________________ 2. વ્યંતર દેવો : રત્નપ્રભા નારકની પૃથ્વીના અમુક આંતરે પર્વતો ગુફા કે રળિયામણા જંગલમાં રહે છે. મધ્યલોકના નીચેના ભાગમાં હોય છે. 3. જયોતિષ્ક દેવો : ચર (ફરતા) જયોતિષી દેવોના પ્રકાશમાન વિમાનો મેરૂપર્વતની આસપાસ ફરે છે. તે ચર જયોતિષી સૂર્ય, ચંદ્ર, ગ્રહ, નક્ષત્ર તારા છે. અહી ટ્રીપની બહાર જે સ્થિર છે તે અચર (સ્થિર). જયોતિષી દેવો છે. તે મધ્યલકની ઉપરના ભાગમાં છે. 4 વૈમાનિક દેવો : પ્રકાર બે છે. જેમનું નિવાસસ્થાન વિમાન છે તેથી તે વૈમાનિક દેવો કહેવાય છે. તેઓ વિમાનમાં ઉત્પન્ન થાય છે. ઉર્વલોકમાં છે. નવરૈવેયક દેવો : બાર દેવલોકથી ઉપર નવ રૈવેયકના દેવોના વિમાનો ચારે દિશામાં હોય છે. તે દેવો કલ્પાતીત છે. પાંચ અનુત્તર વિમાનવાસી દેવો : નવ રૈવેયકની સમાંતરે પાંચ અનુત્તર વિમાન છે. ચાર દિશામાં ચાર અને વચમાં સર્વાર્થ સિધ્ધનું વિમાન છે. આ દેવો કલ્પાતીત છે. પ્રાયે એક ભવી છે. ભવનપતિ, વ્યંતર, વાણવ્યંતર, જયોતિષી દેવો કલ્પોપન્ન છે. નવરૈવેયક તથા પાંચ અનુત્તર વિમાનવાસી દેવો કલ્પાતીત છે. (1) કલ્પપત્ર - જેમાં મંત્રી, રક્ષક, સેવકો જેવી વ્યવસ્થા હોય છે. (2) કલ્પાતીત - જેમાં સેવ્ય સેવક ભાવ નથી. દેવની વિશેષતા છે ભવનપતિ : આ દેવોના આવાસો વિશાળ ભવન જેવા હોય છે. તેઓ તેમાં રહેતા હોવાથી ભવનપતિ કહેવાય છે. સામાન્ય રીતે આ દેવો સ્વભાવે મૃદુભાષી, મધુર ગતિવાળા અને કીડાશીલ હોય છે. દેખાવમાં સૌદર્યવાન અને કુમાર અવસ્થા જેવા હોય છે. તેથી કુમાર પણ કહેવાય છે. આ દેવોમાં અસુરનિકાયના દેવો હોય છે. તે પરમાધામી દેવો કહેવાય છે. તે હલકા કૃત્યો કરનારા, અધર્મવૃત્તિ વાળા હોય છે. ખાસ કરીને કુતૂહલવશ અને પૂર્વકર્મકૃત વૈરભાવથી નરકમાં જઇ નારકીઓને અસહય દુ:ખ આપે છે. મારવા, કાપવા, ખાંડવા વગેરે પ્રકારે અત્યંત પીડા ઉપજાવે છે. અત્યંત કુર પરિણામી આ જીવો, દેવનું આયુષ્ય પૂરું થતાં એકેન્દ્રિયપણે ઉપજે છે. સમુદ્રની અંધકારમય ગુફામાં જન્મીને મહાદુ:ખ પામે છે. દેવ મરીને દેવ કે નારક થતાં નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org