________________
60
આગમ-કથાઓ અવાજ સાંભળતાં જ શ્રી દેવીની દાસીઓ હાજર થઈ ગઈ. દેવદત્તાને ખંડમાંથી બહાર નીકળતાં જોઈ. ખંડમાં મૃત્યુ પામેલી શ્રી દેવીને જોતાં રાજાને સમાચાર પહોંચાડ્યા. અત્યંત દુઃખિત હૃદયે મૃત્યુકર્મ પતાવ્યું. પુષ્પનંદીએ દેવદત્તાને રાજપુરૂષો દ્વારા પકડાવી તીવ્રતમ મૃત્યુદંડ ઘોષિત કર્યો. તેને બંધનમાં બાંધી કાન-નાક કાપી નાખ્યા. હાથમાં હાથકડી અને ગળામાં લાલ ફૂલોની માળા
- શરીરને લાલ ગેરવાથી લિપ્ત કર્યું. આ પ્રકારના કરણ દશ્યની સાથે મારતાં–પીટતાં અનેક પ્રકારની પીડાઓ આપતાં એવં ઉદ્ઘોષણા કરતાં કે 'આ પોતાનાં દુષ્કર્મોથી દુઃખી થઈ રહી છે, તેને કોઈ દુ:ખ નથી આપતું.' – એમ કહેતાં કહેતાં વધુ સ્થાન તરફ દોરી જતા હતા. તે સમયે ગૌતમ સ્વામીએ નરકતુલ્ય દુઃખ ભોગવતી માણસના ટોળાંની વચ્ચે સ્ત્રીને જોઈ. સ્થાનમાં આવી ભગવાનને પૂછયું– 'ભંતે! આ સ્ત્રીએ એવા કયા કર્મો બાંધ્યા છે કે જેથી આવું દુ:ખ ભોગવી રહી છે?' ભગવાને તેનો પૂર્વભવ કહ્યોપૂર્વભવ : – આ જંબદ્વીપના ભરતક્ષેત્રમાં પ્રતિષ્ઠિત નામનું નગર હતું. ત્યાંના રાજા મહાસેનને 1000 રાણીઓ હતી. તેણે પોતાના પુત્ર સિંહસેનને ૫૦૦ રાજકન્યા સાથે પરણાવ્યો અને યથેચ્છ પ્રીતિદાન એવં ભોગ–ઉપભોગની સામગ્રીઓ આપી. સિંહસેન સુખપૂર્વક રહેવા લાગ્યો. કાલાંતરે મહાસેન મૃત્યુ પામતાં સિંહસેન રાજકુમાર રાજા બન્યો. પોતાની મુખ્ય રાણી શ્યામામાં ખૂબ આસકત હતો, અન્ય રાણીઓ પ્રત્યે ઉપેક્ષા કરતો તેથી દરેકે પોતાની માતાને કહી દીધું. બધી રાણીઓની માતાઓએ મળી શ્યામાને વિષ આદિ શસ્ત્રોથી મારી નાખવાનું વિચાર્યું. આ વાત ગુપ્ત ન રહેતાં શ્યામાને કાને આવી. શ્યામાએ સિંહસેન રાજાને જણાવી. તેઓએ યુકિત કરી. બધી જ રાણીઓની માતાઓને બહુમાન પૂર્વક નિમંત્રણ મોકલ્યું. એક વિશાળ કુટાગાર શાળામાં બધાની ઉતરવાની – ખાવા-પીવાની વ્યવસ્થા કરી. અર્ધરાત્રિએ રાજા ઉઠયો અને પોતાના પુરુષોની સાથે કૂટાગાર શાળા પાસે ગયો. તે શાળાના દરવાજા બંધ કરાવી ચોતરફ આગ લગાડી દીધી. ૪૯૯ની માતાઓ આક્રંદ કરતી મૃત્યુ પામી. સિંહસેન આ પ્રમાણે પાપકર્મયુકત જીવન જીવતો ૨૪૦૦ વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી છઠ્ઠી નરકમાં ઉત્પન્ન થયો. ત્યાં રર સાગરનું ભયંકર દુઃખ ભોગવી દેવદત્તાના રૂપમાં જમ્યો છે. ભવિષ્ય:- તે દેવદત્તા આજે મૃત્યુ પામી પ્રથમ નરકમાં ઉત્પન્ન થશે. અનેક ભવોમાં ભ્રમણ કરતી અંતે ગંગપર નગરમાં હિંસ બનશે. કોઈના દ્વારા તેનું મોત થશે. ત્યારપછી શ્રેષ્ઠીપુત્ર થઈ સંયમ લેશે. ત્યાંથી દેવલોકમાં જશે. સ્વર્ગનું આયુ પૂર્ણ કરી મહાવિદેહ ક્ષેત્રમાં મનુષ્ય બની મોક્ષે જશે. શિક્ષા – પ્રેરણા :(૧)સ્વાર્થ અને ભોગની લિપ્સા કેટલી ભયંકર હોય છે કે વ્યકિત પોતાના સંબંધ ભૂલી જાય છે. અને ક્રોધાવેશમાં ભયંકર કૃત્ય કરી બેસે છે. તેથી ત્રણને અંધ કહ્યા છે – ક્રોધાંધ, કામાંધ અને સ્વાર્થોધ. આ ત્રણે દીર્ઘકાળ સુધી સંસારમાં