________________
jain
49
કથાસાર કાપવા અને તેમને મુકત કરવા જઈ રહ્યો હતો. પરંતુ ભ્રમ વશ થઈને શ્રેણિકે ઉલ્ટો અર્થ કર્યો અને વીંટીમાં રહેલા ઝેર પ્રયોગથી પોતાના પ્રાણનો ત્યાગ કર્યો. કોણિકને અત્યંત પ્રશ્ચાતાપ થયો. તે દુઃખ અસહ બનવાને કારણે તેણે રાજગૃહી નગરીને છોડી દીધી
ચંપાનગરમાં તેનું શાસનખૂબ જ શાંતિપૂર્ણ અને ધર્મભાવથી વ્યતીત થઈ રહ્યું હતું કે ફરીને તેના પર કુસંસ્કારોનો પડછાયો પડયો. હાર અને હાથી માટે સગા ભાઈઓ અને નાના શ્રી ચેડા રાજા સાથે યુદ્ધ કર્યું. તે યુદ્ધમાં તેના દસ ભાઈઓ કાળનો કોળિયો બની ગયા. તે દશેય ભાઈઓની દશે ય માતાઓ પોતાના પુત્રોનાં મૃત્યુના દુઃખને કારણે સંસારથી વિરકત થઈને ભગવાન પાસે દીક્ષિત થયા. તે દશેય રાણીઓનું વર્ણન આ આઠમા વર્ગમાં કરવામાં આવેલ છે. આ કોણિકની લઘુ માતાઓ હતી. કાલી રાણીની વિરકિત - એક વખત વિચરણ કરતા ભગવાન મહાવીર સ્વામીનું ચંપાનગરીમાં આગમન થયું. તે સમયે કોણિક, ચેડા રાજાની સાથે યુદ્ધ કરવા માટે કાલકુમાર આદિ દસ ભાઈઓને સાથે લઈને નીકળ્યો હતો. ત્યાં યુદ્ધમાં દસ દિવસમાં દસ ભાઈઓ ચેડા રાજાના બાણથી માર્યા ગયા.
કાલીરાણી ભગવાનના સમવસરણમાં ગઈ. ઉપદેશ શ્રવણ કર્યા પછી તેણે ભગવાનને પૂછયું કે હે ભંતે! મારો પુત્ર કાલકુમાર કોણિક સાથે યુદ્ધમાં ગયો છે. તે ક્ષેમકુશળ પાછો આવશે? ભગવાને પ્રત્યુત્તરમાં કહ્યું કે તારો પુત્ર યુદ્ધમાં ચેડા રાજાને હાથે માર્યો ગયો છે અને મરીને ચોથી નકરમાં ઉત્પન્ન થયો છે.
આ સાંભળીને કાલીરાણીને પુત્ર વિયોગનું અત્યંત દુઃખ થયું. તેને પતિ વિયોગ અને પુત્ર વિયોગ બંનેનું દુઃખ એકઠા થયા અને તેમાં નિમિત્ત કોણિક હતો. તેને સંસાર તરફ ઉદાસીન ભાવો જાગ્યા. થોડા સમય પછી તેણે કોણિક પાસેથી આજ્ઞા લઈને ભગવાન પાસે સંયમ અંગીકાર કર્યો. ચંદનબાલા સાધ્વીજીના સાંનિધ્યમાં તેણે તપ સંયમની આરાધના કરી. પૂર્વ વર્ગોમાં વર્ણવેલ નિંદા આદિની જેમ જ તેણે પણ વિવિધ તપસ્યાઓ કરી. રત્નાવલી તપ - રત્નાવલી નામના એક વિશેષ તપની કાલીઆર્યાએ આરાધના કરી. જેમાં તેણે તપશ્ચર્યાનો હાર બનાવીને આત્માને સુશોભિત કર્યો. ૧. પહેલી પરિપાટીમાં(કડીમાં) પારણાના દિવસે બધી જ જાતનો કલ્પનીય(કલ્પે તેવો) આહાર લઈ શકાય છે. ૨. બીજી પરિપાટીમાં ધાર વિગયનો ત્યાગ કરવામાં આવે છે. અર્થાત્ તેમાં માત્ર શાક-રોટલી પરંતુ અલગથી ઘી, દૂધ, દહીં
વગેરે ન લેવાં. તેલમાં કે ઘીમાં તળેલી ચીજો ન લેવી. કોઈ પણ પ્રકારની મીઠાઈઓ, ગોળ, સાકર પણ ન લેવા. વિગય વર્જન
(લુખા) તપ કહેવાય છે. તેમાં અચેત નિર્દોષ ફળ મેવો (સૂકો) મુખવાસ વગેરેનો ત્યાગ હોતો નથી. ૩. ત્રીજી પરિપાટીમાં પારણામાં “નીવીતપ કરવામાં આવે છે.એમાં ઘી આદી વિગયોના લેપનો પણ ત્યાગ હોય છે. અર્થાત્
ચોપડેલી રોટલી અને વિઘારેલું શાક પણ એમાં નથી લઈ શકાતું. તે સિવાય કોઈપણ પ્રકારનું રાંધેલા કે શેકેલા અચેત આહાર લઈ શકાય છે. એમાં ફળ મેવા–મુખવાસ વગેરેનો પણ પૂર્ણ રીતે ત્યાગ થાય છે. ચોથી પરિપાટીમાં ઉપરોકત બધી જ તપશ્ચર્યા ક્રમથી કરતાં-કરતાં પારણાના દિવસે આંબિલ તપ કરવામાં આવે છે. એમાં લુખો અને વિગય રહિત ખાદ્ય પદાર્થ પાણીમાં ધોઈને અથવા પાણીમાં થોડો સમય રાખીને પછી આરોગવામાં આવે છે.
