________________
કથાસાર
jain
99 ચોર, ડાકુ, લૂંટારા, લાંચીયા, ખીસાકાતરુ ઈત્યાદિ તે નગરીમાં નહોતા. તેથી તે નગરી ઉપદ્રવ મુક્ત, સુખ શાંતિમય હતી. ત્યાં ભિક્ષુઓને ભિક્ષા સરળતાથી મળી રહેતી. સઘન વસ્તી હોવા છતાં નગરીમાં ખૂબ શાંતિ હતી. ૨. પૂર્ણભદ્ર યક્ષાયતન :- ચંપાનગરીની બહાર ઈશાન ખૂણામાં એક યક્ષાયતન હતું. પૂર્વ પરંપરાથી ચાલ્યું આવતું આ યક્ષાયતન પૂર્ણભદ્ર ચૈત્યના નામથી પ્રસિદ્ધ હતું. તે લોકોની માન્યતાઓ મનાવવાનું સ્થાન હતું, કેટલાક લોકોની આજીવિકાનું સાધન હતું. તે છત્ર, ઘંટા, ધ્વજા, પતાકાયુક્ત હતું. ત્યાં ભૂમિને ચંદનના છાપા લગાડેલા રહેતા; તાજા ફૂલ અને લાંબી માળાઓ લટકતી રહેતી હતી. લોબાનના ધૂપ આદિથી સદાય તે મહેકતું રહેતું. નગરવાસીઓ અને જનપદમાં તેની કીર્તિ ફેલાયેલી હતી. તે યક્ષાયતનના પૂર્ણભદ્ર દેવને અનેક લોકો ચંદન આદિથી અર્ચનીય, સ્તુતિ આદિ દ્વારા વંદનીય અને નમન કરવા યોગ્ય નમસ્કરણીય માનતા હતા. વસ્ત્રાદિથી સત્કાર કરવા યોગ્ય, મનથી સન્માન દેવા યોગ્ય, કામનાઓ પૂર્ણ કરનારા મંગલમય, અવાંછનીય સ્થિતિઓને નષ્ટ કરનારા, દૈવી શક્તિ સંપન, લોકોની અભિલાષાઓને જાણનારા અને વિનયપૂર્વક ઉપાસના કરવા યોગ્ય માનતા હતા, દિવ્ય સત્ય અને સત્યફળ દેનારા માનતા હતાં. ઘણા લોકો અભિલાષાની પૂર્તિ અર્થે તેની પૂજા કરતા. તેના નામથી હજારો લોકો દાન દેતા હતા. [આ પૂર્ણભદ્ર દેવ દક્ષિણ દિશાના યક્ષ જાતીય વ્યંતરોના સ્વામી ઇન્દ્ર છે.] ૩. વનખંડ(બગીચો):- પૂર્ણભદ્ર યક્ષાયતન ચારે તરફ વિશાળ વનખંડથી ઘેરાયેલું હતું. વૃક્ષ, લતા આદિની સઘનતાના કારણે તે વનખંડ ક્યારેક કાળી આભાવાળું તો ક્યારેક લીલી આભાવાળું દેખાતું હતું; શીતલ અને સ્નિગ્ધ વાતાવરણવાળું હતું; સુંદર વર્ણ આદિ ઉત્કૃષ્ટ ગુણોથી યુક્ત હતું. તે વૃક્ષોની છાયા પણ ઉક્ત ગુણોથી યુક્ત હતી. સઘન છાયાને કારણે તે વનખંડ મહામેઘ સમૂહની છાયા સમાન રમણીય, આનંદદાયક લાગતું હતું. ૪. વૃક્ષો:- તે વનખંડના વૃક્ષ ઉત્તમ મૂળ, કંદ, અંધ, શાખા, પ્રશાખા, પાંદડા, પુષ્પ, ફળ તથા બીજ યુક્ત હતા. ૫, અશોકવક્ષ :- આ વનખંડની મધ્યમાં અંદર અને વિશાળ અશોક વૃક્ષ હતું. તેનો ઘેરાવો ખૂબ વિસ્તત હતો. તેના કંદ, પાંદડા. પ્રવાલ, સુશોભિત હતા. તેના નવા પાંદડા તામ્રવર્ણવાળા આકર્ષિત હતા. તે વૃક્ષ બધી જ ઋતુઓમાં પાંદડા, મંજરી અને ફૂલોથી ખીલેલું રહેતું, પુષ્પ અને ફળોના કારણે ઝૂકેલું રહેતું હતું. ૬. શિલાપટ્ટક - અશોકવૃક્ષની નીચે થડની પાસે ચબૂતરાની જેમ એકઠી થયેલી માટી ઉપર એક શિલાપટ્ટક હતું. જેની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ સપ્રમાણ હતી. ચમકતો શ્યામવર્ણવાળો શિલાપટ્ટક અષ્ટકોણીય તથા કાચ જેવો સ્વચ્છ હતો. ૭. ચંપાધિપતિ કુણિક રાજા :- તે ચંપાનગરીના કુણિક રાજા મહાહિમાવાન પર્વતની સમાન મહત્તા, પ્રધાનતા, વિશિષ્ટતા યુક્ત હતા. તે રાજા ઘણા લોકો દ્વારા સન્માનિત અને પૂજિત હતા. તેના અનુશાસનવર્તી અન્યોન્ય રાજાઓ દ્વારા તેનો રાજયાભિષેક થયો હતો. ૮. ધારણી મહારાણી - કોણિક રાજાની ધારણી નામની રાણી હતી. ૯. પ્રવૃત્તિ નિવેદક:- કુણિક રાજાએ પ્રચુર વેતન આપી એક એવી વ્યક્તિને નિયુક્ત કરી હતી કે જે ભગવાન મહાવીર સ્વામીના પ્રતિદિન વિહારાદિ ક્રમની પ્રવૃત્તિની જાણકારી આપે. તે પ્રવૃત્તિ નિવેદક વ્યક્તિએ પોતાના તરફથી ભોજન તથા વેતન પર અન્ય અનેક માણસો નિયુક્ત કર્યા હતા, જેઓ ભગવાનના વિહારાદિ કાર્યક્રમને જણાવતા રહેતા. ૧૦. કુણિકની રાજયસભા:- કુણિક રાજાનું એક બહિર્વર્તી રાજ્યસભા ભવન હતું. ૧૧. ભગવાન મહાવીર સ્વામીનું વર્ણન :- શ્રમણ ભગવાન મહાવીર સ્વામી ધર્મની આદિ કરવાવાળા સ્વયં સંબુદ્ધ તીર્થકર હતા. પુરુષોત્તમ આદિ નમોત્થણે પઠિત ગુણોથી યુક્ત હતા. તેઓ રાગાદિ વિજેતા, કેવળજ્ઞાન યુક્ત, સાત હાથની ઊંચાઈવાળા, સમચરિસ સંહાણ તથા વજઋષભનારા સંઘયણ યુક્ત હતા.
