________________
દુ:ખ
સૂક્ષ્મ નિગોદ સાંવ્યવહારિક સૂક્ષ્મ નિગોદ અસાંવ્યવહારિક સૂક્ષ્મ નિગોદ | સાંવ્યવહારિક સૂક્ષ્મ નિગોદ જ
જગત સ્થિતિના ન્યાયે એક જીવ મુક્તિમાં જાય ત્યારે, યોગાનુયોગ એક જીવ અવ્યવહાર રાશિમાંથી બહાર નીકળી વ્યવહાર રાશિમાં આવે છે. તે જીવ મરણ પામીને પુન: સૂક્ષ્મ નિગોદમાં જાય તો પણ તે વ્યવહાર રાશિનો જીવ કહેવાય છે. અહીં તેની અતિ અતિ મંદ છતાં વિકાસ યાત્રાનો પ્રારંભ માની શકાય, કારણે કે અનાદિકાળ પછી જ જીવની આવી યોગ્યતા થાય છે. કારણ કે તે પુન: હવે અવ્યવહાર રાશિમાં જવાનો નથી અસંવ્યવહારિક સૂક્ષ્મ નિગોદ
જે જીવો હજી અવ્યવહારરાશિમાંથી બહાર નિકળ્યાજ નથી. તેમની વિકાસ યાત્રાનો અંશમાત્ર પણ પ્રારંભ થયો નથી. ઇન્દ્રિય એક સ્પર્શેન્દ્રિય છે.
સૂક્ષ્મ નિગોદના જીવોનું દુઃખ નારકી કરતાં પણ કથંચિહ્ન વિશેષ મનાય છે; કારણ કે ચૈતન્ય જેવું તત્ત્વ છતાં
સ્વરૂપનો કોઈ વિકાસ શક્ય નથી. જન્મ મરણનું વિશેષ દુ:ખ. જ્ઞાનાદિનું ગાઢતમ આવરણ તેમના અસ્તિત્વની
જગતના જીવોને કોઇ નોંધ નથી ભવસ્થિતિ એક અંતમુહૂર્તમાં ૬૫૫૩૬ ભવો કરે છે. આ નિગોદમાં
કેટલાક અભવ્ય, દુર્ભવ્ય કે ભવ્ય હોય છે. અનંતા જીવો કયારે પણ આ સ્થાનથી બહાર નીકળવાના નથી. જે જીવો નિકળ્યા તે પણ કમશ સૂક્ષ્મ બાદર એકેન્દ્રિ, વિકલેન્દ્રિયપણું પામી અનંતકાળ જન્મમરણનું સવિશેષ દુ:ખ પામી પ્રબળ પુણ્યોદયે પંચેન્દ્રિયપણું, તેમાં મનુષ્યદેહે મનસહિત વાચાશક્તિ પ્રાપ્ત થઇ છે. તેવા અવસરે જે કર્મોનો નાશ કરી મુક્તિ સિધ્ધ ન કરી તો પાછો ઉતરતો ઉતરતો નિગોદ સુધી પહોંચી જાય છે. સુક્ષ્મ પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, સૂક્ષ્મ વાઉકાય અને સાધારણ વનસ્પતિકાયના જીવો એટલા સૂક્ષ્મ છે કે તેમને કોઈ જીવોથી ઉપઘાત નથી, અગ્નિથી બળતા નથી, પાણથી ભીંજાતા નથી, શસ્ત્રથી છેદાતા નથી, તેમની હિંસા હાલતા ચાલતા થતી નથી. ચૌદરાજ લોકવ્યાપી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org