________________
આગમ-કથાઓ
174 મનિ દર્શનના પાંચ નિયમ યાને શ્રાવકના પાંચ અભિગમ (૧) સચેતનો ત્યાગ- સચિત સજીવ ચીજોને પોતાની પાસે ન રાખવી. (૨) અચેતનો વિવેક– અચેત રાજચિન્હ છત્ર, ચામર, તલવાર આદિ તથા જૂતા, ચંપલ આદિ મુનિની પાસે આવતા જ ત્યાગ કરવો. (૩) ઉતરાસંગ- મુનિના અવગ્રહમાં પ્રવેશ કરતાં જ મુખવસ્ત્રિકા રાખવી અર્થાત ઉત્તરાસંગ કરવું. (૪) અંજલિકરણ– મુનિની પાસે પહોંચતા જ હાથ જોડવા. (૫) મનની એકાગ્રતા- બધી ઝંઝટોને મગજમાંથી કાઢીને રાગદ્વેષથી દૂર થઈને એકાગ્રચિત્ત થઈને મુનિની પાસે પ્રવેશ કરવો ત્યારબાદ સવિધિ સભક્તિ વંદન, ગુણકીર્તન, જિનવાણી શ્રવણ, ગુણગ્રહણ તેમજ વ્રત ધારણ આદિ કરવું જોઈએ. અણમોલ ચિંતન
બીજાઓને માટે ફક્ત ઉત્સર્ગ વિધિનો એકાંતિક આગ્રહ રાખવો અને કસોટી કરવી, દોષ જોવા, પરંતુ પરિસ્થિતિ આવતાં જ પોતે અપવાદનું સેવન કરી લેવું એ સંકુચિત તેમજ હીન મનોદશા છે. ખરેખર તો પોતાને માટે કથની કરણીમાં ઉત્સર્ગ વિધિનો જ આદર્શ જીવનમાં રાખવો જોઈએ. મરવું મંજૂર પરંતુ દોષ લગાડવો નહીં, અપવાદનું સેવન કરવું નહીં. પરંતુ બીજાને માટે ઉદાર, અનુકંપા ભાવ રાખવો કે પોત પોતાની પરિસ્થિતિ, ભાવના, ક્ષમતા અનુસાર જીવ પ્રવૃત્તિ, પ્રયત્ન કરે છે. એવા વિચાર અને સ્વભાવ રાખવો તેમજ સમભાવ રાખવો એ પરમ ઉચ્ચ મનોદશા છે. સાધક ભલે સામાન્ય હોય કે વિશેષ, પણ મનોદશા તો ઊંચી જ રાખવી જોઈએ. કોઈને માર્ગદર્શન આપવું, સાવધાન કરવા એ ગુણ છે. પરંતુ તેની અવગણના, તિરસ્કાર યા હાંસી કરવી અવગુણ છે.
આવશ્યક સૂત્ર
પ્રાકથન:-સંસાર પ્રવાહમાં પરિભ્રમણ કરતાં પ્રાણીને માનવ દેહ પ્રાપ્ત થવો અત્યંત દુર્લભ છે. આવા માનવદેહને પ્રાપ્ત કરવાનું શ્રેષ્ઠ ફળ છે વ્રત પ્રત્યાખ્યાન ધારણ કરવા. કહ્યું પણ છે કે–(દેહસ્ય સારં વ્રત ધારણું ચ). દેહનો સાર વ્રત ધારણ કરવામાં છે.