તેમનું અસાધારણ રૂપ હતું. તેમનું તેજ નિર્ધમ અગ્નિ સમાન હતું. તે પ્રાણાતિપાત આદિ આશ્રવ રહિત, મમતા રહિત અને અકિંચન હતા તથા નિરુપલેપ(કર્મબંધથી રહિત) હતા. તેઓ નિર્ગસ્થ પ્રવચનના ઉપદેશક, ધર્મ શાસનના નાયક, ચોત્રીસ અતિશય, પાંત્રીસ સત્યવચનાતિશય યક્ત હતા. આકાશગત ચક્ર, છત્ર, ચામર, સ્વચ્છ સ્ફટિક યુક્ત પાદપીઠ-સિંહાસન અને ધર્મધ્વજ તેમની આગળ ચાલી રહ્યા હતા.
આ પ્રકારે શ્રમણ ભગવાન મહાવીર ૧૪,000 સાધુ, ૩૬,000 સાધ્વીજીઓના પરિવાર સહિત વિચરતાં, ગ્રામાનુગ્રામ વિહાર કરતાં ચંપાનગરીની બહાર ઉપનગરમાં પહોંચ્યા. ૧૨. સૂચના અને વંદન – કુણિકને પોતાના સેવક દ્વારા સૂચના મળી કે આપ જેમની આકાંક્ષા કરો છો, પ્રાર્થના કરો છો, જેનું નામ સાંભળવા માત્રથી હર્ષિત થાવ છો તે જ્ઞાતપુત્ર શ્રમણ ભગવાન મહાવીર સ્વામી ચંપાનગરીના ઉપનગરમાં પધાર્યા છે. આ સાંભળીને કુણિક રાજા અત્યંત પ્રસન્ન થયા. તેના રોમરોમ ખીલી ઉઠયા. તે આદરપૂર્વક સિંહાસન ઉપરથી નીચે ઉતર્યા. પાદુકા, છત્ર, ચામર, તલવાર એવં મુગટ આદિ રાજચિહ્નોને ઉતારી(અલગ કરી) જે દિશા તરફ ભગવાન મહાવીર બિરાજી રહ્યા હતા તે તરફ ૭-૮ પગલા આગળ ચાલીને ભક્તિભાવ યુક્ત હાથ જોડી ડાબો ઢીંચણ ઊંચો રાખી બેઠા; બેસીને ત્રણ વખત મસ્તક ભૂમિ ઉપર અડાડી પ્રથમ સિદ્ધને અને ત્યાર પછી મહાવીર સ્વામીને નમોત્થણના પાઠથી વંદન-નમસ્કાર કર્યા. ત્યાર પછી પૂર્વાભિમુખે સિંહાસન પર બેસી તેમણે એક લાખને આઠ રજત મુદ્દાઓ ભેટ સ્વરૂપે સેવકને પ્રદાન કરી; તદુપરાંત ઉત્તમ વસ્ત્રાદિથી સત્કાર કરી કહ્યું- હે દેવાનુપ્રિય! જ્યારે પ્રભુ ચંપાના પૂર્ણભદ્ર ચૈત્યમાં પધારે ત્યારે સૂચના કરજો.' બીજે જ દિવસે ભગવાન મહાવીર શિષ્ય પરિવાર સાથે ચંપાનગરીના પૂર્ણભદ્ર ચૈત્યમાં પધાર્યા. ૧૩. શ્રમણ ભગવાન મહાવીરની સંપદા :- શ્રમણ ભગવાન મહાવીરના ૧૪,૦૦૦ અંતેવાસી શિષ્ય હતા. તેમાં કેટલાક રાજા, મહારાજા, મંત્રી, મહામંત્રી, શેઠ, સાર્થવાહ, કુમાર, રાજકર્મચારી, સુભટ, યોદ્ધા, સેનાપતિ, અધિકારી, શેઠ, ગર્ભશ્રીમંત શેઠ, આદિ ઉત્તમ જાતિ-કુળ-ગુણ યુક્ત હતા. જેઓએ સંસારી ભોગ સુખોને કિંપાક ફળ સમાન દુ:ખદાયી જાણી, જીવનને પાણીના પરપોટા સમાન, ઝાકળ બિંદુની જેમ નાશવંત, ચંચળ જાણી પ્રાપ્ત ઋદ્ધિ-સંપદા, ઘર-પરિવારનો ત્યાગ કરી, જાણે કે બધી સાંસારિક સમૃદ્ધિ