________________
આગમ-કથાઓ સંયમ–તપની આરાધના કરી મોક્ષે જશે.
શેષ નવ અધ્યયન બીજાથી માંડી દસમા અધ્યયન સુધી બધામાં નગરી આદિના નામોમાં ભિન્નતા છે. બાકી બધું વર્ણન સમાન સમજવું. તેથી સંક્ષિપ્ત પાઠથી જ સૂચન કર્યું છે. અર્થાત્, જન્મ, બચપન, કલા-શિક્ષણ, પાણિગ્રહણ, સુખોપભોગ, ધર્મ શ્રવણ, શ્રાવક વ્રત, ધર્મ જાગરણ, સંયમ ગ્રહણ, તપ, અધ્યયન, દેવ-મનુષ્યના ૧૫ ભવ અને મોક્ષનું વર્ણન સમાન સમજવું. પૂર્વભવનું વર્ણન પણ સુબાહુકુમાર જેવું જ સમજવું. ગૌતમ સ્વામીની પૃચ્છા, શેઠનો ભવ, માસ ખમણના પારણામાં મુનિનું આગમન, શુદ્ધ ભાવોથી દાન, દિવ્ય વૃષ્ટિ, મનુષ્ય આયુષ્યનો બંધ ઈત્યાદિ. પહેલા, બીજા, ત્રીજા અને દસમાં અધ્યયનમાં પંદર ભવો પછી મોક્ષે જવાનું વર્ણન છે. શેષ છ અધ્યયનોમાં તે જ ભવમાં મોક્ષે જવાનું વર્ણન છે. સૂત્રના વર્ણનની શૈલીમાં આ અધ્યયનોમાં આ પ્રકારનું અંતર હોવાનું કારણ સમજાતું નથી. અર્થાત્ ઉપાસકદશા, અંતગડ દશાસૂત્ર સમાન ભવપરંપરા માટેની સમાનતા હોવી જોઈએ. તેથી એવી સંભાવના છે કે સંક્ષિપ્ત પાઠમાં કોઈ લિપિદોષથી આ ભિન્નતા રહી ગઈ હોય. અર્થાત્ ' જાવ સિજિઝસઈ'ના સ્થાન પર જાવ સિદ્ધ' લખવાની ભૂલ થઈ ગઈ હોય. આ ભૂલનો સ્વીકાર કરતાં ઉકત બધા સૂત્રોના અધ્યયનોની એકરૂપતા જળવાઈ રહે છે અને બધાની ભવપરંપરા એક સરખી સમજાઈ શકે. તત્વ કેવલી ગમ્યું. શિક્ષા – પ્રેરણા – (૧) ભાગ્યશાળી આત્માઓ પ્રાપ્ત પુણ્ય સામગ્રીમાં જીવનભર આસકત નથી રહેતા. ગમે ત્યારે વિરકત થઈ ત્યાગ કરે છે. (૨) સંયમ સ્વીકાર ન થાય ત્યાં સુધીમાં શ્રાવકવ્રતોને અવશ્ય ધારણ કરી લેવા જોઈએ. દશે અધ્યયનમાં વર્ણિત રાજકુમારોએ
વિપુલ ભોગમય જીવન જીવતાં છતાં સંપૂર્ણ બારવ્રત સ્વીકાર કર્યા હતા. (૩) સુપાત્ર દાન દેવાથી સમ્યકત્વની પ્રાપ્તિ અને સંસાર પરિત થાય છે. મનુષ્ય આયુનો બંધ અન્ય કોઈ ક્ષણે થાય છે. કારણ કે
સંસાર પરિતીકરણ સમ્યકત્વ પ્રાપ્તિ પછી થાય છે. અને સભ્યત્વની હાજરીમાં મનુષ્યનું આયુષ્ય નથી બંધાતું. ભગવતી સૂત્રની શાખે. તેથી સુબાહુકુમારનો આયુબંધ અન્ય ક્ષણે થયો તેમ માનવો જોઈએ. ઘરમાં મુનિરાજ ગોચરીએ પધારે ત્યારે વિધિપૂર્વક વ્યવહાર કરવો જોઈએ. સુદત્ત શેઠની જેમ સમજવું. વર્તમાને મુનિરાજ પધારતાં અતિભકિત યા અભકિતના અવિવેક એવં દોષયુકત વ્યવહાર થાય છે તેમાં સંશોધન કરવું. ગોચરી અર્થે પધારતાં મુનિવરને વંદન-નમસ્કારનું જે વર્ણન છે તે ત્રણ વખત ઉઠ-બેસ કરવું તેમ નથી. રસ્તામાં કે ગોચરીના સમયે કેવલ વિનય વ્યવહાર જ કરવાનો હોય છે. હાથ જોડી મસ્તક નમાવી મથેણ વદામિ' કહેવું. તિકબુતાના