________________
આગમ-કથાઓ
170 પાંઉ, બિસ્કિટ, પીપરમિન્ટ, ડબલ રોટી વગેરે નહિ લેવા. બેકરીની બનાવટનાં કોઈ પદાર્થ નહિં લેવા. (૨૭) સાધુએ એકલા નહિ વિચરવું અને સાધ્વીએ બે થી વધારે સંખ્યામાં વિચરવું (આચાર્ય ઉપાધ્યાયે એકલા વિચરવાનો અને
સાધ્વીએ એકલા વિચરવાનો તથા પ્રવર્તિનીએ બે થી વિચરવાનો આગમમાં સ્પષ્ટ નિષેધ છે.) (૨૮) હંમેશા દેવસીય પ્રતિક્રમણમાં ધર્મધ્યાનના ભેદોનું ચિંતન અને રાત્રિના પ્રતિક્રમણમાં તપ ચિંતન પાંચમાં આવશ્યકમાં કરવું. (૨૯) ચોવીસ કલાક મુહપત્તિ બાંધી રાખવી (ઉઘાડે મુખે બોલવાથી સાવધ ભાષા ગણાય છે –ભ.શ.-૧૬, ઉ.-ર)
સાવદ્ય ભાષાથી બચવા માટે બોલતા સમયે અને લિંગ માટે યથાસમય મુખવસ્ત્રિકા બાંધવી આવશ્યક હોય છે. (૩૦-૩૧) પ્લાસ્ટીકની થેલી કે કાપડ વગેરે રાખવા નહિ. (૩૨) પ્રવાહી શાહી વગેરે (અખાદ્ય) પદાર્થ પણ રાતમાં પોતાની પાસે રાખવા નહિ.
(જ્યારે કે તે પાણીના અંશમાં પેય ગુણ રહેતો જ નથી.) (૩૩) ચાતુર્માસમાં બેડેજ(પાટા પીંડી) ની પટી ન લેવી(જ્યારે કે તે કપડું તો ઔષધરૂપમાં પરિણત થઈ જાય છે.)
તેમજ રૂ, દોરા વગેરે પણ લેવા નહિ. (૩૪) પ્રથમ પ્રહરના આહાર પાણીની સૂક્ષ્મ સંઘાની પરંપરા સ્વીકારવી. (૩૫) સાધુના ઉપાશ્રયમાં દિવસમાં પણ અમુક સમય સિવાય બહેનોએ, સાધ્વીઓએ બેસવું નહિ. (૩૬) સંત સતિઓએ સાથે કે એક દિશામાં વિહાર ન કરવો, એક દિશામાં સ્પંડિલ ન જાવું. (૩૭) ફૂંકવું કે હવા કરવી(વીંજવું) એ બે કાર્યોના નિષેધ ઉપરાંત અન્ય અનેક નિયમ અને મર્યાદાઓ વાયુકાયની યતના માટે (૩૮) રજોહરણની ડાંડી પર વસ્ત્ર હોવું આવશ્યક છે. પંજણી અને ડંડા વગેરે પર નહિ. (લાકડી જોઈ જાનવર ભયભીત ન
થાય માટે. તથા કપડુ હોવાથી બાંધેલ પણ સારી રીતે રહે છે.) (૩૯) ઉપાશ્રયમાં રાતમાં ગૃહસ્થ એક તરફ પોતાને આવશ્યક પાણી રાખી શકે છે પરંતુ વિજળીના બલ્બ વગેરે સીડીમાં થોડીવાર માટે પણ જલાવવા નહિ. (આગમમાં “રાત્રીભર જ્યાં અગ્નિ કે દીપક જલતા હોય ત્યાં રહેવું નહિ, એવું વિધાન છે.) (૪૦) પરિસ્થિતિવશ પણ કયારેય શલ્ય ચિકિત્સા(ઓપરેશન) કરાવવી જ નહિ પરંતુ તેવી પરિસ્થિતિમાં પુનઃ ગૃહસ્થ બની જવું. દિગંબર જૈન] (૪૧) ઉપવાસમાં જ દીક્ષા આપવી, અર્થાતુદીક્ષાના દિવસે ઉપવાસ હોવો જ જોઈએ. દિગંબર જૈન] (૪૨) રેફ્રિજરેટર માંથી વસ્તુ બહાર કાઢેલી પડી હોય તે પણ અત્યંત ઠંડી હોય તો નહિ લેવી. ફ્રીજનો બહારથી પણ સંઘટો માનવો. આઈસ્ક્રીમને સચિત્ત માનવો. (૪૩) બહેનોએ પ્રાર્થનામાં સાધુ કે ભાઈઓ સાથે નહિ બેસવું. (૪૪) છદથી વધારે આગળની તપસ્યામાં રાખવું પણ ધોવણ પીવાનું કલ્પતું નથી. (૪૫) સાધ્વીઓએ મસ્તક આગળના વાળ કપડાથી બાંધીને રાખવાં.
