________________ (2) અંતર : વાણવ્યંતર દેવો જ વિવિધ પ્રકારના અંતરે રહેનારા તથા વનોમાં રહેનારા હોવાથી વ્યંતર અને વાણવ્યંતર કહેવાય છે. મધ્યલોકમાં અને અધોલોકમાં તેઓનું આવાગમન હોય છે. મિત્રભાવે કોઈ જીવને સહાય કરે અને વૈરભાવે હેરાન કરે. (ભૂત પ્રેત જેવા નામથી લોક પ્રસિધ્ધ છે.) વિવિધરૂપ કરી શકે છે. તીર્થંકર, ચક્રવર્તી જેવા પુણ્યશાળી પુરૂષોની સેવામાં હાજર રહે છે. ભક્તિ કરનાર ઉપર પ્રસન્ન થઈ વરદાન આપે અને વેર લેવા શ્રાપ પણ આપે. આ જાતિમાં તિર્યકજાભક દેવો છે તે તીર્થંકર ભગવાનના ચ્યવન કે જન્માદિ કલ્યાણકો વખતે ધન ધાન્યાદિથી તેમના ભંડારો ભરપૂર કરી દે છે. (3) જ્યોતિષી દેવો એ ચર જ્યોતિષ્ક દેવોના વિમાનો ફરતા હોય છે. અઢીદ્વીપ પ્રમાણ મનુષ્યલોકની ઉપર તેમનું પરિભ્રમણ હોય છે. (4) વૈમાનિક દેવો કલ્પોપન્ન બાર દેવલોક છે. તેમાં સેવકરૂપે કંઇક હલકા પ્રકારના દેવો કિલ્બિષિક કહેવાય છે. 9 લોકાંતિક દેવો છે. (તીર્થકરને સંસાર પરિત્યાગ સમયે વિનંતિ કરવા આવે છે.) આ બાર દેવલોકની વચમાં કિલ્બિષિયા દેવો રહે છે જે સેવકનું કામ કરે છે. નવ રૈવેયક : બાર દેવલોકની ઉપર તેમનો વાસ છે. ઉત્કૃષ્ટ તપ જેવા કારણોથી મનુષ્ય અહીં ઊત્પન્ન થાય છે. અભવી જીવ પણ આ દેવલોક સુધી યોગ્ય કાળે ઉત્પન્ન થાય છે. પાંચ અનુત્તર વિમાનવાસી દેવો આ દેવો કેવળ આત્મચિંતનમાં રમણ કરનારા છે. એકાવનારી છે. ઇન્દ્રો : દેવોનો રાજા દસ ભવનપતિના 2, 2 ર૦ 8 વ્યંતર 8 વાણવ્યંતર ના 2, 2 જયોતિષ્ક ના સૂર્ય-ચંદ્ર 11 વૈમાનિક દેવના 9. 11, 12, નો એક એક - 4 બીજા વિમાન ના એક એક કુલ ઇન્દ્રો છે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org