________________
લોક પ્રસિદ્ધ સાધારણ વનસ્પતિ કાય (બાદર) છે
આ જીવો પણ અનંતકાય કહે છે. કારણકે સોયના અગ્રભાગ જેટલી જગામાં પણ અનંતા જીવો રહે છે. કાપેલો ટુકડો પણ ઉગે છે.
પ્રકાર : દરેક જાતના કંદો, ફણગા, લીલીકુંપળ, પંચવર્ણી ફૂગ, લીલ, સેવાળ, બિલાડીના ટોપ, લીલા આદુ, હળદર, કચુરો, ગાજર, મોથ, થેગ, પાલખની ભાજી, કુણા ફળો, વનસ્પતિ, નસો ગુણ હોય તેવા પાંદડા, છેદવા છતાં ઉગે તેવા થોર કુંવાર, ગુગળ, ગળો, કુંવારપાઠું ફણગાવેલા કઠોળ, મૂળ વગેરે.
દરેક વનસ્પતિમાં જમીનમાંથી ફૂટે ત્યારે અનંતકાય હોય ત્યાર પછી જે અનંતકાયનો પ્રકાર છે તે અનંતકાય રહે છે. આદુ હળદરમાં રેસા ફટયા પછી અનંતકાય પ્રાય: નથી રહેતા. પ્રત્યેક હોય તે પ્રત્યેક રહે છે.
જે વનસ્પતિની નસો, સાંધા અને પર્વો ગુણ હોય જેને કાપવાથી બે સરખા ભાગ થાય, અને પુન: ઉગે તે, અનંતકાય સાધારણ વનસ્પતિકાય છે. આ સિવાય અપ્રસિધ્ધ સાધારણ વનસ્પતિ ઘણા પ્રકારની હોય છે. વનસ્પતિનો બીજો ભેદ છે.
પ્રત્યેક વનસ્પતિકાય છે
લક્ષણ 9 જેમના એક શરીરમાં એક જીવ હોય, તે પ્રત્યેક વનસ્પતિ છે. જેની નસો, સાંધા, પર્વો પ્રગટ હોય છે.
પ્રકાર દરેક જાતના ફળ, ફૂલ ગુચ્છા, વેલ, ગાંઠ, ઘાસ, જમીન અને પાણીમાં ઉગતી વનસ્પતિ, છાલ, થડ, મૂળ, પાંદડા.
સાધારણ વનસ્પતિકાય કરતાં પ્રત્યેક વનસ્પતિકાયના જીવોનો વિકાસ ઘણો છે. સર્વના શરીર અલગ અલગ છે, જીવ અલગ છે.
પ્રત્યેક વનસ્પતિ જીવો એક અંતરમુહૂર્તમાં ૩ર૦૦૦ ભવો કરે છે. જેમકે આખા વૃક્ષનો જીવ એક છે પણ થડ, પાન વગેરેમાં જીવો સ્વતંત્ર હોય છે. વનસ્પતિની ઘણી વિચિત્રતા અને વિવિધતા છે. મનુષ્યના શરીર અને વિકાસની જેમ વનસ્પતિનાં શરીરની રચના, સ્વભાવ, ઉત્પત્તિ, નાશ, ઉપયોગિતા, અવયવો, ઉછેર વગેરે પશુ, પક્ષી અને મનુષ્યોની સાથે આંશિક સમાનતા જોવા મળે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
71