Book Title: Jin Mahatva Battrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan

View full book text
Previous | Next

Page 56
________________ (વાસ્તવિક રીતે નહિ) જ અસભૂત અર્થના વિષયવાળું ચિત્ત (કુશલચિત્ત) પ્રામાણિક માનવું હોય તો; “આ જગતનું કુરિત્ર (અધર્મ) મારામાં જ પડે (સંક્રમિત થાય) અને તેવી જ રીતે મારા સચ્ચારિત્ર(ધર્મ)ના યોગે બધા પ્રાણીઓની મુક્તિ થાય” - આની જેમ નીચે જણાવ્યા મુજબ પણ બોલવું પડશે. “અજ્ઞાનીઓનું જે અજ્ઞાન છે તે સદાને માટે મારામાં સંક્રમિત થાય અને મારા જ્ઞાનના યોગે તેમનામાં કાયમ માટે ચૈતન્યનો સંચાર થાય.” જો આ પ્રમાણે માનવાનું સંભવિત નથી તો ઉપર જણાવ્યા મુજબ કુશલચિત્ત પણ સંભવતું નથી – એ સમજી શકાશે. ૪-૨૪ આવી જાતનું કુશલચિત્ત ન હોય તો જ શ્રીવીતરાગ પરમાત્મામાં મહત્ત્વ છે. અન્યથા શ્રીવીતરાગપરમાત્માની વીતરાગતા અસિદ્ધ થશે – એ જણાવાય છે – अतो मोहानुगं ह्येतन्निर्मोहानामसुन्दरम् । बोध्यादिप्रार्थनाकल्पं सरागत्वे तु साध्वपि ॥४-२५॥ “અસંભવિત વિષયવાળું એ કુશલચિત્ત હોવાથી મોહનીયકર્મના ઉદયથી અનુગત છે. શ્રીવીતરાગપરમાત્માઓ માટે તે સારું નથી. બોધિ, આરોગ્ય વગેરેની પ્રાર્થના જેવું એ ચિત્ત સરાગ અવસ્થામાં સારું પણ મનાય છે.” - આ પ્રમાણે પચીશમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે વાસ્તવિક રીતે ઉપર જણાવેલું કુશલચિત્ત અસંભવિત અર્થના વિષયવાળું હોવાથી મોહનીયકર્મના ઉદયને અનુસરનારું છે. મોહનીયકર્મના અભાવમાં તો સમસ્ત વિકલ્પના અંશથી પણ રહિત ચિત્ત હોય છે. શ્રીવીતરાગપરમાત્મા મોહરહિત હોવાથી તેમના (૫૩)

Loading...

Page Navigation
1 ... 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66