________________
(૩) વેદનીય કર્મ
શાતા તથા અશાતારૂપ બે પ્રકારે છે.
બંધનું કારણ દેવ ગુરૂની ભક્તિ. સુપાત્રે દાન, વિષય કક્ષાયની મંદતા, તથા મન વચન કાયાની શુભ પ્રવૃત્તિથી શાતા વેદનીયકર્મ બંધાય છે, તેથી દેહધારીને શરીર નિરોગી રહે છે.
ઉપરના નિમિત્તોમાં વિપરીતપણે પ્રર્વતન કરવાથી અશાતા વેદનીય કર્મ બંધાય છે, જેથી શરીરમાં અસાધ્ય રોગો થાય છે. વળી શોક, સંતાપ, રૂદન કરવા કે, કરાવવાથી આ કર્મ બંધાય છે.
ક્યા ગુણને રોકે : આત્મા અવ્યાબાધ સુખસ્વરૂપ છે છતાં દહેધારણ થવાથી એક ક્ષેત્રાવગાહે હોવાથી શાતા અશાતા ભોગવે છે. અને આવ્યાબાધ સુખને રોકે છે.
ઉપમા : મધથી ખરડાયેલી છરી પરનું મધ ચાટતા મધનો સ્વાદ મધુર લાગે અને ધારવડે જીભને ઇજા થાય તેમ આ કર્મ શાતા અશાતરૂપે હોય છે. (૪) મોહનીય કર્મ
(૧) દર્શન મોહ, (૨) ચારિત્ર મોહ, બે પ્રકાર છે.
બંધનું કારણ : ક્રોધ, માન, માયા, લોભ હાસ્યાદિ પ્રવૃત્તિ કરવાથી તથા વિપરીત બુધ્ધિ અને અશ્રધ્ધાથી આ કર્મ બંધાય છે.
કયા ગુણને રોકે : દર્શનમોહ આત્માના શ્રધ્ધાળુણને રોકે અને વીતરાગતારૂપ ચારિત્રને ચારિત્ર મોહનીય રોકે.
ઉપમા : મદિરાપાનથી મનુષ્ય જેમ હિતાહિતનું ભાન ભૂલી જાય છે તેમ જીવ મોહનીયના અનેક પ્રકારોથી પોતાના હિતાહિતને ભૂલી જાય છે. તેથી તેના દર્શન અને ચારિત્રગુણ આવરાઈ જાય છે. (૫) આયુષ્યકર્મ : દેવાયુ, મનુષાયુ, તિર્યંચાયુ, નરકાયુ,
બંધનું કારણ - ચાર પ્રકારે આયુષ્ય બંધાય છે. (૧) દેવાયું સરાગ સંયમ, દેશવિરતિ કે બાળ તપાદિથી, (ર) મનુષ્કાયું વિષય કષાયોની મંદતા, સગુણ સંપન્નતા, અલ્પ આરંભ,
પરિગ્રહ. (૩) તિર્યંચાયુ છે છળ, પ્રપંચ, શલ્ય, આર્તધ્યાન.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org