વ્રત ધારણ કર્યા પછી તેનું શુદ્ધ રૂપે પાલન અને આરાધન કરવું તે પણ સાધકનું પરમ કર્તવ્ય બની જાય છે. જીવનની સામાન્ય-વિશેષ વિવિધ પરિસ્થિતિઓમાં સૂક્ષમ કે સ્થૂળ અતિચાર પણ જાણતાં-અજાણતાં લાગતા રહે છે, તેની શુદ્ધિ માટે પ્રતિક્રમણ કરવું આવશ્યક બને છે. પ્રતિક્રમણ માટે અવલંબનભૂત આગમ આવશ્યક સૂત્ર છે. નામકરણ – અનુયોગ દ્વાર સૂત્રમાં શ્રાવક અને સાધુઓ બંનેને માટે ઉભય કાલ અવશ્ય કરવાનું કહેલ હોવાથી તેનું આવશ્યક સૂત્ર નામ સાર્થક છે. આગમોમાં સ્થાન:- પ્રતિક્રમણ કરવું એ સર્વ સાધુઓ અને શ્રાવકોનો મુખ્ય આચાર હોવાથી આ આવશ્યક સૂત્રનું અંગ આગમ અને અંગબાહ્ય આગમથી અલગ જ મહત્ત્વ શાસ્ત્રોમાં નિર્દિષ્ટ છે. જ્યાં સાધુઓના શાસ્ત્ર અધ્યયનની જાણકારી આપવામાં આવેલ છે ત્યાં અંગશાસ્ત્રોથી પણ આ આવશ્યકસૂત્રના અધ્યયનનો નિર્દેશ પહેલા અલગ કરવામાં આવેલ છે. નંદીસૂત્રમાં અંગબાહ્ય આગમોમાં આવશ્યકને પ્રથમ કહેવામાં આવેલ છે, ત્યારપછી બધાં જ અંગબાહ્ય આગમોને બે વિભાગમાં એક સાથે કહેવામાં આવેલ છે. આ રીતે આવશ્યક સૂત્રનું બધા આગમોથી એક વિશેષ અને અલગ એવું મહત્ત્વપૂર્ણ સ્થાન છે. તેને કંઠસ્થ કરવું એ પ્રત્યેક સાધુ અને શ્રાવક માટે આવશ્યક બને છે. વિશેષતા – સમસ્ત જૈન આગમ યા તો કાલિક હોય છે અથવા ઉત્કાલિક હોય છે અને તેના ઉચ્ચારણ માટે કાલ–અકાલ બંને હોય છે. તે સૂત્રનું ૩૨(૩૪) અસ્વાધ્યાયના સમયે ઉચ્ચારણ કરવામાં આવતું નથી, પરંતુ આવશ્યક સૂત્રને કાલ–અકાલ હોતો નથી,
ઉચ્ચારણ કરી શકાય છે. ૩ર(૩૪) અસ્વાધ્યાયના સમયે તેનું ઉચ્ચારણ કરવું પણ નિષેધ મનાત નથી, બલ્ક અસ્વાધ્યાયના સમય એવા સવારના અને સાંજના સંધીકાલમાં જ આ સૂત્રથી આધારિત પ્રતિક્રમણ કરવાનો વિશિષ્ટ સમય આગમ, ઉત્તરાધ્યયન અને અનુયોગદ્વાર સૂત્રમાં સૂચિત કરવામાં આવેલ છે. તેનો સાર એક જ છે કે આ આગમના ઉચ્ચારણમાં શુચિ, અશુચિ, સમય, અસમય આદિ કોઈ પણ બાધાજનક બનતા નથી. રચના અને રચનાકાર આવશ્યક સૂત્રની રચના ગણધર ભગવંત કરે છે. દરેક તીર્થકરોના શાસનના પ્રારંભમાં જ આ સૂત્રની રચના કરવામાં આવે છે, કારણ કે સાધુ-સાધ્વી અને શ્રાવક-શ્રાવિકા રૂપી તીર્થ સ્થાપનાથી તીર્થકરના શાસનનો પ્રારંભ થાય છે અને સાધુ-સાધ્વી માટે પ્રતિક્રમણ કરવું ઉભયકાલ આવશ્યક છે, પ્રતિક્રમણ આવશ્યક સૂત્રના આધારે જ કરવામાં આવે છે. માટે આ સુત્ર ગણધર રચિત આગમ છે. તેમાં વિભાગરૂપ છ અધ્યાય છે, જેને છ આવશ્યક કહા છે. છ આવશ્યકોમાં ક્રમશ: કલ 1 + + ૧+૯+ 1 + ૧૦ ઊ ૨૩ તથા આદિ મંગલ અને અંતિમ મંગલનો પાઠ મળી કુલ ૨૩ + ૨ ઊ ૨૫ પાઠ છે, જેનું પરિમાણ(માપ) ૧૨૫ શ્લોકનું માનવામાં આવે છે. કયાંક ૧૦૦ કે ૨૦૦ શ્લોકનું પરિમાણ પણ કહેવામાં આવે છે. પરિક્ષણ કરતાં ૧૨૫ની સંખ્યા આદરણીય જણાય છે.
ઘણાં લોકો પ્રતિક્રમણ સુત્ર(વિધિ સહિત)ને જ આવશ્યક સુત્ર માની બેસે છે, પરંત આવશ્યક સૂત્ર ૧૨૫ શ્લોક પ્રમાણ આજે પણ સ્વતંત્ર છે. જે ઉપરોકત લાડનું, મુંબઈના સંસ્કરણમાં જોઈ શકાય છે. જેમાં કેવળ અર્ધમાગધી ભાષાના જ પાઠ છે. જ્યારે એ આવશ્યક સૂત્રના આધારે પ્રચલિત પ્રતિક્રમણ સૂત્રમાં અન્ય શાસ્ત્રોના ઉદ્ધરિત મૂળ પાઠ પણ છે, અન્ય નવા રચિત મૂળ પાઠ પણ છે, સાથે- સાથે હિન્દી, ગુજરાતીના કે મિશ્રિત ભાષાના ઘણા પાઠો, દોહરા, સવૈયા, સ્તુતિ આદિ પણ સમાવિષ્ટ છે.