________________
ઉપસંહાર
૧. આપણે શું કરીશું ?
સમસ્ત વિશ્વનું અવલોકન કરતાં બે તત્ત્વની મુખ્યતા જણાશે, તે છે 'જીવ અને જડ' જો આ બે તત્ત્વો ન હોય તો વિશ્વ શૂન્ય છે. જીવ વગર જડ અને જડ વગર ભૌતિક જગતની વિચિત્રતા અને વિવિધતા પણ શૂન્ય છે. જડના સંપર્ક વગર સિધ્ધલોક પણ અસ્તિત્વ ધરાવતું નથી. ભલે તેઓ અશરીરી છે પણ લોકાગ્રે અર્થાત આકાશ પ્રદેશમાં છે. કાળની અપેક્ષાએ અનંતકાળ રહેવાના છે. અર્થાત જીવ અને જડનો સાંયોગીક સંબંધ રહેલો
છે.
અજ્ઞાનવશ જીવ સંસારની ચારે ગતિમાં રખડે છે, કારણ કે તેને પાંચમી ગતિ, શાશ્વત ગતિનો પરિચય નથી કે શ્રધ્ધા નથી. અજ્ઞાનવશ જીવ દેહભાવને કારણે કે મિથ્યાત્વાદિ હેતુઓ વડે, પુણ્ય અને પાપ જેવા આશ્રવો ને વશ થાય છે. અને કર્મના બંધ-ઉદયમાં પરવશતા પામે છે.
કોઇ મહપુણ્યયોગે કર્મોના દબાવાથી, આત્માની ક્ષયોપશમ-શક્તિ વડે જીવ કર્મોને રોકવા અને નષ્ટ કરવાના ઉપાય યોજે છે, ત્યારે સત્પુરૂષાર્થ વડે, દેવાદિના અવલંબંને મોક્ષમાર્ગમાં જોડાય છે.
સંસારમાં જીવને દુ:ખ પામવાનું કારણ અજ્ઞાન છે. અજ્ઞાનવશ જીવ સ્વધર્મ ચૂકે છે તેથી દુ:ખ પામે છે. વાસ્તવપણે દુ:ખનું કારણ પાપ છે, અને પાપનું કારણ હિંસા છે, તેમ સમજાશે. સ્થૂલ કે સૂક્ષ્મ, જાણે કે અજાણે, થતી હિંસા પરસ્પર વૈરભાવ વધારે છે. અને તેથી દુ:ખ ભોગવવું પડે છે. માટે દુ:ખ મુક્તિનો ઉપાય અહિંસા કહયો છે. આપણું શિક્ષણ અહિંસાથી શરૂ થવું જોઇએ, પણ સુખની ઇચ્છાવાળા ભૌતિક જગતનો માનવી અહિંસા જેવા તત્ત્વને વિસરી ગયો છે, કારણ કે તેને જીવ સૃષ્ટિનું જ્ઞાન નથી પછી તેમના સુખ દુ:ખનું ભાન તો કયાંથી જ હોય ?
મોક્ષના અભિલાષી સુજ્ઞજને તો જીવવિચાર જેવા ગ્રંથોનો અભ્યાસ જરૂર કરવો, સદાચાર પાળવા, આવશ્યક ક્રિયાઓ કરવી, સત્સંગ-સ્વાધ્યાય
For Private & Personal Use Only
અવશ્ય કરવા.
Jain Education International
www.jainelibrary.org