________________
આગમ-કથાઓ
40 શાંતિથી(દબદબા વગર) નગરીમાં રાજ્ય માર્ગ છોડી અન્ય માર્ગ દ્વારા પ્રવેશ કરી રહ્યા હતા. કોઈ પણ પ્રકારનો અવાજ ન થવાને કારણે સોમિલ બ્રાહ્મણને કંઈ જ ખબર ન પડી શકી અને તે અચાનક કૃષ્ણની સામે આવી પહોંચ્યો. તેના મનમાં આશંકા અને ભય તો હતો જ, કૃષ્ણને નજીકમાં જ સામે જોઈને તે ત્યાંજ ધ્રાસ્કો પડવાને કારણે જમીન પર પડી ગયો અને મરી ગયો. તેને જોઈને કૃષ્ણ વાસુદેવ સમજી ગયા કે આ દુષ્ટ સોમિલ મારા ભાઈનો હત્યારો છે. તેમણે ચાંડાલો દ્વારા રસ્સીથી તેનું મૃત શરીર ખેંચાવીને નગરની બહાર ફેંકાવી દીધું. અને જમીનને પાણીથી ધોવડાવીને સાફ કરાવી. આ રીતે સોમિલ બ્રાહ્મણ સ્વતઃ પોતાના કર્મોના ફળનો ભોકતા બન્યો. અને મરીને નરકમાં ગયો. શિક્ષા-પ્રેરણાઃ-(૧) વિતરાગી ભગવાન અરિષ્ટનેમિ એ સોમિલ બ્રાહ્મણના કુકૃત્યને પણ શ્રી કૃષ્ણ સન્મુખ ગુણ રૂપે મૂકયું. () મહાપુરુષોના સત્સંગથી પ્રચંડ કોપ પણ નિષ્ફળ થઈ જાય છે. (૩)કુકર્મ કરતી વખતે વ્યકિત ભવિષ્યનો વિચાર નથી કરતી અને કુત્ય કર્યા પછી ભયભીત બને છે અને વિચાર કરે છે. પરંતુ પાછળથી વિચારો કરવા તેના માટે નિરર્થક જ હોય છે. માટે પહેલાંથી જ વિચારીને કામ કરવું જોઈએ, જેથી પાછળથી પસ્તાવું ન પડે. સોમિલે જો પહેલેથી જ એવો વિચાર કર્યો હોત કે હું છુપાઈને પણ પાપ કરીશ તો પણ સર્વજ્ઞ ભગવાન તો જાણી જ લેશે" તો તે ઘોર પાપ કૃત્યથી બચી શકત. કહેવાયું પણ છે –
"સોચ કરે સો સુઘડ નર, કર સોચે સો ફૂડ–સોચે કિયા મુખ નૂર હૈ, કર સોચે મુખ ધૂડા (૪) કૃષ્ણ સોમિલની કન્યાને ગજસુકુમાર માટે “કુંવારા ' અંતઃપુરમાં જ રાખી હતી. ગજસુકુમાર દીક્ષા લઈ લે તો પણ કુંવારી કન્યાની અન્ય કોઈ સાથેપણ પાણિગ્રહણ વિધિ થઈ શકે. પ્રચંડ ગુસ્સો કરવો કે મુનિની ઘાત કરવી એવો કોઈ પ્રશ્ન જ ન હતો. પરંતુ વર્તમાન સમયે કોઈ ખાસ કારણ ન દેખાતાં, છતાં પૂર્વ ભવના કરેલા કર્મો માટે નિમિત મળી જાય છે. સોમિલના કોપનું મુખ્ય કારણ પણ પૂર્વભવનું વેર જ હતું. ગજસુકુમારના જીવે સોમિલના મસ્તક પર ગરમાગરમ રોટલો બંધાવીને તેના પ્રાણોનું હરણ કરાવ્યું હતું અને ખુશીનો અનુભવ કર્યો હતો. તે જ કર્મો ઉદયમાં આવ્યા હતાં. તેને ગજસુકુમારે પોતાના કર્મોનું કરજ ચૂકવવાનું સમય સમજીને સહર્ષ સ્વીકારી લીધું. તે ઘટના લાખો ભવો પહેલાંની હતી. તે જ આશયથી આ સૂત્રમાં કહ્યું છે કે લાખો ભવોના સંચિત કર્મોની સોમિલે ઉદીરણા કરાવી અને ક્ષય કરવામાં નિમિત્ત બન્યો.(પોતે વંધ્યા હોવાથી દેરાણીના બાળકની ઈષ્યા થઈ .બાળકને શરદી જેવી કોઈ બીમારી વખતે માથા પર ગરમ રોટલો બાંધવાની ખોટી સલાહ આપી હત્યા કરી હતી.) (૫) પાપી વ્યકિત પોતાના પાપોના ભારથી સ્વતઃ જ સોમિલની જેમ દુઃખી થાય છે અને લોકોમાં નિંદાને પાત્ર બને છે. પરમાત્મા કોઈને દુઃખી નથી કરતાં. કહેવાયું પણ છે કે –