એ નિયમોનો આગમિક કોઈ સ્પષ્ટ પાઠ ઉપલબ્ધ નથી. કેટલાક વ્યકિતગત વિચારોથી અને કેટલાક અર્થ પરંપરાથી અથવા નવા અર્થની ઉપજથી સમયે સમયે બનાવવામાં આવેલી સમાચારીરૂપ છે તેમાં કેટલાક સામાન્ય સાવધાની રૂપ છે, કેટલાક અતિ સાવધાનીરૂપ છે. એ નિયમોના બનવા બનાવવામાં મુખ્ય લક્ષ્ય પ્રાયઃ સંયમ સુરક્ષાના અને આગમોક્ત નિયમોના પાલનમાં સદ્યોગ સફળતા મળતી રહે, એવો છે. જેથી નહિ હોવાથી તેના પાલન કે અપાલનને શુદ્ધાચાર કે શિથિલાચારની ભેદરેખામાં નથી જોડી શકાતા તેમજ આગમની સમાન જોર ન દઈ શકાય.
જો તેનું પાલન કરે તો તે તેનું પરંપરા પાલન, સાવધાન દશા અને વિશેષ ત્યાગ–નિયમરૂપ કહી શકાય છે, તેમાં કોઈ નિષેધ નથી પરંતુ એ નિયમોનું પાલન કરનાર શુદ્ધાચારી છે અને પાલન નહિ કરનાર શિથિલાચારી છે, એમ સમજવું કે કહેવું બુદ્ધિમાની કે વિવેક યુક્ત નથી.
કેટલાક સાધક એ વધારાના નિયમોનું પાલન તો કરે છે અને મૌલિક આગમોક્ત નિયમોની ઉપેક્ષા કે ઉપહાસ પણ કરી લે છે, વિપરીત પ્રરૂપણા પણ કરી દે તે શુદ્ધાચારી કહી શકાતા નથી.
જે સાધક મૌલિક આગમોક્ત સ્પષ્ટ નિર્દેશોનું યથાવત્ પાલન કરે અને એ વધારાના નિયમોમાંથી જે જે નિયમ સ્વગચ્છમાં નિર્દિષ્ટ હોય તેનું પાલન કરે અને અન્યનું પાલન ન કરે તો તેને શિથિલાચારી સમજી શકાય નહિ. જે સાધક આગમોક્ત સ્પષ્ટ નિર્દેશો અને પરંપરાઓ બન્નેનું યથાવત્ પાલન કરે છે તેને તો શુદ્ધાચારી કે વિશિષ્ટાચારી કહેવામાં કોઈ હરકત ને સ્થાન જ નથી પરંતુ જો ૫-૧૦ કે એક પણ આગમોક્ત નિર્દેશનું પરંપરાના આગ્રહથી તે શ્રમણો દ્વારા અપાલન થતું હોય તો તેઓ પણ શુદ્ધાચારીની કક્ષાથી ઉતરતા જ કહેવાય ભલે ને તે કેટલીય વિશિષ્ટ સમાચારીઓનું પાલન કરતા હોય.
રનું સ્વરૂપ સમજ્યા વિના મનમાન્યા નિર્ણય કરવા કે કહેવાથી કાં તો નિરર્થક રાગદ્વેષ વધારવાનું થાય છે અથવા શિથિલાચારનું પોષણ થાય છે અને નિશીથ ઉદ્દે. ૧૬ અનુસાર પ્રાયશ્ચિત આવે છે (શિથિલાચારીને શુદ્ધાચારી અને શુદ્ધાચારીને શિથિલાચારી કહે તો પ્રાયશ્ચિત્ત).
આ વિવેચનથી સાચો અર્થ સમજીને શિથિલાચારનો અસત્ય આક્ષેપ લગાડવાથી બચી શકાય છે તથા પોતાના આત્માનો સાચો નિર્ણય પણ લઈ શકાય છે. સાથે જ શુદ્ધ સમજપૂર્વક શક્તિ અનુસાર શુદ્ધ આરાધના કરી શકાય છે.