ભવભ્રમણ કરે છે. દેવદત્તા, સિંહસેન તેના ઉદાહરણ પૂરાં પાડે છે. (૨) દેવદત્તા પૂર્વભવમાં અશુભ કર્મોથી વ્યાપ્ત બુદ્ધિવાળી હતી. તેથી જ વિનાશ કાળે વિપરીત બુદ્ધિ સુઝી. અન્યથા તેને ૮૦ વર્ષ તો થઈ ચૂકયા હતા છતાં સાસુની હત્યા કરી. ખુદ કમોતે આજંદ કરતી મૃત્યુ પામી. પતિ દ્વારા પત્ની હત્યાનું પાપ કરાવ્યું અને અનેક લોકોના કર્મબંધનું કારણ બની. એક અધર્મી અનેકને બગાડે છે. તેના આ ભવ-પરભવ નિંદિત થાય છે.. (૩) સંસારના સ્વાર્થપૂર્ણ સંબંધોનું સ્પષ્ટ ચિત્ર આ અધ્યયનમાં દોર્યું છે. એક વ્યકિત ૪૯૯ સાસુઓને જીવતી સળગાવી દે, તો એક ૮૦ વર્ષની વહુ ૧૦૦ વર્ષની સાસુની હત્યા કરી નાખે છે. રાજકુળમાં મળેલું સુખ પણ કેટલું ભયંકર દુઃખદાયી બન્યું. આ જાણી દુર્લભ માનવભવનું સ્વાગત ધર્માચરણ દ્વારા કરી જીવન સફળ બનાવવું જોઈએ. ચંચળ લક્ષ્મી અને સ્વાર્થી સંબંધોનો ત્યાગ કરી સંયમ–તપમાં પુરુષાર્થ કરવો જોઈએ. પાપ છીપાયા ના છીપે, છૂપે ન મોટા ભાગી
દાબી ડૂબી ના રહે, રૂવે લપેટી આગા
દસમું અધ્યયન – અંજશ્રી પ્રાચીન કાળમાં ભરતક્ષેત્રમાં ઇન્દ્રપુર નામનું નગર હતું. ત્યાં પૃથ્વીશ્રી નામની એક વેશ્યા રહેતી હતી. તે નગરના શેઠ, સેનાપતિ, રાજ કર્મચારી આદિ નાગરિકોને વશીકરણ ચૂર્ણથી વશ કરી તેઓની સાથે ભોગો ભોગવવામાં અત્યંત આસકત રહેતી. તેમાં તે પોતાનું કર્તવ્ય તથા આનંદ માનતી. આ પ્રકારે ૩૫૦૦ વર્ષ પસાર કર્યા. અંતે છઠ્ઠી નરકમાં ઉત્પન્ન થઈ. ત્યાં ૨૨ સાગરોપમ સુધી નરકના દુઃખો ભોગવી વર્ધમાન નગરમાં ધનદેવ સાર્થવાહની પુત્રી બની. તેનું નામ અંજુશ્રી રાખવામાં આવ્યું. યૌવનવય પ્રાપ્ત થતાં | વિજય મિત્ર રાજા તેની ઉપર મોહિત થયો. ધનદેવ સાર્થવાહ પાસે અંજુશ્રીની માંગણી કરી. ધનદેવે બન્નેના લગ્ન કરી દીધા. માનષિક ભોગો ભોગવવા લાગ્યા. કેટલાક સમય પછી ભોગાસકત અંજુશ્રીને શૂળવેદના ઉત્પન્ન થઈ. અંજુશ્રી અસહ્ય વેદનાથી દીનતાપૂર્વક કરુણ આક્રંદ કરવા લાગી. રાજાઅ અનક ઉપચાર કરાવ્યા. સર્વત્ર ઘોષણા કરાવી કુશળ વૈદ્યોને આમંત્રિત કરી ઇનામ જાહેર કર્યું. અનેક અનુભવી કુશળ વૈદ્યો આવ્યા. કેટલાય ઉપચાર કર્યા છતાં નિષ્ફળ ગયા. અંજુશ્રી અસહાય થઈ આર્તધ્યાન કરવા લાગી. દુસ્સહ મહાવેદનાથી તેનું ઔદારિક શરીર ક્ષીણ થવા લાગ્યું. એક વખત ગૌતમ સ્વામી રાજાની અશોક વાટિકા પાસેથી પસાર થયા હતા. તેમના કાને કરુણ શબ્દો પડ્યા. તેમણે જોયું કે રાજરાણી હાડપીંજર જેવી બની કરુણ વિલાપ કરી રહી હતી. ગૌતમ સ્વામીએ ભગવાન પાસે જઈ તે જોયેલા દશ્યનું વર્ણન કરી પૂર્વભવ પૂછયો. તેના
વ્યથા સાંભળ્યા પછી ભવિષ્ય પૂછયું. ભગવાને ફરમાવ્યું કે – અંજુશ્રી આ અસહ્ય વેદના ભગવતી ૯0 વર્ષની ઉંમરે મૃત્યુ પામશે. પ્રથમ નરકમાં જશે. ત્યાર પછી નરક–તિર્યંચ આદિ યોનિઓમાં મૃગાપુત્રની સમાન ભવભ્રમણ કરશે. અંતે મોર બની શિકારી દ્વારા મૃત્યુ પામશે. પછી શ્રેષ્ઠીપુત્ર બની સંયમ સ્વીકારશે. સંયમ–તપની આરાધના કરી પ્રથમ દેવલોકમાં ઉત્પન્ન થશે.