________________
હે માનવ ! તું વિચાર કર કે જે મૂક સૃષ્ટિનો તારા પર આવો ઉપકાર છે, તેનો પ્રતિઉપકાર કરવાને બદલે તેના ભાગમાં આસક્ત બની કેવું દુ:ખ પામીશ ? સુખ ઇચ્છતા માનવે અન્યના સુખનો પ્રથમ વિચાર કરવો શ્રેયસ્કર છે અને તેથી જીવસૃષ્ટિનું સૂમસ્તરે પરિજ્ઞાન આવશ્યક છે.
સર્વજ્ઞ ભગવંતના જ્ઞાન વગર જીવસૃષ્ટિના અતિ સૂક્ષ્મ ભેદ-પ્રભેદનું કથન કરવા કોઈ સમર્થ નથી. નિગોદથી માંડીને મોક્ષ સુધીની વિકાસયાત્રા, સકર્મક અવસ્થાવાળા જીવના સુખદુ:ખના પ્રકારો અને જીવનું સચિતઆનંદમય સ્વરૂપ સર્વજ્ઞ ભગવંતે નિરૂપણ કર્યું છે. તેનો અભ્યાસ કરતાં સાચો જિજ્ઞાસુ શ્રદ્ધાવાન બને છે.
જીવ સૃષ્ટિના પરિજ્ઞાનથી જિજ્ઞાસુનું મતિશ્રુતજ્ઞાન સૂક્ષ્મ અને શુદ્ધ બને છે. જે કારણથી આત્મબોધ પરિણમી જીવ કથંચિત સમ્યકત્વને પામવા અધિકારી બને છે. અનુક્રમે શાશ્વત સુખને પામે છે.
સમસ્ત વિશ્વની જીવસૃષ્ટિનું સ્વરૂપ જૈન દર્શનના દૃષ્ટાઓએ જે સૂક્ષ્મતાથી આપ્યું છે, તેવું વિશ્વના કોઈ દર્શનમાં ઉપલબ્ધ નથી. વૈજ્ઞાનિક વિદ્યા તો હજી બાળપણમાં છે. એ ક્ષેત્રમાં જીવાણુની દુનિયામાં ઘણું સંશોધન થવા છતાં વીતરાગ વિજ્ઞાન પાસે તે ઘણું અલ્પ છે. જે જીવોનું સ્વરૂપ યંત્ર કે દૃષ્ટિને ગ્રાહ્યા નથી તેનું જ્ઞાન મંત્રાદિદ્વારા કેવી રીતે થઈ શકે ?
સોયના અગ્રભાગ જેવા ક્ષેત્રે અનંતા જીવી રહ્યા છે, તે કયું યંત્ર દર્શાવી શકે ? એ દર્શન કેવળી ગમ્ય છે અને રહેશે. માટે જિજ્ઞાસુએ આવા સઘળા વિધાનો શ્રુતજ્ઞાન, આગમ, કે ગુગમ દ્વારા શ્રદ્ધાગમ માનવા.
જો કે વિજ્ઞાન ક્ષેત્રની સિદ્ધિઓ અભ્યાસીને જીવ સૃષ્ટિને સમજવા આંશિક ઉપકારી છે. પરંતુ તે પ્રયોગો મોટે ભાગે હિંસાત્મક હોવાથી સર્વજ્ઞના કથનમાં શ્રદ્ધા રાખી પરિજ્ઞાન કરવું હિતાવહ છે. કારણ કે તેમાં કુતુહલવૃત્તિ કે ભોગવૃત્તિનું સ્થાન નથી, પરંતુ ઉપયોગ, યતના અને અનુકંપાનો ભાવ છે અને માનવનું ઉત્તરદાયિત્વ પણ એ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org