આવી રીતે, કાલીરાણીએ પાંચ વર્ષ બે મહિના બાવીસ દિવસ નિરંતર તપ કર્યું. કાલીરાણીએ કુલ આઠ વર્ષના સંયમ પર્યાયમાં વિભિન્ન તપશ્ચર્યાઓ સિવાય આ રત્નાવલી તપ કર્યું.
રાજરાણી હોવા છતાં પણ, પાછલી વયમાં દીક્ષા લઈને કાલી આર્યાજીએ શરીરનું મમત્વ છોડ્યું અને આવા વિકટ તપમય જીવનની સાથે શાસ્ત્ર જ્ઞાનના પણ અગિયાર અંગો કંઠસ્થ કર્યા અને આઠ વર્ષની અલ્પ દીક્ષા પર્યાયમાં સંપૂર્ણ કર્મોનો ક્ષય કરીને સિદ્ધ ગતિને પ્રાપ્ત કરી.
કાલી આર્યાજીનું જીવન તપ-સંયમથી ધન્ય-ધન્ય થઈ ગયું. પતિ અને પુત્ર બને દુર્ગતિના મહેમાન બન્યાં હોવા છતાં પણ તેણે પોતાના જીવનને આર્તધ્યાનમાં ન પરોવતાં ધર્મ ધ્યાનમાં પરોવ્યું અને તે જ ભવમાં મોક્ષ પ્રાપ્ત કર્યો. આવા આદર્શ જીવનમાંથી પ્રેરણા મેળવીને આપણે પણ વધારે ને વધારે તપસંયમ અને જ્ઞાનની આરાધનામાં આપણું જીવન પરોવીને દુર્લભ મનુષ્ય ભવને સાર્થક કરી લેવો જોઈએ. કાલી રાણીની આઠ વર્ષની સંયમ ચર્યા : (૧) ૧૧ અંગ શાસ્ત્રનું જ્ઞાન કંઠસ્થ. (૨) રત્નાવલી તપ, ગુણરત્ન સંવત્સર તપ (૩) મા ખમણ સુધીના તપ. (૪) એક મહિનાનો સંથારો અને મુકિત
૪.
આઠમો દિવસ બીજું અધ્યયન - સુકાલિ રાણી કાલિરાણીનું વર્ણન પ્રથમ અધ્યયનમાં કરવામાં આવ્યું છે. તેના જેમજ સુકાલી રાણીનું પણ દીક્ષા લેવા સુધીનું વર્ણન છે. સંયમ તપની આરાધના અને અગિયાર અંગનું અધ્યયન વગેરે પણ કાલી આર્યા જેવું જ સુકાલી આર્યાનું છે.
વિશેષતા એ છે કે તેનો પુત્ર સુકાલ કુમાર હતો. તેણે સંયમ પર્યાયમાં રત્નાવલી તપ નહીં પરંતુ કનકાવલી તપ કર્યું. જેમાં કુલ સમય પાંચ વર્ષ નવ મહિના અને અઢાર દિવસ લાગ્યા. કનકાવલી તપઃ- રત્નાવલી તપ કરતાં કનકાવલી તપમાં થોડોક ફેરફાર છે. બાકી બધી જ તપશ્ચર્યા અને પારણાઓમાં સમાનતા છે. રત્નાવલી તપમાં જયારે એક સાથે આઠ છઠ અથવા ૩૪ છઠ કરવામાં આવે છે તેની જગ્યાએ કનકાવલી તપમાં આઠ અટ્ટમ અને૩૪ અટ્ટમ કરવામાં આવે છે. એ સિવાય કોઈ જ અંતર નથી. માટે સંપૂર્ણ તપશ્ચર્યા અને પારણાઓનું વર્ણન રત્નાવલી તપ સમાન જ સમજી લેવું. એમાં પણ ચાર પરિપાટી હોય છે. પારણામાં નવી આયંબિલ આદિ કરવામાં આવે છે. પારણાના દિવસો બંને તપશ્ચર્યામાં આ રીતે સમાન હોય છે.
આ પ્રમાણે સુકાલી આર્યાએ નવ વર્ષ સંયમનું પાલન કર્યું. અંતે એક મહિનાનો સંથારો આદરી સંપૂર્ણ કર્મોનો ક્ષય કરી સિદ્ધ ગતિને પ્રાપ્ત કરી.
ત્રીજું અધ્યયન – મહાકાલી રાણી