________________
પાઠ
નારકના જીવોનું વર્ણન *
ક્ષેત્ર : ચૌદરાજલોકમાં જ અધોલોક છે ત્યાં નારકના જીવો ઉત્પન્ન થાય છે. અધોલોકમાં સાત પ્રતો (આંતરા) બતાવ્યા છે તે નરકભૂમિ છે. પહેલી અને બીજી ભૂમિ વચ્ચે પ્રથમ ઘનોદધિનું વિશાળ પડ છે, ત્યારપછી ઘનવાત (ઘાટો પવન) નું વિશાળ પડ છે, ત્યાર પછી તનવાતનું (પાતળો વાયુ) વિશાળ પડ છે, ત્યાર પછી આકાશ છે. આવા ચાર પડો પછી બીજી ભૂમિ હોય છે. ભૂમિ એક બીજા સાથે સંલગ્ન નથી. છાતિછત્ર હોય છે.
દુ:ખ : આ ભૂમિ સર્વ પ્રકારે અંધકારમય છે. આ ભૂમિમાં અત્યંત ઠંડી છે. એ ઠંડીની અંશ માત્ર લહર જો પૃથ્વી પર આવે તો પૃથ્વી ઠરી જાય. ગરમી એવી ઉગ્ર છે કે ગરમ હવાની એક લહર આપણી પૃથ્વીને બાળવા સમર્થ છે. નરકના જીવો ઠંડી ગરમીનું આવું દુ:ખ ભોગવે છે.
શાસ્ત્રકારો લખે છે કે નાકરના જીવને હિમશિખર પર માગશર માસની ઠંડીમાં નિર્વસ્ત્ર સુવાડયો હોય તો પણ તેને પસીનો વળે અર્થાત એ ઠંડી પણ તે જીવને ગરમી લાગે. અને કોઇ લોખંડ ગાળવાની ભઠ્ઠીમાં મૂકયો હોય તો પણ ઠંડક લાગે. દુર્ગંધનો એક કણ જો ઉડી આવે તો પૂરી પૃથ્વીના જીવો ગુંગળાઇ જાય.
અસહય ભૂખ લાગે છે છતાં ખોરાકની પ્રાપ્તિ નથી. અસહય તૃષા લાગે પણ જળની પ્રાપ્તિ નથી. કેવળ જુગુપ્સિત પદાર્થોમાં જ તેમની ચર્ચા હોય છે. આ કોઇ દુ:ખનો તેઓ પ્રતિકાર કરી શક્તા નથી.
નરક ગતિનો હેતુ : નરક ગતિ પામનાર જીવો મહાકાયી, કૃષ્ણ લેશ્યાવાળા, ગાઢ મિથ્યાદ્રષ્ટિ હોય છે. મહા આરંભ અને પરિગ્રહની વૃત્તિવાળા હોય છે. હિંસાનંદી, મૃષાનંદી, ચૌર્યાનંદી પરિગ્રહાનંદી કે સંરક્ષણાનંદી હોય છે. ઘણા ક્રુર કર્મ કરી જીવ અજ્ઞાનવશ આવી અધોગતિ પામે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org