પાઠથી ત્રણ વખત વંદન કરી ચરણ સ્પર્શ કરી મુનિને અટકાવતાં અવિવેક થાય છે. મુનિરાજને જોતાં દૂરથી જ અભિવાદન કરવું. આસન છોડવું, પગરખા કાઢવા એ વિનય વ્યવહાર છે, નજીક આવતાં ઉત્તરાસન મુખે રાખવું. એટલે ખુલ્લા મુખે ન રહેવું. સુપાત્ર દાન દેતાં સૈકાલિક હર્ષ થવો જોઈએ. દાન દેવાનો અવસર પ્રાપ્ત થતાં, દાન દેતાં અને દાન દીધા પછી આમ ત્રણે કાલ ઉત્કૃષ્ટ ભાવ રહેવા જોઈએ. સુપાત્રદાનની ત્રણ શુદ્ધિ – દાતાનો ભાવ શુદ્ધ હોય, લેનાર મુનિરાજ સમ્યક જ્ઞાન-દર્શન–ચારિત્રયુકત હોય, અને દાન
અચિત તેમજ એષણીય હોવું જોઈએ. (૯) ત્રણ શુદ્ધિ, ત્રણ હર્ષ અને દીર્ઘ તપશ્ચર્યાનું પારણું હોય તો દેવો ખુશ થઈ પાંચ દિવ્ય પ્રગટ કરે છે. (૧૦) પાંચ વર્ણના પુષ્પોની વૃષ્ટિમાં દેવકૃત અચિત પુષ્પ સમજવા.
રાજપ્રશ્નીય
પ્રસ્તાવના:- પ્રસ્તુત આગમ કથા પ્રધાન શાસ્ત્ર છે. અન્ય કથા આગમોની અપેક્ષાએ આ સૂત્રમાં વિશિષ્ટતા એ છે કે તેમાં ફકત એક આત્માનું જ વર્ણન કર્યું છે. આ સૂત્ર બે વિભાગમાં વિભકત છે. પ્રથમ વિભાગમાં સૂર્યાભદેવનું વર્ણન, તેની દૈવી ઋદ્ધિ સંપદા, દેવવિમાન એવં ઋદ્ધિવાન દેવના જન્મ સમયે કરવામાં આવતા વિધિ-વિધાનો એટલે કે જીતાચારોનું રોચક વર્ણન છે. બીજા વિભાગમાં પ્રદેશ રાજાનું સાંસારિક અધાર્મિક જીવન, ચિત્ત સારથીના પ્રયત્નથી કેશી શ્રમણનો સમાગમ, અદ્ભુત જીવન પરિવર્તન, થોડા જ સમયમાં શ્રમણોપાસક પર્યાયની આરાધના કરી આત્મકલ્યાણ કર્યું. જેથી પ્રથમ દેવલોકમાં મહાદ્ધિવાન સામાનિક દેવ બન્યા. પરિવાર સહિત ભગવાન મહાવીરના દર્શન–વંદન-પર્યાપાસના માટે આવવું વગેરે વર્ણન છે. અંતે મોક્ષે જવાનું કથન કર્યું છે. પ્રદેશી રાજાએ કેશી શ્રમણ પાસેથી બોધ પામી સમ્યકત્વ પ્રાપ્ત કર્યું તે પહેલાં આત્માના અસ્તિત્વ,નાસ્તિત્વ સંબંધી પ્રશ્ન ચર્ચા કરી હતી તેનું વર્ણન બીજા વિભાગમાં છે. તે પ્રશ્નોત્તર અનેક ભવ્ય આત્માઓના સંશયોનું ઉમૂલન કરવામાં ખૂબ જ ઉપયોગી છે. આધ્યાત્મની અપેક્ષાએ આ પ્રશ્નો આ સૂત્રોના પ્રાણ સમા છે. તેથી જ રાજા પ્રદેશોના પ્રશ્નો હોવાથી આ સૂત્રને સાર્થક નામ "રાજપ્રશ્નીય સૂત્ર" રાખવામાં આવ્યું છે. અર્ધમાગધી ભાષામાં તેનું નામ રાયપ્રસણીય' છે. નંદી સૂત્રમાં આ સૂત્રનું સ્થાન અંગ બાહ્ય ઉત્કાલિક સૂત્રમાં છે. વર્તમાન પ્રચલિત શ્વેતાંબર પરંપરામાં આ સૂત્ર ઉપાંગસૂત્રમાં ગણવામાં આવ્યું છે. આમાં એક જ શ્રુતસ્કંધ છે. તેમાં અધ્યયન, ઉદ્દેશા નથી. કેવળ વિષયની અપેક્ષાએ બે વિભાગ કચ્યા છે. આ સૂત્ર ૨૦૭૮ શ્લોક તુલ્ય માનવામાં આવ્યું છે.
પ્રથમ ખંડ – સૂર્યાભદેવ