________________
વિજ્ઞાનની કોઇ પ્રયોગશાળા આનો જવાબ આપી નહિ શકે. પ્રાણી માત્ર રોગ, શોક, દુ:ખ મૃત્યુ કે સંતાપ ઇચ્છતો નથી; છતાં આવી પડે છે તે દુ:ખોને દૂર કરવાના ઉપાય કર્યા છતાં તે નષ્ટ થતાં નથી. રૂપાંતર થયા કરે છે. રોગ જાય તો શોક આવે, શોક જાય તો સંતાપ આવે; જન્મ થાય તો મૃત્યુ આવે.
વળી સૃષ્ટિમાં જીવોની દશા જોઇએ તો એન્ડ્રિયાદિ તિર્યંચ પશુ પક્ષીના દુ:ખ. મનુષ્યમાં એક રોગી એક નિરોગી. એક રાજા એક રંક. એક સુખી બીજો દુ:ખી. એક રાગી બીજો દ્વેષી. આવી અનેક પ્રકારની વિચિત્રતા કોઇ માનવી, યંત્ર, મંત્ર કે તંત્ર કરી શકતું નથી. એક પિતાએ બે પુત્રોને વહેંચેલી સરખી સંપત્તિમાં પણ કાળક્રમે અંતર પડી જાય છે. એક માતાએ જન્મ આપેલા સહોદર ભાઈઓમાં પણ રોગી નિરોગીના ભેદ હોય છે. આવા સર્વ ભેદનું કારણ શુભાશુભ કર્મ છે.
સર્વજ્ઞ પરમાત્માએ જોયેલું આ કર્મનું સૂક્ષ્મ અને વિશદ સ્વરૂપ અન્ય ગ્રંથોથી જાણી લેવું અહીં તો માત્ર તેની આછી રૂપરેખા પ્રસ્તુત કરી છે. ૫ કર્મ શું છે ? (કર્મનું સ્વરૂપ ) *
ચૌદરાજલોકમાં સમગ્ર સૃષ્ટિમાં કાર્યણવર્ગણા દ્રષ્ટિ અગોચર એવી સૂક્ષ્મ, સધનપણે વ્યાપ્ત છે. તે જડ છે, છતાં તેનામાં એક વિશિષ્ટ શક્તિ કે પ્રકૃતિ છે. ચૈતન્યસ્વરૂપ એવા આત્મામાં જયારે જયારે રાગાદિ અનેક પ્રકારના વિકાર કે વિભાવ ઉત્પન્ન થાય છે, તેનું નિમિત્ત પામીને આ જડ કાર્યણવર્ગણા આત્માના પ્રદેશો સાથે ભળી જાય છે. ત્યારે એ કાર્યણવર્ગણા કર્મબંધ કહેવાય છે.
લોહચૂંબક જેમ લોઢાને આકર્ષે છે અને પછી ચોંટી જાય છે તેમ આત્માની વિભાવ દશાનું નિમિત્ત પામી કાર્યણવર્ગણા આકર્ષાય છે, અને આત્મપ્રદેશો પર ચોંટે છે. તે સમયે તેમાં એક વિશિષ્ટ રચના થાય છે. એ કર્મબંધના પ્રકાર ચાર છે. .
૧ પ્રકૃતિ ૨. સ્થિતિ ૩. રસ ૪. પ્રદેશ બંધ ૧. પ્રકૃતિ બંધ ♦
૨. સ્થિતિ બંધ ૢ ૩. રસ બંધ ૪. પ્રદેશ બંધ *
Jain Education International
જે કર્મ ઉદયમાં આવે તેનો સ્વભાવ, તે જ્ઞાનવરણાદિ કેવું ફળ આપશે વિગેરે.
એ કર્મ જીવ સાથે કેટલો સમય રહેશે તે.
કર્મના શુભા શુભ કે સુખ દુ:ખનો તીવ્ર મંદ અનુભવ કર્મ પુદ્ગલોના પ્રદેશોનો જથ્થો.
For Private & Personal Use Only
www.jainelibrary.org
73