________________ (1) બજારમાં ઇંડાની ઓળખ આપી શકાતી નથી કે ક્યા ઈંડામાંથી બચ્યું પેદા થશે કે નહિ થાય. (ર) ઈંડાના પ્રવાહી પદાર્થમાજ અસંખ્ય જીવોત્પતિ હોય છે. (3) કૃત્રિમ રીતે પેદા થતાં ઇંડામાં એક તો મરઘીને વારંવાર પ્રસુતિની પીડા વેઠવી પડે. માનવ સ્ત્રી વર્ષે શીઘમાં શીધ્ર એક જ વાર બાળકને જન્મ આપે તેને બદલે બે ત્રણ વાર જન્મ આપવામાં કેટલું કષ્ટ થાય ? તેમ મરધી પણ પંચેન્દ્રિય જીવ છે તે પણ પીડાને જાણે છે. વળી મરઘીને કંઈ એવી વિચાર શક્તિ નથી કે મારા ઇંડા તો કૃત્રિમ છે કે બાળકની ઘર ઘરની રમત જેવા છે. એ તો જયારે ઇંડા મૂકે ત્યારે માની લાગણીથી સભર હોય છે. તેના ઇંડા છીનવી લેતા તે દુઃખી થાય છે. આમ ઇંડાના ઉપયોગમાં દ્રવ્ય અને ભાવ હિંસા રહેલી છે. વિકાસ કે વિનાશ વિકાસયુગની અને વિનાશયુગની વ્યાખ્યા શું ? માણસાઈ વધે તે વિકાસયુગ સાણસાઈ વધે તે વિનાશયુગ ઉજળી સભ્યતામાં માનવ અસભ્ય તો નથી બનતો ? જાગો, ઉઠો, વિચાશે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org