________________ પાઠ : 11 મનુષ્યના ભેદ ત્રણસોને ત્રણ હોય છે ક્ષેત્ર : મનુષ્યના ભેદ જાણતા પહેલા તેમનો વાસ ક્યાં હોય છે તે જાણવું જરૂરી છે. ચૌદરાજ લોકની મધ્યમાં મનુષ્યલોક છે. તેમાં જંબુદ્વીપ, તેની ચારે બાજુ ફરતો લવણ સમુદ્ર, તેને ફરતો ધાતકી ખંડ છે, તેની ચારે બાજુ કાલોદધિ સમુદ્ર છે. અને તેને ફરતો પુષ્કરાઈ દ્વીપ છે. પુષ્કરદ્વીપની વચમાં માનુષોત્તર પર્વત હોવાથી તે અધું છે. આથી જંબુદ્વીપ. ધાતકીખંડ અને અર્ધા પુષ્કરદ્વીપ ગણતા અઢી દ્વીપ થાય છે. આ અઢી દ્વીપમાં 15 કર્મભૂમિ, 30 અકર્મભૂમિ અને પ૬ અંતરદ્વીપ આવેલા છે. આ ત્રણ સ્થાનોમાં મુખ્યત્વે મનુષ્યનો વસવાટ છે. બીજા અસંખ્યાત દ્વીપ અને સમુદ્રો છે પણ ત્યાં મનુષ્યોનો વાસ નથી. આ સર્વ ક્ષેત્રો તિર્થાલોકમાં છે. (1) કર્મભૂમિ : જ્યાં અસિ (શસ્ત્રો) મસિ (શાહી દ્વારા લેખન) કૃષિ (ખેતીવાડી જેવા ઉદ્યોગો) હોય છે. મનુષ્યોને જીવન ચલાવવા આરંભ સમારંભની અનેકવિધ પ્રવૃત્તિઓ, વ્યવહાર અને વ્યાપારાદિ હોય છે. અને તેના દ્વારા પાપબંધ થાય છે. બીજી સવિશેષતા છે કે કર્મ ક્ષેત્રમાં મોક્ષમાર્ગ પામવાના દેવાદિ શુધ્ધધર્મના અવલંબનો પણ પ્રાપ્ત થાય છે. ધર્મની આરાધના વડે આ કર્મભૂમિમાંથી જીવ મોક્ષ ગમન કરી શકે છે. મનુષ્યનું આ ક્ષેત્ર પીસ્તાલીસ લાખ યોજન પ્રમાણ છે. असी WIL मसी कृषि मयुगलिक R ev. . મૈમૂર્ષિ નહિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org