________________
165
jain
કથાસાર જે જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ અને વિનયની અપેક્ષાએ સદૈવ પાર્થસ્થ આદિ ભાવમાં જ રહે છે, સાથો સાથ જે જિન શાસનની અપકીર્તિ કરવાવાળા છે, તે ભિક્ષ અવંદનીય છે. અપવાદરૂપ વંદનીય – દીક્ષા પર્યાય, પરિષદ, પુરુષ, ક્ષેત્ર, કાલ, આગમ જ્ઞાન વગેરે કોઈ પણ કારણને જાણીને યથાયોગ્ય “ મર્થીએણે વંદામિ' બોલવું, હાથ જોડવા, મસ્તક નમાવવું, સુખસાતા પૂછવી, તેમની પાસે ઊભા રહેવું, સંક્ષિપ્ત વંદન, પરિપૂર્ણ વંદન વગેરે ક્રમિક યથાવશ્યક વિનય વ્યવહાર કરવો જોઈએ, કારણકે અરિહંત ભગવાનના શાસનમાં રહેવા છતાં ભિક્ષુને ઉપચારથી પણ યથા યોગ્ય વ્યવહાર ન કરવાથી જિનશાસનની ભક્તિ નથી થતી, પરંતુ અભક્તિ જ થાય છે. જેથી લોક નિંદા વગેરે અન્ય અનેક દોષ ઉત્પન્ન થાય છે.
પાસત્થા વગેરેમાં નિમ્ન ગુણ હોઈ શકે છે– બુદ્ધિ, નમ્રતા, દાનની રુચિ, અતિ– ભક્તિ, વ્યવહારશીલ, સુંદરભાષી, વક્તા, પ્રિયભાષી, જ્ઞાની, પંડિત, બહુશ્રુત, જિન– શાસન પ્રભાવક, વિખ્યાત કીર્તિ, અધ્યયન શીલ, ભણાવવામાં કુશળ, સમજાવવામાં દક્ષ, દીર્ઘ સંયમ પર્યાય, શુદ્ધ બ્રહ્મચારી, વિવિધ લબ્ધિ સંપન્નતા વગેરે.
આથી ક્યારેક સકારણ મર્યાદિત વંદનાદિ વ્યવહાર ગીતાર્થના નિર્ણય અનુસાર રાખવાનું આવશ્યક પણ થઈ જાય છે. ત્યારે પોતાના આગ્રહથી કે અવિવેકથી ઉદંડતા કોઈએ ન કરવી જોઈએ. વંદનીય અવંદનીયનું સામાજિક સૂક્ષ્માવલોકન.
પૂર્વકાલમાં પાર્શ્વનાથ ભગવાનના રંગબેરંગી વસ્ત્રવાળા, સદા પ્રતિક્રમણ પણ નહિ કરવાવાળા, કલ્પ મર્યાદાનું પણ પાલન નહિ કરવાવાળા વગેરે વિચિત્ર અને ભિન્ન સમાચારીવાળા શ્રમણ ગામ, નગરમાં આવી જતા તો ત્યાંના શ્રમણોપાસક તેઓના દર્શન, સેવા, પપાસના વગેરે કરતા હતા અને ભગવાન મહાવીરના શ્રમણ આવી જતા તોપણ તે જ પ્રમાણે વ્યવહાર કરતા હતા.
આજે પણ ગુજરાત સૌરાષ્ટ્રમાં ગચ્છ સમુદાય સમાચારીનો ભેદ રાખ્યા વિના શ્રાવકોનો વ્યવહાર સમસ્ત માન્ય શ્રમણોની સાથે એક સરખો જોવામાં આવે છે.
શ્રાવકો દ્વારા ગુરુઓને વંદન ન કરવામાં બે કારણો સામે આવે છે– (૧) તેની ક્રિયા ઠીક નથી (૨) તે અમારા ગુરુઓને વંદન નથી કરતા કે એના શ્રાવક અમારા ગુરુઓને વંદન નથી કરતા તેથી અમે પણ નથી કરતા. દૂષિત આચાર વાળાઓને વિવેક જ્ઞાન -
જેને દોષ લગાડવામાં પોતાની કોઈ પરિસ્થિતિ હોય, જેને દોષ લગાડવામાં પણ કોઈ સીમા હોય, જે દોષને દોષ સમજે છે અને તેનો સ્વીકાર પણ કરે છે, તેમજ તેનું યથા સમય પ્રાયશ્ચિત્ત લે છે, જે તે દોષ પ્રવૃત્તિને પૂર્ણરૂપથી છોડવાનો સંકલ્પ રાખે છે અથવા જો તે છૂટી શકે તેમ નથી તો તેને પોતાની લાચારી, કમજોરી સમજીને ખેદ કરે છે અથવા સમજણ ભ્રમથી કોઈના દ્વારા કોઈ પ્રવૃત્તિ થઈ જાય છે તો તેને શિથિલાચારીની સંજ્ઞામાં ગણી શકાતો નથી. તેઓ અપેક્ષાથી આચારમાં શિથિલ હોવા છતાં પણ આત્માથી સરલ અને શ્રદ્ધા પ્રરૂપણાની શુદ્ધિવાળા તેમજ શુદ્ધાચારના લક્ષ્યવાળા હોવાથી બકુશ અથવા પ્રતિસેવના નિગ્રંથમાં જ ગણાય છે. એ બન્ને પ્રકારના નિગ્રંથને છઠું અથવા સાતમું ગુણસ્થાન હોય છે.
