________________
38
આગમ-કથાઓ છે, સમુદ્રને બાહુબળથી (ભુજાઓથી) તરવા સમાન છે; તલવારની ધાર પર ચાલવા બરાબર છે; રેતીના કવલ સમાન અરસ-નિરસ છે અર્થાત્ ઈન્દ્રિયજન્ય કોઈપણ સુખ અનુભવ ત્યાં છે જ નહિ. તેમજ ત્યાં આધાકર્મી આદિ દોષોથી રહિત ભિક્ષા દ્વારા આહાર પ્રાપ્ત કરવો, ઘર-ઘર ફરવું અને બ્રહ્મચર્યનું આજીવન પાલન કરવું, હે પુત્ર! ખૂબ જ દુષ્કર છે. તે જ રીતે હે પુત્ર! ગ્રામાનુગ્રામ પગપાળા ચાલવું, લોચ કરવો, ઠંડી-ગરમી, ભૂખ-તરસ આદિ બાવીસ પરીષહ સહન કરવા અતિ મુશ્કેલ છે. તેથી હે પુત્ર! તું હમણાં દીક્ષા ન લે. તારું આ શરીર (સુકુમાર હોવાને કારણે) સંયમને યોગ્ય નથી. તું ખૂબ જ સુકોમળ છે. જો તારે દીક્ષા લેવી હોય તો યુવાન વય પસાર થઈ જાય પછી દીક્ષા લેજે.
સંયમી જીવનમાં સંકટોની વાત સાંભળીને પણ ગજસુકુમારનો વૈરાગ્ય પૂર્વવત્ રહ્યો. તેણે ઉત્તરમાં કહ્યું કે – હે માતા-પિતા! લૌકિક પિપાસામાં પડેલા જે સામાન્ય જીવો છે તેમને માટે આ નિગ્રંથ પ્રવજયા ભલે કષ્ટદાયક હોય પરંતુ જેમને લૌકિક કે પૌગલિક સુખની જરા પણ આશા, લાલસા કે અભિલાષા નથી તેમના માટે સંયમ જીવનનું આચરણ અને પરીષહ, ઉપસર્ગ કંઈ પણ કષ્ટદાયક કે દુષ્કર નથી. તેથી હે માતા-પિતા! તમારી આજ્ઞા હોય તો હું દીક્ષા લેવા ઈચ્છું છું. શ્રી કૃષ્ણ ની સમજાવટ અને રાજયાભિષેક - જ્યારે માતા-પિતા કોઈપણ પ્રકારે તેમના વિચારોને પરિવર્તિત ન કરી શકયા, ત્યારે કૃષ્ણ વાસુદેવ ત્યાં આવ્યા અને ગજસુકુમારને ભેટયા. તેને પ્રેમથી પોતાના ખોળામાં બેસાડયા અને કહ્યું કે, તું મારો સગો નાનો ભાઈ છે, તું હમણાં ભગવાનની પાસે દીક્ષા ન લે, હું તને ભવ્ય રાજયભિષેક કરીને દ્વારિકાનો રાજા બનાવીશ. કુમારે મૌન રહીને શ્રી કૃષ્ણના વચનોનો અસ્વીકાર કર્યો અને પુનઃપોતાનું નિવેદન પ્રગટ કર્યું.
માતા-પિતા અને કૃષ્ણ વાસુદેવ ગજસુકુમારના વિચારોને અંશમાત્ર પણ બદલી ન શક્યા ત્યારે તેમને એક દિવસ માટે રાજ્ય લેવા અને રાજા બનવાનો આગ્રહ કર્યો. ઉચિત અવસર જોઈને કુમારે મૌન પૂર્વક તેનો સ્વીકાર કર્યો. રાજ્યાભિષેકની તૈયારી કરવામાં આવી. મહોત્સવ પૂર્વક રાજયાભિષેક કરીને માતા-પિતા અને કૃષ્ણ વાસુદેવે પોતાની અભિલાષા પૂર્ણ કરી.
છી શ્રી કષ્ણ આદિએ નવા રાજા ગજસકમાર પાસેથી આદેશ માંગ્યો – હે રાજન ! ફરમાવો શે આદેશ છે? ગજસુકુમારે દીક્ષાની તૈયારીનો આદેશ આપ્યો. આદેશ અનુસાર દીક્ષાની તૈયારી થઈ. ઉત્સવ પૂર્વક ગજસુકુમારને ભગવાનના સમવસરણમાં શિબિકા દ્વારા લાવવામાં આવ્યા.
માતા–પિતાએ ગજસુકુમારને આગળ કરીને ભગવાનને કહ્યું કે – અમે આ શિષ્ય-ભિક્ષા આપને આપી રહ્યા છીએ, આપ એનો સ્વીકાર કરો. ભગવાનની સ્વીકૃતિ પર ગજસુકુમાર ભગવાનને વંદન નમસ્કાર કરીને ઈશાન ખૂણામાં ગયા. આભૂષણ, અલંકાર, વસ્ત્ર આદિ ગૃહસ્થ વેષનો ત્યાગ કર્યો અને સંયમ વેશ ધારણ કર્યું. પછી ભગવાન પાસે ઉપસ્થિત થઈને પ્રવર્જિત કરવા માટે દીક્ષા આપવા માટે નિવેદન કર્યું.
