________________ આ અવસ્થાઓ મોક્ષે જતા પહેલાંની છે. મોક્ષની પાત્રતા અને પ્રાગટયનું સાધન એક માત્ર શુક્લ ધાન છે અથવા પૂર્ણ વીતરાગતા - શુધ્ધ ચારિત્ર છે. જ્ઞાનમય શુધ્ધ ઉપયોગ દ્વારા પૂર્ણ વીતરાગતા પ્રગટે, જીવ કેવળજ્ઞાન પામી મોક્ષે જાય છે. ગૃહસ્થ કે તાપસ કોઈ પણ જીવ શુધ્ધભાવે પરિણમી પૂર્ણ વીતરાગભાવ પ્રગટ કરે તો જ મોક્ષ પામે. લિંગ એ બાહ્યા અંતિમ અવસ્થા છે. વળી કેવળજ્ઞાન પામી જો આયુષ્ય સ્થિતિ હોય તો સંસારનો ત્યાગ કરી મુની થાય પછી મોક્ષે જાય. ગૃહસ્થવેશાદિના ઉદાહરણો અપવાદ માનવા મોક્ષનું સાધન શુકલધ્યાન છે. ગમે તે લિંગે શુક્લધ્યાન વગર મોક્ષ પ્રગટ ન થાય. મુનિપણું એ મોક્ષ માટે મહત્વનું છે. એક બુંદ . તેલનું એક ટીંપુ પાણીમાં પડે તો પાણીની સપાટીને તેલમય બનાવી દે છે તેમ એક સદ્ગણની ચરમસીમા જીવનમાં પૂર્ણ પણે પથરાઈ જાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrar 6 je