________________
હે ચેતન, સંસાર સમુદ્રની ચારે ગતિમાં ભમતા દુર્લભ એવું મનુષ્યપણું પ્રાપ્ત થયું છે. શાસ્ત્રકારોએ ચાર વસ્તુ દુર્લભ કહી છે. મનુષ્યપણું, સદ્ગુરૂદ્બોધ શ્રધ્ધા અને સંયમ. અર્થાત્ સમ્યગદર્શન જ્ઞાન અને ચરીત્ર દ્વારા જીવ મોક્ષને પામે છે તેમાં પ્રથમ સમ્યગદર્શનની અગ્રિમતા કહી છે.
હું ચેતન ! સંસાર સમુદ્રની ચારે ગતિમાં અનંતકાળ ભટકયા પછી દુર્લભ એવું મનુષ્યપણું પામ થયું છે.
શાસ્ત્રકારોએ જગતમાં ચાર વસ્તુ મંગળ અને દુર્લભ કહી છે. * મનુષ્યપણું
* શ્રધ્ધા
સંયમ
* સદ્ગુરૂનો બોધ - શ્રુતિ મનુષ્યપણું ♦ શ્રવણ અને વાચા સહિત વિચાર શક્તિ મળી છે એવો મનુષ્ય પોતાનું આત્મ હિત સાધી શકે છે, અને તે જ મનુષ્યત્વ છે. સદ્ગુરુબોધ * માનવ સિવાય અન્ય જીવોને આવો બોધ પ્રાપ્ત થવો દુર્લભ છે. સંસાર પ્રેમીને તો એ અતિ દુર્લભ છે.
શ્રધ્ધા
આત્મ શ્રેયની શ્રધ્ધારૂપ દર્શન જે સદેવદિના અવલંબનથી પ્રાપ્ત થાય છે.
સંયમ * એ તો સર્વ કાળને માટે દુર્લભ છે.
પ્રારંભમાં કષ્ટદાયક પરિણામે અમૃત એવો સંયમ મનુષ્ય જન્મમાં સાધી શકાય છે. આ ચારે વસ્તુ ઉત્તરો ઉત્તર દુર્લભ છે. અને જો તેનું માહાત્મ્ય આવે તો આત્માને એ જ મંગળરૂપ છે.
આ કાળને વિષે આ ચાર ઉત્તમ વસ્તુનું માહાત્મ્ય સમજી જીવ સત્પુરૂષાર્થ કરે, તો મોક્ષના બીજભૂત 'સમ્યગદર્શન' પામી, અનુક્રમે મુક્તિ અવશ્ય પામે.
આ કાળમાં માનવજન્મની સાર્થકતાનું એક માત્ર સાધન સમ્યગદર્શન છે. જો તેની પ્રાપ્તિ થઇ હોય તો તેના રક્ષણ માટે સંસાર ત્યજવો એ જ ભવંતનો ઉપાય છે. તેમ ન થઇ શકે તો શ્રાવકાચારનું ઉત્તમ પ્રકારે પાલન કરી, ઉપાદાનને શુધ્ધ રાખવા શ્રમ કરવો, તે દ્વારા દ્રઢ થયેલા સંસ્કાર જીવને જન્માંતરે પણ ધર્મપ્રાપ્તિના સાધનો સુધી પહોચાડશે.
સધર્મના સંસ્કારબળ માટે જીવાદિનું પરિજ્ઞાન ધણું આવશ્યક છે. તે કઠણ છે કે અઘરૂં છે તેમ કહી તેનાથી વિમુખ રહેવું નહિ. કારણ કે આવી સામગ્રી મનુષ્યને જ મળે છે તે માટે સઉલ્લાસ જ્ઞાન આરાધના કરવી. જિજ્ઞાસુ જીવે સંસારભાવ અને તેની પ્રવૃત્તિને ગૌણ કરીને પણ જ્ઞાન ઉપાસના કરવી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org