા ખમણને પારણે કુશાગ્ર જેટલો આહાર કરે તો પણ તે અજ્ઞાની, શુદ્ધ સંયમીની સમક્ષ અમાવાસ્યા તુલ્ય પણ નથી.
સોના, ચાંદીથી ભંડારો ભરીને પછી દિક્ષા લો. (૯) ઇચ્છાઓ આકાશની જેમ અનંત છે. સોનાચાંદીના પહાડ થઈ જાય તો પણ સંતોષ અને ત્યાગ વિના તેની પૂર્ણતા થતી નથી. તેથી આ ઇચ્છાપૂર્તિના લક્ષને છોડી તપ-સંયમનું આચરણ કરવું શ્રેયસ્કર છે.
વિધમાન ભોગોને છોડીને,અવિધમાન ભોગો માટે અભિલાશી થયા છો, તો કયાંક પસ્તાવાનો વારો ન આવે. (૧૦) સંયમી સાધક ભવિષ્યના કામભોગો મેળવવાની આશા અપેક્ષાએ વર્તમાન ભોગોનો ત્યાગ નથી કરતા પરંતુ ભોગોને શલ્ય સમજી સંસાર પ્રપંચથી મુક્ત થવા માટે એનો ત્યાગ કરે છે. તે એમ માને છે કે આ ભોગોની ચાહના માત્ર જ દુર્ગતિ અપાવવાવાળી છે. કામભોગ આશીવિષ સમાન છે તેથી તેની પ્રાપ્તિનું લક્ષ ભિક્ષુને હોતુ નથી, તેથી સંકલ્પ વિકલ્પથી દુઃખી થવાની તેઓને કોઈ સંભાવના નથી. અલ્પ સાંસારિક સુખોનો ત્યાગ કરી અધિક સંસારી સુખની ચાહના કરનારાઓને પશ્ચાત્તાપ કરવો પડે છે. આ શક્રેન્દ્રના અંતિમ પ્રશ્નનો ઉત્તર છે.