________________ 5. ગૃહસ્થ લિંગે સિધ્ધ જ ગૃહસ્થવેશમાં કેવળજ્ઞાન પામી સંસારત્યાગ કરી મોક્ષે જાય. ભરત મહારાજા વિગેરે. 6. અન્ય લિંગે સિધ્ધ જ તાપસ આદિ અન્ય ધર્મના વેશમાં મોશે જાય. ઉદાહરણ - વિકલચીરી. વિગેરે. 7. સ્વલિંગે સિધ્ધ છે સાધુવેશમાં મોક્ષે જાય. ઉદાહરણ - જૈનમુનિ 8. સ્ત્રી લિંગે સિધ્ધ છે સ્ત્રી પર્યાય છતાં મોક્ષે જાય. ઉદાહરણ - ચંદનાબાળા, રાજમતી વગેરે. 9. પુરૂષ લિંગે સિધ્ધ છે. પુરૂષ પર્યાયે મોક્ષે જાય. ઉદાહરણ - ગજસુકુમાર વગેરે. 10. નપુંસક લિંગે સિધ્ધ છે શ્રાપને કારણે કે અન્ય રીતે કૃત્રિમ નપુસક થયેલા. ઉદાહરણ - ગાંગેય. 11. પ્રત્યેક બુધ્ધ સિધ્ધ કરે પૂર્વના આરાધનના સંસ્કારે વર્તમાનમાં કોઈ નિમિત્ત મળતા વૈરાગ્ય પામી મુનિ થાય. કેવળી થઈ મોક્ષે જાય. ઉદાહરણ - કરકુંડુરાજા. 12. સ્વયંબુધ્ધ સિધ્ધ જ કર્મસ્થિતિ લઘુ થવાથી સ્વયંસ્કુરણા થઈ વૈરાગ્ય પામી મોક્ષે જાય. ઉદાહરણ - કપિલ કેવળી. 13. બુધ્ધ બોધિત સિધ્ધ ગુરૂના ઉપદેશથી બોધ પામી દીક્ષા લઈ મોક્ષે જાય. ઉદાહરણ - વાયુભૂતિ આદિ ગણધર. 14. એકસિધ્ધ એક જ સમયમાં એકજ મોક્ષે જાય. ઉદાહરણ - ભગવાન મહાવીર. 15. અનેક સિધ્ધ જ એક સમયમાં એકથી વધુ અનેક સિધ્ધ થાય. ઉદાહરણ - શ્રી ઋષભદેવ ભગવાનની સાથે, ઘણા સિધ્ધ થયા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org - A