Book Title: Jin Mahatva Battrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan

View full book text
Previous | Next

Page 11
________________ વગેરેની અનુપપત્તિ થશે. કારણ કે સામાનાધિકરણ્ય (સમાન અધિકરણમાં રહેવું) કથંચિ(કોઈ પણ રીતે) ભિન્ન અનેક પદાર્થમાં હોય છે. સર્વથા અભિન્ન પદાર્થમાં સામાનાધિકરણ્ય હોતું નથી. તેથી જ ઘટો ઘટ: કે ઘટવાન્ ઘટ: આવા પ્રયોગો ઉપપન્ન નથી. આથી સ્પષ્ટ છે કે ધર્મધર્મીના સંબન્ધને ધર્મધર્મીથી સર્વથા અભિન્ન માનવામાં આ રો ઘટ: કે रक्तवान् ઘટ: ઇત્યાદિ પ્રયોગો ઉપપન્ન નહિ બને. આ પ્રમાણે એકાન્તે ભેદ કે એકાન્તે અભેદ પક્ષમાં દોષ સ્પષ્ટ છે. એકાન્તાભેદપક્ષમાં ઘટો ઘટવાન્ જેમ પ્રયોગ થતો નથી તેમ રhપવાન્ ઘટ ઇત્યાદિ આધાર(ઘટ) આધેય ્રત ૩૫) ભાવને જણાવનારા પ્રયોગાદિની પણ અનુપપત્તિ છે, તે સહપ્રયોગદ્યનુષપત્તે: અહીં અતિ પદથી જણાવ્યું છે. ચપ ધર્મ અને ધર્મીના સંબન્ધને સર્વથા અતિરિક્ત (ધર્મધર્મીથી ભિન્ન) માનવાથી જે અનવસ્થા આવે છે, તેના નિવારણ માટે એ સંબન્ધને રહેવા જે સંબન્ધ કલ્પાય છે તે સંબન્ધ સ્વત: સમ્બન્ધ છે. તેને રહેવા માટે સમ્બન્ધાન્તરની કલ્પના કરવાની જરૂર નથી કે જેથી અનવસ્થા આવે. પરન્તુ આ રીતે તો વસ્તુની શબલતા (પરસ્પર વિરુદ્ધ દેખાતા ધર્મોનું એક સ્થાને રહેવું) સિદ્ધ થાય છે. સંબન્ધમાં સ્વતઃ સંબદ્ધત્વ અને પરતઃ સમ્બન્ધત્વ માનવાથી શબલત્વ સિદ્ધ જ છે. તેથી વસ્તુમાત્રમાં આ રીતે શબલત્વ માનવું જ ઉચિત છે. એ પ્રમાણે માનવાથી ધર્મધર્મીના સંબન્ધમાં ધર્મધર્માંથી કથંચિદ્ ભિન્નાભિન્નત્વ માનવાનું હોવાથી સર્વથા ૮

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66