________________
પાઠ : ૧)
સમગ્ર જીવસૃષ્ટિનું નિવાસ સ્થાન જૈનદર્શન પ્રમાણે સમગ્ર સૃષ્ટિ પ્રથમ એક શકો ઉર્યું તેના પર બીજું સીધું અને ત્રીજુ ઉધું મૂકતા જે ગોળાકાર આકૃતિ આકૃતિ થાય તે અથવા પુરૂષ બે પગ પહોળા કરી, કમરે હાથ રાખી ઉભો હોય તેવી છે. તે ચૌદ રજજુના માપથી ચૌદરાજ લોક પ્રમાણ કહેવાય છે.
આ લેખસંસ્થાનના મધ્યમાં સળંગ એક રજજુ પ્રમાણ જે સીધી લીટીઓ જાય છે તેને ત્રસનાડી કહેવાય છે.
ત્રસનાડી : આ લોક સંસ્થાનમાં સનાડી જેટલા ભાગમાં જ ત્રણ જીવો છે, અને સ્થાવર જીવો પણ છે. પરંતુ સ્થાવર જીવો આ ત્રસનાડીના બહારના ભાગમાં ઠાંસી ઠાંસીને સઘનપણે રહેલા છે, જે પૃથ્વીકાયાદિ સુક્ષ્મ જીવો અને નિગોદના જીવો છે, એ જગામાં ત્રસ જીવો નથી તેથી જે ભાગમાં સ્થાવર જીવો તો છે જ પણ ત્રસ જીવો હોવાથી આ જગાને ત્રસનાડી કહેવાય છે.
સનાડીના વિભાગ : મુખ્ય ત્રણ વિભાગ છે ૧. અધોલોક : પાતાળલોક કે જયાં નરકગતિના જીવો રહે છે. પહેલા
નરકમાં એક ભાગમાં ઘણા આંતરે ભવન પતિ દેવો રહે છે. ૨. તિચ્છલોક : (મૃત્યુ લોક) મધ્યમાં હોવાથી મધ્યલોક કહેવાય છે.
તેમાં સ્થાવર જીવો ઉપરાંત તિર્યંચ અને મનુષ્યો રહે છે. ૩. ઉર્ધ્વલોક : સ્વર્ગ કે દેવ લોક. જ્યાં વૈમાનિક વિગેરે દેવો રહે છે.
આ ત્રણે લોકના અગ્રભાગે સિદ્ધશિલા છે ત્યાં સિદ્ધના જીવો વસે છે. મુક્ત હોવાથી તેઓ હવે સંસારના પ્રકારોથી નિવર્યા છે. આ ચૌદરાજલોકમાં ચાર ગતિ કહેવાય છે. દેવ મનુષ્ય તિર્યંચ અને નરક. જીવ માત્ર સંસારીપણે આ ચારે ગતિમાં જન્મ મરણ કરે છે. અનંતા કાળમાં જીવ આ લોકના એકે એક પ્રદેશને જન્મમરણથી સ્પર્શ કરી ચૂક્યો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org