________________
સંસારી જીવને ઉપજવાના ૮૪ લાખ યોનિ (સ્થાન) છે. સંસારી જીવો કર્માધીન ચારે ગતિમાં વારંવાર જન્મ મરણ કરે છે. ચૌદરાજ લોકમાં જીવ માત્રની યાત્રા રહસ્યપૂર્ણ ઘટના છે. છ0ના જ્ઞાનમાં સમાય નહીં તેવું આ રહસ્ય છે. લોકાકાશનો એક પણ પ્રદેશ એવો નથી કે જવાં સૂક્ષ્મ જીવો કે નિગોદીયાનો વાસ ન હોય; જે ચક્ષુ ગોચર નથી. સંસારી જીવની યાત્રાનો આરંભ
કોઈ પણ જીવ નવો ઉત્પન્ન થતો નથી પરંતુ દેહની અપેક્ષાએ જીવ અનાદિકાળ સુધી નિગોદમાં રહ્યો છે. નદી ઘોળ પાષાણ ન્યાયે પહાડથી છૂટી પડેલી શીલા અથડાતા કૂટાતા નદીના પ્રવાહમાં તણાતા, ગોળ પત્થર રૂપે બને તેમ અથવા કોઈ ભાડભૂજ તાવડામાં ચણા શકે અને કોઈ ચણો ઉછળીને બહાર પડે, તેમ નિગોદની રાશિમાંથી જીવ બહાર નિકળે છે. તે સમયે તે જીવની તેવી યોગ્યતા થાય છે.
એક જીવના સિધ્ધગમનની પરિસ્થિતિથી સંકળાયેલી જગતસ્થિતિના ન્યાયે, એક નિગોદનો જીવ એ રાશિમાંથી બહાર નિકળે છે ત્યાર પછી તેની વિકાસ યાત્રાનો પ્રારંભ અત્યંત મંદ ગતિવાળો પ્રાયે હોય છે. આ રહસ્યને કમસર સમજવા આપણે પ્રયત્ન કરીએ. કે જીવ કહેતાં આપણે શું શું વિચારવાનું છે.
यवहारराशा
છે
अव्यवहार राशी
‘सिध्ध गति
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org