________________
95
jain
કથાસાર (૧૦) સ્વાધ્યાય-૧. નવાં-નવાં સૂત્રો અને શાસ્ત્રોના મૂળ અને અર્થની વાચના લેવી, તેમને કંઠસ્થ કરવા, ૨. શંકાઓને પૂછીને સમાધાન કરવું ૩. શીખેલા જ્ઞાનનું પુનરાવર્તન કરવું. ૪. અનપેક્ષા કરવી, ૫. ધર્મનો ઉપદેશ આપવો વગેરે સ્વાધ્યાય તપ છે. (૧૧) આત્મસ્વરૂપનું એકત્વ, અન્યત્વ, અશરણ આદિ ભાવનાઓનું, લોકના સ્વરૂપનું, એકાગ્રચિત્તથી આત્માનુલક્ષી સુક્ષ્માતિસૂક્ષ્મ ચિંતન કરતાં-કરતાં તેમાં લીન થઈ જવું, તે ધ્યાન તપ છે. તે ધ્યાનમાં પ્રથમ અવસ્થા ધર્મધ્યાનરૂપ છે અને એકાગ્રતામાં આગળ વધીને, સાધક અતિ સૂક્ષ્મ ધ્યાન અવસ્થારૂપ શુક્લ ધ્યાનને પ્રાપ્ત કરે છે. (૧૨) વ્યુત્સર્ગમન, વચન, કાયાની વૃત્તિઓનો નિર્ધારિત સમય માટે પૂર્ણ રૂપથી (પૂરેપૂરી રીતે) ત્યાગ કરવો યોગ-વ્યુત્સર્ગ છે. તેને પ્રચલિત ભાષામાં કાયોત્સર્ગ (કાઉસ્સગ્ગ) કહેવામાં આવે છે. એવી રીતે કષાયોનું, કર્મોનું, ગણ-સમૂહનું વ્યુત્સર્જન કરીને એકાકીપણે રહેવું, વગેરે બધા ય વ્યુત્સર્ગ તપ છે. તેના દ્રવ્ય અને ભાવ એમ બે પ્રકાર છે. સમુહમાં રહેવા છતાં એકત્વ ભાવના ભાવવી તે ભાવથી એકાકીપણું. આ બાહ્ય અને આત્યંતર તપને જે મુનિ યથાશક્તિ ધારણ કરી, તેમાં ઉતરોત્તર વૃદ્ધિ કરતાં સમ્યફ આરાધન કરે તે શીધ્ર સંસારથી મુક્ત થાય છે.
એકત્રીસમું અધ્યયન: ચરણવિધિ આ અધ્યયનમાં એકથી લઈને તેત્રીસ બોલ સુધી આચારના વિષયો પરનું વર્ણન છે. જેમાં કેટલાક ય(જાણવા જેવા) છે. કેટલાક ઉપાદેય(આદરવા જેવા) છે અને કેટલાક હેય(છોડવા લાયક) છે.
સમિતિ, ગુપ્તિ, મહાવ્રત, શ્રમણ ધર્મ, પડિમા, આદિ ઉપાદેય છે. કષાય, દંડ, અસંયમ, બંધન, શલ્ય, ગર્વ, સંજ્ઞા, ભય, મદ આદિ હેય છે. છ કાય, ભૂતગ્રામ, પરમાધામી, સૂત્રકૃતાંગ સૂત્ર, જ્ઞાતાસૂત્ર, દશાશ્રુત સ્કંધ વગેરે સૂત્રોના અધ્યયન ોય છે. અંતમાં, ગુરુ રત્નાધિકની તેત્રીસ આસાતનાઓનું વર્ણન છે.
બત્રીસમું અધ્યયન પ્રમાદથી સુરક્ષા આ અધ્યયનમાં મૈથુનભાવ અને પાંચ ઇન્દ્રિયોના વિષયના સંદર્ભમાં વિસ્તાર પૂર્વક વર્ણન કરીને, પ્રમાદાચરણ વિશે સમજાવીને, એનાથી આત્માને સાવધાન અને સુરક્ષિત રહેવાની પ્રેરણા આપવામાં આવી છે અને સુરક્ષિત રહેવાની વિધિનું પણ વર્ણન કરવામાં આવ્યું છે. (૧) સંપૂર્ણ જ્ઞાનને પ્રગટ કરવાથી તથા અજ્ઞાન અને મોહનો ત્યાગ કરવાથી તેમજ રાગ દ્વેષનો ક્ષય કરવાથી એકાન્ત સુખના સ્થાનરૂપ મોક્ષની પ્રાપ્તિ થાય છે. (૨) એ માટે – ૧. વૃદ્ધ અને ગુરુજનોની સેવા ૨. બાલ જીવોની સોબતનો ત્યાગ ૩. સ્વાધ્યાય ૪. એકાન્તનું સેવન ૫. સૂત્રાર્થ ચિંતન ૬. પરિમિત આહાર ૭. યોગ્ય સાથી ૮. જનાકુલતા રહિત સ્થાન; આ વાતોનું ધ્યાન રાખવું જોઈએ. (૩) કદાચ કર્મયોગે યોગ્ય સહાયક સાથી ન મળે તો આત્માર્થી મુનિ સમસ્ત પાપોનું નિવારણ કરતાં બ્રહ્મચર્યની સાધનામાં વિશિષ્ટ સાવધાન રહેતાં એકલા જ વિચરણ કરે.