________________
76.
આગમ-કથાઓ શિક્ષા સાર- મનુષ્ય અપ્રાપ્ત ભૌતિક ચીજોની યાચના કરી દુઃખી થાય છે. આ ભૌતિક સામગ્રીમાં કયાંય સુખ નથી. સંસારમાં કોઈ વિશાળ પરિવારથી દુઃખી છે તો કોઈ પરિવાર ન હોવાથી દુઃખી છે. કોઈ સંપત્તિના અભાવમાં દુઃખી છે તો કોઈ અઢળક સંપત્તિના કારણે શાંતિ મેળવી શકતા નથી. સહજ પ્રાપ્ત થયેલા સંયોગોમાં સંતોષ રાખી, પ્રસન્ન રહેવાથી સુખ-શાંતિ અને આત્માનંદની પ્રાપ્તિ થાય છે. અંતે તો ધર્મ અને ત્યાગ જ સંસારના પ્રપંચથી મુકત કરી શકે છે. એવું જાણી પ્રત્યેક સુખેચ્છએ ધર્મ-ત્યાગ અને સંયમ માર્ગે અગ્રેસર થવાનો સંકલ્પ કરવો જોઈએ. ઈચ્છાઓ ઉપર કાબૂ મેળવી આત્મકલ્યાણના શ્રેષ્ઠ માર્ગનો સ્વીકાર કરવો જોઈએ. એજ આગમ, જ્ઞાન અને શ્રદ્ધાનો સાર છે. જે શ્રદ્ધાળુ લોકો સાધુ-સાધ્વીજીઓ પાસેથી પોતાની સાંસારિક ઉલઝનોને દૂર કરવાની અપેક્ષા રાખે છે, તે માટે યંત્ર-મંત્ર, ઔષધ-મેષજની આશા રાખે છે તેમણે ઉપરોકત અધ્યયનથી શિક્ષા લેવી જોઈએ કે આવી પ્રવૃત્તિઓ સાધ્વાચારથી વિપરીત છે. વીતરાગ ભગવાનના સાધુ-સાધ્વીજી કેવળ આત્મ કલ્યાણના માર્ગનો, સંયમ ધર્મ અને તપ ત્યાગનો જ ઉપદેશ આપી શકે. અન્ય લૌકિક પ્રવૃત્તિમાં તેઓ ભાગ લઈ શકતા નથી.
પંચમ અધ્યયન પૂર્ણભદ્રઃ આ જંબૂદ્વીપના ભરતક્ષેત્રમાં મણિપદિકા નામની નગરી હતી. ત્યાં પૂર્ણભદ્ર નામનો શેઠ રહેતો હતો. તેમણે બહુશ્રુત સ્થવિર ભગવંતો પાસેથી ધર્મોપદેશ સાંભળી સંયમ અંગીકાર કર્યો. અગિયાર અંગો કંઠસ્થ કર્યા. ઉપવાસથી માંડી માસખમણ સુધીની અનેક તપશ્ચર્યાઓ કરી, કર્મની નિર્જરા કરતા થકા અનેક વર્ષો સુધી સંયમ પાલન કર્યું. એક માસના અનશનની આરાધના કરી સૌધર્મ દેવલોકમાં પૂર્ણભદ્ર નામનો દેવ થયો. કોઈ એક સમયે તે દેવે ભગવાન મહાવીર સમક્ષ બત્રીસ પ્રકારના નાટક દ્વારા પોતાની ઋદ્ધિનું પ્રદર્શન કર્યું. ગૌતમ સ્વામીના પૂછવાથી ભગવાને તેનો પૂર્વભવ કહ્યો. તદુપરાંત દેવલોકનું બે સાગરોપમનું આયુષ્ય પૂર્ણ કરી મહાવિદેહ ક્ષેત્રમાં મનુષ્યપણે ઉત્પન્ન થઈ, સંયમ અંગીકાર કરી, સર્વ કર્મનો ક્ષય કરી મુકત થશે. છઠ્ઠા અધ્યયનનું સંપૂર્ણ વર્ણન પૂર્ણભદ્ર સમાન સમજવું. મણિપદિકા નગરી, મણિભદ્ર શેઠ દીક્ષા–અધ્યયન-તપ-દેવલોકની સ્થિતિ–મહાવિદેહમાં જન્મ અને અંતે મોક્ષ. બધું જ વર્ણન પાંચમાં અધ્યયન સમાન જાણવું. એજ પ્રમાણે માં-દત્ત, ૮માં શિવ, ૯માં–બલ અને ૧૦માં અનાદતનું વર્ણન પાંચમાં અધ્યયન સમાન જ છે. આ વર્ગમાં ૪ જીવ સંયમના વિરાધક થયા. શેષ છ આરાધક થઈ દેવગતિમાં ગયા. દશમાંથી નવ જીવ એકાવતારી છે અર્થાત એક ભવ મનુષ્યનો કરી મોક્ષે જશે. બહુપુત્રિકા દેવી ત્રણભવ કરી મોક્ષે જશે. સાર:- સંયમ વ્રતની વિરાધના કરવાવાળા પણ જો શ્રદ્ધામાં સ્થિર હોય તો વિરાધક થવા છતાં સંસાર ભ્રમણ એટલે કે જન્મ-મરણ વધારતા નથી. પણ નિમ્ન કક્ષાના દેવ અથવા દેવી સ્વરૂપે ઉત્પન્ન થાય છે. તેથી જ આ ઉપરથી સમજવાનું એ છે કે સંયમમાં પૂર્ણ શુદ્ધ આરાધના ન કરતા સાધકોએ પોતાની શ્રદ્ધા પ્રરૂપણા આગમ અનુસાર શુદ્ધ રાખે. યથાસંભવ બાર પ્રકારના તપમાં લીન રહે. કષાય ભાવોથી મુકત રહે તો તે સંયમમાં નબળા હોવા છતાં પણ પોતાના આત્માની અધોગતિથી સુરક્ષા કરી એક દિવસ જરૂર મુકત થશે.
