________________ પાઠ : 12) દેવલોકનું વર્ણન ભવનપતિ વ્યંતર જ્યોતિષી વૈમાનિક કુલ 25 26 10 38 99 99 પર્યાપ્તા + 99 અપર્યામા = કુલ 198 દેવલોકના જન્મ : કુલની શયામાં સૌંદર્ય સહિત યૌવનપણે પીડા રહિત ઉપપાત જન્મ થાય છે. તેમનું શરીર વૈક્રિય હોય છે. નાનું મોટું થઈ શકે છે. સુખ : ભૌતિક કે પૌદગલિક દ્રષ્ટિએ દેવલોકમાં મનુષ્યલોક કરતાં ઘણા સુખ વૈભવના સાધનો ઉપલબ્ધ હોય છે. આયુષ્ય લાંબા અને દેહ નિરોગી હોય છે. દેવગતિનું કારાણ : બાળતપ, સામાન્ય પ્રકારના વ્રત, સરાગ સંયમ, દાનાદિ પ્રવૃત્તિ દેવગતિનું કારણ છે. છતાં દુ:ખ : પોતાના વૈભવના સાધનો કરતાં ઉપરના દેવોનો અતિ વૈભવ જોઈ ઈર્ષાથી દુ:ખી થાય છે. મૃત્યુ પહેલા છ માસ રહે ત્યારે કંઠમાં રહેલી માળા કરમાવાથી મૃત્યુના ભયથી અને નીચી કોટિના જન્મથી દુ:ખ પામે છે. જે દેવો પાસે સમક્તિ નથી તે દેવો પ્રાયે અતિ સુખભોગની તૃષગાના પરિણામે તિર્યંચમાં જન્મ લે છે. મનુષ્ય જન્મ થાય તો પણ ગર્ભનું દુઃખ ભોગવવું પડે છે. જે દેવો સમકિતી છે તે દેવ લોકના સુખમાં અતિ લુબ્ધ થતાં નથી અને પોતે ભાવના કરે છે કે મનુષ્ય જન્મ પામી, સંયમ પાળી શાશ્વત સુખ પામશું. ક્ષેત્ર : ભવનપતિદેવો અને વ્યંતર દેવો : તિર્દાલકની રત્નપભા નામની પૃથ્વીના વિસ્તારના ઘણા અંતરે, અમુક સ્થાનોમાં મોટા ભવનો હોય છે. તેમને નરકના દુર્ગધાદિનો કોઈ અવરોધ થતો નથી. શહેરના સુંદર અદ્યતન અને શ્રીમંતના આવસોની આસપાસ ઝુંપડા હોય છે. તેમ કથંચિત જાણવું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org