રામ ન કિસ કો મારતા, સબસે મોટા રામ – આપ હી મરજાત હૈ, કર કર ભુંડા કામ ||
નવમું અધ્યયન – સુમુખ દ્વારિકા નગરીમાં કૃષ્ણ વાસુદેના ભાઈ બળદેવ રાજા હતા. તેમને સુમુખ નામનો પુત્ર હતો. પ્રથમ અધ્યયનમાં વર્ણવેલ ગૌતમના જેવું જ તેનું સંપૂર્ણ વર્ણન છે. પાછલી વયે તેણે અરિહંત અરિષ્ટનેમિની પાસે દીક્ષા અંગીકાર કરી, ગૌતમની સમાન જ તપ સંયમની આરાધના કરી. વીસ વર્ષના દીક્ષા પર્યાય અને માસખમણના સંથારા દ્વારા તેમને કેવલજ્ઞાન અને કેવલ દર્શન પ્રાપ્ત થયું અને તે સમયે જ સંપૂર્ણ કર્મોનો ક્ષય કરીને સિદ્ધગતિને પ્રાપ્ત કરી. બાકીના ચાર અધ્યયન –સુમુખના વર્ણન પ્રમાણે જ દુર્મુખ અને કૂપદારકનું વર્ણન છે. આ ત્રણેય સગા ભાઈઓ હતા અને તે જ ભવમાં મુકિતગામી બન્યા. દારુક અને અનાદષ્ટિનું વર્ણન પણ તેજ પ્રમાણે છે તેઓ બંને વસુદેવજીના પુત્રો અને શ્રી કૃષ્ણના ભાઈઓ હતા. ૯ થી ૧૩ આ પાંચ અધ્યયનમાં વર્ણિત પાંચેય યાદવ કુમારો પાછલી વયમાં ૨૦ વર્ષ સંયમની આરાધના કરીને સિદ્ધ થયા હતાં
ચોથો વર્ગ” ૧ થી ૧૦ અધ્યયન આ વર્ગમાં દસ રાજકુમારોનું વર્ણન છે. ૧. જાલિકુમાર ૨. માલિકુમાર ૩. ઉવયાલીકુમાર ૪. પુરિસસેન ૫. વારિસેણ એ પાંચ વસુદેવજીના પુત્રો અને શ્રી કૃષ્ણના ભાઈઓ હતા. ૬. પ્રદ્યુમ્નકુમાર શ્રી કૃષ્ણ અને રુકિમણીના પુત્ર હતા ૭. સાંબ કુમાર શ્રી કૃષ્ણ અને જાંબવતીના પુત્ર હતા. ૮. અનિરુદ્ધકુમાર પ્રદ્યુમ્ન અને વૈદર્ભીના પુત્ર હતા. ૯. સત્યનેમિ અને ૧૦. દ્રઢનેમિ બંને સમુદ્રવિજયજીના પુત્ર અને અરિહંત અરિષ્ટનેમિ ભગવાનના સગા ભાઈ હતા. આ બંને એ પણ પાછળી ઉંમરે અરિષ્ટનેમિ પાસે સંયમ અંગીકાર કર્યો. દ્વાદશાંગીનો અભ્યાસ કર્યો. અર્થાત્ ૧૪ પૂર્વધારી બન્યા. અને સોળ વર્ષની દીક્ષા પર્યાયમાં અંતે માસખમણનો સંથારો કરી શત્રુંજય પર્વત પરથી સિદ્ધ થયા.
ચાર વર્ગોના ૪૧ અધ્યયનોમાં ૪૧ યાદવ પુરુષોનું મોક્ષ ગમનનું વર્ણન પૂર્ણ થયું. તે પછી પાંચમા વર્ગમાં કૃષ્ણની પટ્ટરાણીઓ અને પુત્રવધુઓનું વર્ણન છે.
પાંચમો વર્ગ પ્રથમ અધ્યયન પદમાવતી દ્વારિકા નગરીની બહાર ઉદ્યાનમાં બિરાજમાન ભગવાન અરિષ્ટનેમિના દર્શન કરવા માટે શ્રી કૃષ્ણ વાસુદેવે પોતાના વિશાળ સમૂહ સાથે ગયા. કૃષ્ણની પદ્માવતી રાણી પણ પોતાના ધાર્મિક રથમાં બેસીને ભગવાનના દર્શન કરવા ગઈ. પરિષદ એકત્રિત થઈ. ભગવાન શ્રી કૃષ્ણ, પદ્માવતી તથા અન્ય સંપૂર્ણ પરિષદને લક્ષ્યમાં રાખીને પ્રવચન આપ્યું. પ્રવચન સાંભળીને કૃષ્ણની પટ્ટરાણી પદ્માવતી સંસારથી વિરકત થઈગઈ. તેણે બધાંજ વૈભવોનો ત્યાગ કરીને સંયમ અંગીકાર કરવાનો નિર્ણય કર્યો. ભગવાન સમક્ષ પોતાની ભાવના વ્યકત કરી અને કહ્યું કે કૃષ્ણ વાસુદેવની આજ્ઞા પ્રાપ્ત કરીને હું આપની પાસે દીક્ષા લેવા ઈચ્છું છું. ભગવાને