Book Title: Jiva Tattvanu Parigyan Author(s): Sunandaben Vohra Publisher: Somchand D Shah View full book textPage 8
________________ નમો નાણસ્સ) પ્રાસંગિક જીવ સૃષ્ટિનું પરિજ્ઞાન જીવ સૃષ્ટિનું પરિજ્ઞાન શા માટે? જગતમાં જંતુ, પ્રાણી અને મનુષ્ય વગેરે સર્વ જીવો સુખી થવા ઇચ્છે છે. કોઈને એક ક્ષણનું પણ દુઃખ રૂચિકર નથી. આપણે વિચાર શક્તિ સહિત માનવ છીએ. આપણી આજુબાજુ અનંત પ્રકારના સૂમ અને સ્કુલ જીવોનો વાસ છે. તેઓના જીવનનો ખ્યાલ કરવાથી તેઓની પીડા કે વિરાધના નિવારી શકાય છે. આપણી આજુબાજુ વસેલી મૂક જીવ સૃષ્ટિનો પરસ્પર કેટલો ઉપકાર અને સહયોગ છે? પૃથ્વી, પ્રાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિ જેવા સચિત અચિત પદાર્થો વડે દેહધારીનું જીવન ટકે છે. વૃદ્ધિ પામે છે. આ ઉપરાંત બે ઇંદ્રિયવાળા જીવોથી પંચેન્દ્રિય સુધીનો જીવના ભોગે પ્રાય: આપણા જીવનને બાહ્ય સુખના સાધનો ઉપલબ્ધ થાય છે. જેમકે કોશેટાનું રેશમ, ઘેટાનું ઉન, પશુનું દુધ, પગરખાં કાંસકા વગેરે. આમ હવા, પાણી, પ્રકાશ, વનસ્પતિ આદિ અનેક જીવોના ભોગે પ્રાણી માત્રનું જીવન નભે છે. મનુષ્ય તેનો સવિશેષ ઉપભોગ કરે છે. માટે મનુષ્ય, સજાગ રહીને વિચારવાનું છે કે તે સમસ્ત જીવો પીડા ન પામે તેમના કોઇપણ પ્રાણનો ઘાત ન થાય. તેમને રક્ષણ મળો, અથવા તે જીવો પ્રત્યે અનુકંપા ભાવ રહે તે વિચારવું જરૂરી છે. તે માટે જીવ સૃષ્ટિનું પરિજ્ઞાન અત્યંત આવશ્યક છે. ભગવાન મહાવીરનો ઉપદેશ સાર એ છે કે : શત્રુ પ્રત્યે પણ પ્રેમ અને સમભાવ રાખો. ગતના જીવો પ્રત્યે નિર્વેરબુદ્ધિ કેળવો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 112