________________
૨. તિર્યંચ પંચેન્દ્રિય જીવોનું વર્ણન : તેના ત્રણ પ્રકાર છે.
(૧) જળચર (૨) સ્થલચર (૩) ખેચર
ચતુપદ ઉપરિસર્પ ભુજપરિસર્પ (૧) જળચર : આ તિર્યંચ પંચેન્દ્રિય જીવો અનેક પ્રકારના છે. તેઓ પ્રાયે જળમાં ઉત્પન્ન થાય છે, અને ત્યાં જ જીવે છે. તેમની દરેકની પ્રકૃતિ વિવિધ પ્રકારે હોય છે. જળમાં તેમની શક્તિ ઘણી હોય છે. નીચેના પાંચ જીવોમાં ઘણા જીવોનો સમાવેશ થાય છે. (૧) સુસુમાર દરિયાઈ મોટા કદવાળા જીવો. (૨) મત્સ્ય છે અનેકરંગ અને આકારવાળા માંછલા-માછલી. (૩) કચ્છવ જ કાચબો, કઠણ પીઠવાળા જીવોની ગણના. (૪) ગાહ છે ઝુંડ તાંતણા જેવા શરીર સાથે શક્તિ શાળી જીવો. (૫) મગર દાંત અને લાંબા પૂંછડાવાળા જીવો.
અઢી દ્વીપની બહારના સમુદ્રમાં અતિશય મોટા કદ અને આયુષ્યવાળા જળચર જીવો હોય છે. એમ કહેવાય છે કે ચૂડી અને નળિયા સિવાય જગતમાં જેટલા આકાર છે તે દરેક પ્રકારના જળચર જીવો હોય છે.
r,
II
(((((7lix 8 (The
"સંજ્ઞી પંચેન્દ્રિથ જલચર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
13