________________
ઉપર જણાવ્યા મુજબ નિયમથી જન્ય એવી કૃતિની પ્રત્યે જ ઈચ્છાદિને કારણ માની લેવાય છે. નિત્યકૃતિની પ્રત્યે તેની કારણતા ન હોવાથી નિત્યકૃતિને માનવામાં કોઈ દોષ નથી. પરંતુ તેમ કરવાથી જન્યકૃતિની પ્રત્યે ઈચ્છાદિને કારણ માનતી વખતે કાર્યતાવચ્છેદક તરીકે કૃતિત્વના બદલે; ગુરુભૂત જન્યકૃતિત્વને માનવું પડશે. તેથી નિત્યકૃતિને માનવાનું ઉચિત નથી અને તેથી નિત્યકૃતિના આશ્રય તરીકે જગત્કર્તા પણ અસિદ્ધ છે.
યદ્યપિ ઉપર જણાવ્યા મુજબ નિત્યકૃતિને માન્યા પછી જ જન્યકૃતિત્વને કૃતિનિષ્ઠકાર્યતાનો અવચ્છેદક માનવાનું ગૌરવ થાય છે, તેથી તે ફ મુખ ગૌરવ દોષાધાયક નથી. પરંતુ ફલમુખ ગૌરવ પણ ક્વચિત્ દોષાધાયક મનાય છે. (રહેવા માટે મોટું ઘર લેવાથી પાછળનો ખર્ચ વગેરે ભારે પડે તો વ્યવહારમાં પણ મોટું ઘર લેવાનું દોષાધાયક મનાય છે.) યદ્યપિ ફલમુખ ગૌરવ વચિત જ દોષાધાયક ન હોવાથી કોઈ સ્થાને દોષાધાયક પણ મનાય છે. તેથી નિત્યકૃતિ અસિદ્ધ છે.
નિત્યવિજ્ઞાનમનિન્દ્ર વ્ર આકૃતિથી નિત્યજ્ઞાન સિદ્ધ થાય તો પણ નિત્યઈચ્છા અને નિત્યકૃતિની સિદ્ધિ નહીં થાય. નિત્યવિજ્ઞાનને ઉપલક્ષણ માની નિત્યકૃતિ વગેરેને પણ એ શ્રુતિથી સિદ્ધ કરવામાં આવે તો નિત્યકૃતિ વગેરેની જેમ ઈશ્વરમાં નિત્ય સુખને પણ માનવાનો પ્રસંગ આવશે. તેથી નિત્યવિજ્ઞાન આ શ્રુતિ પણ; જેમના સમસ્ત દોષો ધ્વંસ પામ્યા છે એવા પરમાત્મામાં કે જેઓશ્રી નિત્યજ્ઞાન-સુખના આશ્રય છે, તેઓશ્રીમાં સમસ્તદોષના ધ્વસને કારણે જ મહત્ત્વ જણાવે છે. આ બધી વાત વિસ્તારથી સ્યાદ્વાદ-કલ્પલતા” વગેરેમાં