(૪) લોભ, તુણા અને મોહના ત્યાગથી દ:ખોનો શીઘ નાશ સંભવ છે. (૫) રાગ, દ્વેષ અને મોહ એ કર્મોના મૂળ છે અને કર્મ એ દુઃખ-સંસારના મૂળ છે. (૬) બ્રહ્મચર્યના સાધક આરાધક મુનિઓએ રસોનું, વિગયોનું અધિક પ્રમાણમાં સેવન ન કરવું, પેટ ભરીને કયારેય ન ખાવું, સ્ત્રી આદિના સંપર્ક રહિત, અને તેના નિવાસ રહિત, એકાત્ત સ્થાનમાં રહેવું, સ્ત્રીના હાસ્ય, વિલાસ, રૂપ, લાવણ્ય વગેરેનું શ્રવણ કે અવલોકન ન કરવું તેમજ સ્ત્રી વિશે ચિંતન ન કરવું.(૭) વિભૂષિત દેવાંગનાઓ પણ બ્રહ્મચર્યમાં લીન બનેલા મુનિઓને ચલિત કરવામાં સમર્થ ન હોય, એવા સાધક માટે પણ ભગવાને સ્ત્રી આદિથી રહિત સ્થાનમાં રહેવું જ એકાંત હિતકારી કહ્યું છે. (૮) “કિંપાક ફળ’ સ્વાદમાં, વર્ણમાં, ખાવામાં અતિ મનભાવક હોય છે પરંતુ તેનું પરિણામ વિષમય હોય છે. તેવી જ રીતે કામભોગોનું પરિણામ મહા દુઃખદાયી હોય છે. (૯) સ્વાદિષ્ટ ફળવાળા વૃક્ષો પર પક્ષીઓ આવજા કરતાં રહે છે. તે જ રીતે પૌષ્ટિક ભોજન કરનારના મનમાં વિકાર વાસનાના સંકલ્પો આવતા રહે છે. (૧૦) જેમ ઘણાં વૃક્ષોવાળા (લાકડાંવાળા) જંગલમાં લાગેલી આગને શાંત કરવી મુશ્કેલ છે એવી જ રીતે અતિ ભોજન કરનારના ચિતમાં અસાધ્ય કામાગ્નિ ઉત્પન્ન થાય છે તે બ્રહ્મચારીઓ માટે જરા પણ હિતકારી નથી. (૧૧) જે રીતે બિલાડીના આવાસ પાસે ઉદરોનું રહેવું કયારેય ઉચિત નથી તેવી જ રીતે સ્ત્રીના નિવાસ સ્થાનમાં સાધુને સાથે રહેવું, ગમનાગમન કરવું, હંમેશાં અનુચિત હોય છે. (૧૨) પાંચ ઇન્દ્રિયોમાં આસક્ત બનેલો આ જીવ અનેક પ્રકારના પાપોનું આચરણ કરતો હોય છે. તે વિષયોને સંતોષવામાં મુગ્ધ બનીને રાત-દિવસ દુઃખી અને અશાન્ત રહે છે. જૂઠ, કપટ, ચોરી આદિ કરે છે અને અનેક પ્રકારના કર્મ બાંધીને સંસાર વધારે છે. (૧૩) પ્રસ્તુત અધ્યયનમાં પાંચ ઇન્દ્રિયો અને કામભોગની આસક્તિથી જીવન નાશ કરનાર પ્રાણીઓનું ઉદાહરણ આપીને, તે ઉદાહરણ દ્વારા વિષયોથી વિરક્ત થવાની પ્રેરણા આપવામાં આવી છે. (૧૪) શ્રોતેન્દ્રિયમાં હરણ, ચક્ષુઇન્દ્રિયમાં પતંગીયું, ઘ્રાણેન્દ્રિયમાં સર્પ, રસનેન્દ્રિયમાં મચ્છ, સ્પર્શેન્દ્રિયમાં પાડો અને કામભોગમાં હાથી, પોતાના પ્રાણ ગુમાવી દે છે. (૧૫) મોક્ષાર્થી સાધક “જલ કમલવત્' આ બધા વિષયોમાં વિરક્ત રહીને સંસારથી અલિપ્ત રહે છે. (૧૬) વિરક્ત, જ્ઞાની, અને સતત સાવધાન સાધકને માટે આ ઇન્દ્રિયોના વિષય જરા પણ દુઃખ આપનાર થતા નથી, અર્થાત્ તે | (સાધક આત્મા) તેમાં લપેટાતો જ નથી. કારણ કે સદા તેના તરફ વીતરાગ ભાવો જેવી દષ્ટિ રાખે છે. (૧૭) આમ દુ:ખ આ વિષયોમાં નથી, પરંત આત્માના રાગ-દ્વેષ જન્ય પરિણામોમાં અને આસક્તિમાં તથા અજ્ઞાનમાં જ દુઃખ ભરેલું છે. જ્ઞાની અને વિરક્ત આત્માઓને માટે આ બધા વિષયો જરા પણ પીડાકારી થતા નથી. આ ઇન્દ્રિયોના વિષયો તો સ્વતઃ હંમેશા તે વિરક્ત આત્માથી દૂર ભાગે છે.