________________
એકેન્દ્રિયના ક્રમના કથન માટે પ્રથમ સ્થાવર જીવોનું સ્વરૂપ કહ્યું છે. અર્થાત સ્થાવરના ભેદ એ જીવોના મૂળ સ્થાન જેવું હોવાથી સ્થાવર જીવોનું વર્ણને પ્રથમ કહે છે.
પાંચસ્થાવર જીવોનું વર્ણન છે ૧. પૃથ્વીકાય જીવો : (ાય - સમુહ) છે.
જે જીવોનું શરીર પૃથ્વી છે, તે જીવો પૃથ્વીકાય છે. પૃથ્વીરૂપ શરીરમાં રહેલા જીવનું સમુહ તે પૃથ્વીકાય તે પ્રમાણે પાણીરૂપે, અગ્નિરૂપે, વાયુરૂપે, વનસ્પતિરૂપે અને ત્રસજીવોના સમુહરૂપે જાણવા.
વનસ્પતિના જીવો સમુહમાં અનંત છે. બાકીના જીવ અસંખ્ય અસંખ્ય છે. મુક્તજીવો અનંત છે. કુલ જીવો અનંત છે. પૃથ્વીકાય જીવોના પ્રકાર છે સ્ફટિક , આરપાર દેખાય તેવા પારદર્શક કિંમતી પત્થર છે.
જેમાંથી ચશ્માના કાચ, પ્રતિમાઓ વગેરે બને છે. મણિ છે. સમુદ્રમાં થાય છે. રત્ન ખાણોમાં થાય છે. પરવાળા જ લાલ રંગના પથ્થર જેવા હોય છે. સમુદ્રમાં પરવાળાના
મોટા મોટા બેટ હોય છે. હિંગળોક છેલાલ રંગના ગાંગડા છે. તેમાંથી પારો નિકળે છે. હડતાળ છે ખાણમાંથી નીકળતી માટી જેવી ઝેરી વસ્તુ છે. ઔષધ
તરીકે વપરાય છે. તેમાંથી એવો પદાર્થ બને છે કે જે
અક્ષરો ભૂંસવામાં કામ લાગે છે. મણસિલ હડતાળ જેવી ઝેરી વસ્તુ છે. ધાતુઓ છે સોનું, રૂપું, ત્રાંબું, કલાઈ, સીસુ, જસત, લોઢું, ઉપરાંત
તમામ ખનીજ ધાતુઓ જમીનમાંથી નિકળે છે. ખડી કે સફેદ પદાર્થ જે લખવા કે ભીંતો ધોળવા કામ લાગે છે. રમચી લાલ રંગની માટી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org