ચતુર્થ વર્ગ – પુષ્પચૂલિકા આ વર્ગમાં દસ સ્ત્રીઓનું વર્ણન છે જેમણે પાર્શ્વનાથ ભગવાનના શાસનમાં "પુષ્પચૂલા નામની સાધ્વી પ્રમુખોની પાસે અધ્યયન કરી, સંયમ–તપનું પાલન કર્યું હતું. એટલે આ વર્ગનું "પુષ્પચૂલા" નામ રાખવામાં આવ્યું છે. તે દસે સ્ત્રીઓ સંયમનું પાલન કરી ક્રમશઃ નીચે પ્રમાણે દેવીઓ બની. (૧) શ્રી દેવી () હી દેવી (૩) ધૃતિ દેવી (૪) કીર્તિદેવી (૫) બુદ્ધિ દેવી (૬) લક્ષ્મી દેવી (૭) ઈલા દેવી (૮) સુરા દેવી (૯) રસ દેવી (૧૦) ગંધ દેવી. શ્રી દેવી – રાજગૃહી નગરીમાં સુદર્શન નામનો ધનાઢ્ય સગૃહસ્થ રહેતો હતો. તેને પ્રિયા' નામની પત્ની હતી અને 'ભૂતા' નામની સુપુત્રી હતી. ભૂતા વૃદ્ધ અને જીર્ણ શરીરવાળી દેખાતી હતી. તેના દરેક અંગોપાંગ શિથિલ હતા જેથી તેને કોઈ વર મળતો ન હતો. એક વખત પાર્શ્વનાથ ભગવાન તે નગરીમાં પધાર્યા. માતા-પિતાની આજ્ઞા લઈ તે ભૂતા પોતાના ધાર્મિક રથમાં બેસી ભગવાનના દર્શન-વંદન કરવા ગઈ. ઉપદેશ સાંભળી ખૂબ ખુશ થઈ. તેને નિર્ગસ્થ પ્રવચન ઉપર ખૂબ શ્રદ્ધા થઈ. માતા-પિતાની આજ્ઞા લઈ સંયમ લેવા તત્પર બની. એક હજાર પુરૂષ ઉપાડી શકે તેવી શિબિકામાં બેસાડી ભગવાન સન્મુખ તેને લાવવામાં આવી. ભગવાનને શિષ્યાના રૂપમાં ભિક્ષા સ્વીકારવાની માતા-પિતાએ વિનંતિ કરી. ભગવાને દીક્ષા આપી અને પુષ્પચૂલા આર્યાને સુપ્રત કરી. ભૂતા પુષ્પચૂલા આર્યાની પાસે સંયમ તપથી આત્માને ભાવિત કરતી થકી વિચરવા લાગી. કાલાંતરે તે ભૂતા આર્યા શરીરની સેવા-સુશ્રુષામાં લાગી ગઈ. શુચિધર્મનું આચરણ કરવા લાગી. અર્થાત્ વારંવાર હાથ, પગ, મુખ, શીર, મસ્તક, કાંખ, ધોવા લાગી. બેસવા, સૂવા, ઊભા રહેવાની જગ્યા ઉપર પહેલા પાણી છાંટવા લાગી. ગુરુણી દ્વારા આ બધી પ્રવૃત્તિનો નિષેધ કરવા છતાં તે અન્ય એકાંત સ્થાનમાં રહી આ પ્રવૃત્તિ કરવા લાગી. અનેક પ્રકારની તપશ્ચર્યા કરવા છતાં આલોચના-પ્રતિક્રમણ ન કરવાથી વિરાધક થઈ પ્રથમ દેવલોકના 'શ્રી અવતંસક' વિમાનમાં 'શ્રી દેવી'ના રૂપમાં ઉત્પન્ન થઈ. કોઈ સમયે ભગવાન મહાવીર સમક્ષ આવી શ્રી દેવીએ અનેક પ્રકારની નાટય વિધિ દ્વારા ઋદ્ધિનું પ્રદર્શન કર્યું. ત્યાંની એક પલ્યોપમની સ્થિતિ પૂર્ણ કરી મહાવિદેહક્ષેત્રમાં ઉત્પન્ન થઈ મુક્ત થશે. ભૂતાની સમાન જ નવે સ્ત્રીઓનું વર્ણન જાણવું. ફક્ત નામ જ જુદા છે. બધી જ શરીર બકુશ થઈ પ્રથમ દેવલોકમાં ગઈ. ત્યાં એક