જો એ દૂષિત આચારવાળા કયારેય પ્રરૂપણામાં ભૂલ કરવા લાગી જાય અને તે શુદ્ધાચારી પ્રત્યે દ્વેષ અથવા અનાદરનો ભાવ રાખે તથા તેના પ્રત્યે આદર અને વિનય ભક્તિ ભાવ ન રાખે, તેમજ તેના ભાવોમાં ત્રણ અશુભ લેશ્યા આવી જાય અથવા આવશ્યક સંયમ પજ્જવા(પર્યાયો)ની કોટિમાં ઘટાડો આવી જાય તો એનું છઠું ગુણસ્થાન પણ છૂટી જાય છે ત્યારે તેઓ ચોથા ગુણસ્થાનમાં કે પ્રથમ ગુણસ્થાનમાં પહોંચી જાય છે.
આથી દૂષિત સંયમ પ્રવૃત્તિવાળાઓને પોતાની ભાષા અને ભાવોની સરલતા, આત્મ શાંતિ, હૃદયની શુદ્ધિ વગેરે ઉક્ત નિર્દેશોનો પૂર્ણ વિવેક રાખવો અત્યંત આવશ્યક છે અન્યથા તેઓ બેવડો અપરાધ કરીને પોતાનો આ ભવ અને પર ભવ બને બગાડીને દુર્ગતિના ભાગી બને છે. વિવેક જ્ઞાનઃ
ભાગ્યશાળી જીવોને જ જ્ઞાન, દર્શન, ચારિત્રની શુદ્ધ આરાધનાનો સંયોગ અને ઉત્સાહ પ્રાપ્ત થાય છે.
જેમ ધનથી ધનની વૃદ્ધિ થાય છે તેમજ ગુણોથી ગુણોની વૃદ્ધિ જ થવી જોઈએ. તદનુસાર શુદ્ધાચારી હોવાનો આત્મ વિશ્વાસ રાખવાવાળા સાધકોએ પોતાની સાધનાનો કયારેય પણ ઘમંડ નહિ કરવો જોઈએ. પોતાનો ઉત્કર્ષ અને બીજાનો અપકર્ષ કરવાની વૃત્તિ નહિ રાખવી જોઈએ. જેટલા પણ અન્ય સ્વગચ્છીય કે પરગચ્છીય શુદ્ધાચારી ઉત્કૃષ્ટાચારી શ્રમણ છે તેઓ પ્રત્યે કોઈપણ પ્રકારની સ્પર્ધાનો ભાવ ન રાખતાં આત્મીય ભાવ પૂર્વક તેઓનો પૂર્ણ સત્કાર, સન્માન, વિનયભાવ વગેરે રાખવા જોઈએ.
જે પણ પોતાના કર્મ સંયોગોના કારણે તેમજ ચારિત્ર મોહના અશુદ્ધ કે અપૂર્ણ ક્ષયોપશમના કારણે દૂષિત આચરણવાળા શિથિલાચારી અથવા ભિન્ન સમાચારીવાળા શ્રમણ હોય તેઓ પ્રત્યે નિંદા, ઈર્ષા, દ્વેષ ધૃણા, હીન ભાવના, તેઓની અપકીર્તિ કરવાની ભાવના નહિ રાખતાં; તેઓ પ્રત્યે પ્રેમ, મૈત્રી, મધ્યસ્થ અને અનુકંપાભાવ રાખીને તેઓના ઉત્થાન, ઉત્કર્ષનું ચિંતન અને સદ્ભાવના રાખવી જોઈએ પોતાની ક્ષમતાની વૃદ્ધિ કરીને સહૃદયતા અને સવ્યવહાર વગેરે કરતાં થકાં પોતાના બુદ્ધિ બળથી એવા ઉપાયોમાં પ્રયત્નશીલ રહેવું જોઈએ કે જેથી દૂષિત આચારવાળા પણ શુદ્ધાચાર તરફ આગળ વધે.
શુદ્ધાચારીનો આત્મ વિશ્વાસ રાખવાવાળાઓનું એ પણ પરમ કર્તવ્ય બની જાય છે કે તેઓ પડી ગએલાઓને ઉભા કરે પરંતુ નિંદા, તિરસ્કારનો વધુ એક ધકકો મારીને તેઓને વધુ ઉંડા ખાડામાં પછાડવાની ભૂલ ન કરે. - શુદ્ધાચારીનો આત્મવિશ્વાસ રાખનારાઓએ પોતાની દ્રવ્ય ક્રિયાઓ અને સમાચારીઓની સાથે ભાવ સંયમરૂપ નમ્રતા, સરલતા, ભાવોની શુદ્ધિ, હૃદયની પવિત્રતા, સર્વ જીવો પ્રત્યે પૂર્ણ મૈત્રીભાવ, અકષાય તેમજ અક્લેશભાવ તથા પૂર્ણ સદભાવ રાખવો જોઈએ. વિચરણ કરતાં કોઈપણ ક્ષેત્ર, ઘર અને ગૃહસ્થ પ્રત્યે મમત્વ ભાવ ન કેળવે, બધેજ નિર્મમત્વી રહે. કયાંય પણ