પ્રભુએ ગજસુકુમારને દીક્ષાનો પાઠ ભણાવ્યો અને તેને સંયમ અને આવશ્યક ક્રિયાઓ કરવાની વિધિ બતાવી. આમ, આ રીતે ગજસુકુમાર હવે સમિતિ ગુપ્તિવંત અને મહાવ્રતધારી અણગાર બની ગયા. ભિક્ષુ પડિમાની આજ્ઞા – દિક્ષા દિવસના પાછલા ભાગમાં ગજસુકુમાર મુનિ ભગવાનની પાસે આવ્યા. વંદન નમસ્કાર કરીને ભગવાનને વિનંતિ કરી કે મને જલદી થી જલદી મોક્ષ જવાનો ઉપાય બતાવો અને મહા કર્મ નિર્જરાને માટે આપની આજ્ઞા હોય તો હું મહાકાળ સ્મશાનમાં એક રાત્રિની ભિક્ષની બારમી પડિમા ઘારણ કરવા ઇચ્છે છે. ત્રિકાળદર્શી પ્રભુએ તેમને સહજ આજ્ઞા આપી દીઘી. નવદીક્ષિત મુનિ સ્મશાનમાં - નવદીક્ષિત મુનિ એકલા જ સ્મશાનમાં પહોંચી ગયા. કાયોત્સર્ગ કરવા માટે સ્થાનની પ્રતિલેખના કરી અને આજ્ઞા ગ્રહણ કરી. પછી ચંડિલ ભૂમિની પ્રતિલેખના કરીને નિશ્ચિત સ્થાને આવીને કાયોત્સર્ગ મુદ્રામાં ઊભા રહ્યા અને એક રાત્રિની મહાપ્રતિમા અંગીકાર કરીને અધ્યાત્મ ભાવમાં લીન બની ગયા. મારણાંતિક ઉપસર્ગઃ -સોમિલ બ્રાહ્મણ યજ્ઞની સામગ્રી લેવા માટે જંગલમાં ગયો હતો. પાછા ફરતી વખતે તે સ્મશાનની નજીકથી નિકળ્યો. સંધ્યાનો સમય હતો. લોકોનું આવાગમન ઓછું થઈ ગયું હતું. સ્મશાન તરફ દષ્ટિ પડતાં જ ધ્યાનસ્થ મુનિને જોયા. તેમને જોઈને સોમિલે ઓળખી લીધા કે આ એ જ ગજસુકુમાર છે જેના માટે મારી પુત્રીની શ્રી કૃષ્ણ માંગણી કરીને તેને કુંવારી અંતઃપુરમાં રાખી દીઘી છે. સોમિલને ગુસ્સો આવ્યો અને પૂર્વભવમાં બાંધેલ વેરભાવનો ઉદય તીવ્ર બન્યો અને બદલો લેવાનો નિશ્ચય કર્યો. તેણે ચારેય તરફ નજર ફેરવી કે કોઈ વ્યકિત જોતી તો નથી ને? તરત જ ભીની માટીથી મુનિના મસ્તક પર પાળ બાંધી દીધી અને ચિતામાંથી ધગધગતા અંગારા માટીના ઠીકરામાં લાવીને નિર્દયતા પૂર્વક મુનિના માથા પર નાખી દીધા. પછી ભયભીત થતો-થતો ત્યાંથી શીધ્ર ચાલ્યો ગયો. મુનિની સમભાવથી મુકિત - મુનિને ધ્યાન અને કાઉસગ્ન કર્યાને ધણો સમય નહોતો થયો કે મારણાંતિક ઉપસર્ગ આવ્યો. મુનિએ તો કષ્ટોને સામે ચાલીને નિમંત્રણ આપ્યું હતું. શરીરમાં ભયંકર અસહ્ય વેદના ઉત્પન્ન થઈ.મુનિ સમભાવ અને આત્મભાવમાં લીન રહ્યા. દેહ વિનાશી હું અવિનાશી' ના ઘોષને સત્ય રૂપથી આત્મામાં વણી લીધો. સોમિલ બ્રાહ્મણ પર કોઈ જાતનો દ્વેષ કે ક્રોધ ન કરતાં અને અંતરમાં પણ તેના પ્રત્યે રોષ ન લાવતાં પોતાના નિજ કર્મોનો વિચાર કરતાં-કરતાં, વિચારોની શ્રેણીને વિશુદ્ધ, વિશુદ્ધતર બનાવી. ધર્મ ધ્યાનમાંથી શુકલ ધ્યાનમાં પહોંચ્યા. કર્મ દલિકોનો નાશ કરીને કેવલજ્ઞાન કેવલદર્શન ઉપાર્જિત કર્યું અને આયુષ્ય પૂર્ણ થતાં સંપૂર્ણ કર્મોનો ક્ષય કરીને સિદ્ધ પરમાત્મા બની ગયા. નિકટવર્તી દેવોએ પાંચ દિવ્ય પ્રગટ કર્યા અને સમ્યમ્ આરાધનાનો મહોત્સવ કર્યો. આદર્શ જીવન અને શિક્ષા પ્રેરણાઃ(૧) સોળ વર્ષની વયે અને એક દિવસની અર્થાત્ (થોડાંક જ કલાકની) દીક્ષા પર્યાયમાં મુનિએ આત્મ કલ્યાણ કરી લીધું. દઢતા,
સહન શીલતા, ક્ષમા દ્વારા મુનિએ લાખો ભવોના પૂર્વસંચિત કર્મોનો મિનિટોમાં જ ક્ષય કરી દીધો.